<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

આર્થિક વિકાસ સાથે વિશ્વાસ જરૂરી

સરકાર સામાન્‍ય નાગરિકની ખુશામત કરવાને બદલેસુખાકારી આપે

 

 આર્થિક સર્વેક્ષણ પ્રમાણે જીડીપી ગ્રોથ ૬-૩ થી ૬-૮ ટકા રહેવાનું  અનુમાન છે. સંસદમાં અર્થ પ્રધાન નિર્મલા  સીતારામને સર્વે રજૂ કર્યો ત્‍યારે વિપક્ષે  ધમાલ કરી અને બંને ગૃહોની કાર્યવાહી સ્‍થગિત કરવી પડી.

વિપક્ષ તેની પરંપરાગત ભૂમિકા ભજવે છે. ભાજપ વિપક્ષમાં હતો ત્‍યારે પણ લગભગ દરેક મુદ્‌ે સરકારનો વિરોધ જ કરતો હતો. મુદ્‌ો રાજનીતિનો નથી,  અર્થનીતિનો છે. કેન્‍દ્રિય બજેટની તૈયારી થઇ ગઇ છે. બજેટ પૂર્વે જ વડાપ્રધાન મોદીજીએ કહયું કે, આગામી બજેટ દેશમાં નવો વિશ્વાસ સ્‍થાપિત કરશે. દરેક સરકારો આવું કહેતી હોય છે, આગામી બજેટ દેશમાં નવો વિશ્વાસ સ્‍થાપિત કરશે. દરેક સરકારો  આવું કહેતી હોય છે, પરંતુ રાજનીતિ દુર રાખીને થોડા વાસ્‍તવિક બનો તો સમજાશે કે દેશમાં આર્થિક  વિકાસ થાય છે, પણ આર્થિક ક્ષેત્રે વિશ્વાસની કટોકટી સર્જાઇ છે.

સરકારી વેરા નીતિ અને કિંમત નિર્ધારણ નીતિ વિચિત્ર છે. બજેટ એક વર્ષનું રજૂ થાય છે, પણ વેરાસ્‍તર અને કિંમતો વર્ષમાં અનેક વખત ગમે ત્‍યારે  બદલાઇ જાય છે. આવું માળખુ વિશ્વસનીય ન ગણાય.

જીએસટીના દરમાં ગમે ત્‍યારે આડેધડ વધઘટ તથા પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં મનફાવે ત્‍યારે ચઢાવ-ઉતાર માર્કેટને સ્‍થીર થવા દેતા નથી. માર્કેટમાં ફફડાટ અને અશ્વિાસ નો માહોલ રહે છે.

કેન્‍દ્ર સરકારમાં ગોઠવાઇ ગયેલા મહત્‍વના પ્રધાનો અને વડાપ્રધાન સતત સામાન્‍ય નાગરિક માટે જીવન દુરાકર બને છે. સામાન્‍ય માણસની ખુશામત કરવાને બદલે તેની સુખાકારી વધારવામાં સરકારની શકિત વપરાવી જોઇએ,

ઘણાં આર્થિક નિષ્‍ણાતો સરકાર તરફી તર્ક કરે છે કે, સરકાર ખેડૂતોઅને મહિલાઓને રોકડ સહાય આપીને મહત્‍વના કામ કરે છે. આ વાત સાચી છે, પણ રોકડા ખાતામાં જમા કરાવવા એ વાસ્‍તવમાં ખુશામત જ છે.

જગજાહેર બાબત છે કે, ખેડૂતો અને મહિલાઓ નિર્ણાયક મતદાર વર્ગ તરીકે ઉભર્યા છે.

 સરકાર આ વર્ગને ખુશ રાખવાના  ખેલ નાખે છે, વાસ્‍તવમાં કૃષિક્ષેત્રમાથી વચેટિયા  દુર કરવામાં આવે તો ખેડૂતોની સમૃધ્‍ધિ કલ્‍પનાતીત વધી શકે છે.

સરકારે પ્રત્‍યક્ષ કે પ્રમોક્ષ ખુશા મતો બંધ કરી ને સામાન્‍ય નાગરિકને સ્‍વમાન અને સુખાકારી પ્રાપ્‍ત થાય તે દિશામાં ચાલવાની જરૂર છે.

સરકાર જરૂરિયાતમંદ પરિવારોને સસ્‍તુ કે રાહતદરે  અનાજ વગેરે આપે છે, પ્રથમ નજરે આ યોજના શ્રેષ્‍ઠ લાગે, પરંતુ માર્કેટમાં જીવન જરૂરી વસ્‍તુ ઓની કિમંતો ભડકે બળે છે, તેમાં મોટા ભાગે કૃત્રિમ કારણો છે. અમુક શકિતઓ માર્કેટને પોતાના કાબુમાં રાખે છે. આવી તાકાતોને ઝેર કરવામાં આવે તો કિંમતો કાબૂમાં આવે દરેક પરિવારો ખુલ્લા માર્કેટમાંથી જીવન જરૂરી  વસ્‍તુઓ સ્‍વમાનભેર ખરીદી શકે.

(10:20 AM IST)