<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

સસ્‍તી દવા એ ઉકેલ નથી...

તંદુરસ્‍તી વધે એ દિશામાં આપણે આગળ વધવું પડશેઃ બિમારી ઘટાડવી એ શ્રેષ્‍ઠ ઇલાજ ગણાય...

 

 કેન્‍દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારામને બજેટ રજૂ કરી દીધું છે. આર્થિક જગતના નિષ્‍ણાતો બે દિવસથી આ બજેટને વિવિધ દૃષ્‍ટિકોણથી મુલવી રહ્યા છે. રૂા. ૧ર લાખની આવક ટેકસ-ફ્રી બજેટનો મુખ્‍ય મુદ્‌્‌ો રહ્યો છે. ઘણાંને બજેટ અનુકુળ આવે છે, ઘણાંને પ્રતિકુળ લાગે છે. ભાજપ અને કોંગ્રેસના મોટાભાગનાં નેતાઓ બજેટનો બ પણ સમજતા નથી અને બજેટનો વિરોધ કે તરફેણ કર્યા કરે છે. આવા લોકોના નિવેદનોનો કોઇ મતલબ નથી. અભ્‍યાસુ-નિષ્‍ણાત અને તટસ્‍થ સમીક્ષકોની સમીક્ષા જ મહત્‍વની ગણાય.

આવા મોટાભાગનાં સમીક્ષકોએ બજેટના એક મુદ્‌્‌ાને આવકાર આપ્‍યો છે. કેન્‍સર જેવી ગંભીર બિમારીઓની ૩૬ દવાઓને કરમુકત કરીને સસ્‍તી કરવા પ્રયાસ કર્યો છે. આ મુદ્‌્‌ો મોટાભાગનાં સમીક્ષકો આવકારે છે. માનવતાની દૃષ્‍ટિએ સરકારનું આ પગલું યોગ્‍ય પણ લાગે છે.

જો કે થોડા ગંભીર બની ઊંડો વિચાર કરો તો દવા સસ્‍તી કરવી એ સારી બાબત ભલે લાગે, પણ શ્રેષ્‍ઠ ઇલાજ નથી. દેશમાં તંદુરસ્‍તીનો વ્‍યાપ વધે એ જ આપણી દિશા હોવી જોઇએ.

અમેરિકા વિકસિત, સમૃધ્‍ધ, અત્‍યાધુનિક સાધન-સુવિધાથી ભરપુર મહાસત્તા છે, પરંતુ આ દેશમાં બિમારીને ઇલાજ-સારવાર સરળતાથી પ્રાપ્‍ત થતી નથી અને સસ્‍તી  પણ નથી. આપણને સરળતાથી દવા મેડિકલ સ્‍ટોરમાંથી મળી જાય છે તેમ અમેરિકામાં મળતી નથી. અમેરિકી સરકાર ધારે તો દરેક નાગરિકને ઘરબેઠા નિઃશુલ્‍ક સારવાર આપી શકે તેમ છે, પણ સરકાર આવું કરતી નથી.

કારણ? મનોવિજ્ઞાન અનુસાર સારવાર સસ્‍તી, નિઃશુલ્‍ક અને સરળ કરી દેવામાં આવે તો લોકો તંદુરસ્‍તી પ્રત્‍યે સજાગ કે ગંભીર રહેતા નથી. સારવાર સસ્‍તી અને સરળતાથી પ્રાપ્‍ત કરાવવીએ બિમારીને પ્રોત્‍સાહન આપવા સમાજ બની જાય છે આ કારણે સસ્‍તી સારવાર એ શ્રેષ્‍ઠ ઇલાજ નથી.

ભારતમાં સ્‍થિતિ અલગ છે અહી આરોગ્‍ય પ્રત્‍યે સજાગ અને ગંભીર નાગરિક સરળતાથી ગંભીર બિમારીમાં પટકાઇ શકે છે. કારણ કે દેશમાં બિમાર પડવા પુરેપૂરું અનુકુળ વાતાવરણ છે. હવા-પાણી-ખોરાક  બધું જ  પ્રદૂષિત છે આ દરેકના કાયદા છે, પણ પરિણામલક્ષી નથી. સરકારોની વૃત્તિ પણ શુધ્‍ધિકરણની દેખાતી નથી. ખોરાકી ભેળસેળના અતિગંભીર પરિણામો આપણે ભોગવી રહયા છીએ, પણ હજુ દેશની આંખ ઉઘડી નથી.

પાંચ-સાત વર્ષના બાળકો マદયરોગ-કેન્‍સર વગેરે જેવી જીવલેણ બિમારીના ભોગ બનવા લાગ્‍યા છે, છતા આરોગ્‍ય પ્રત્‍યે આપણામાં જાગૃતિ આવતી નથી. કોઇપણ સરકારો કોઇ વિશેષ પરિણામલક્ષી ક્રાંતિકારી પગલાં ભરતા નથી. લોકોમાં પણ આ અંગેની ગંભીરતાનો અભાવ છે. સરકાર દવા થોડી સસ્‍તી કરી દે એટલે લોકો રાજીના રેડ બિમારી ઓછી થાય એ દિશામાં કદમ જ મંડાતું નથીે દવા વગરનું જીવન જ શ્રેષ્‍ઠ ગણાય તેવું સમગ્ર દેશમાં સ્‍થાપિત થવું જોઇએ.

(10:23 AM IST)