<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

યુસીસી જાગ્‍યા ત્‍યારથી સવાર

યુનિ ફોર્મ સિવિલ કોડ અનિવાર્ય કદમઃ ગુજરાતે પહેલ કરવાની હોય, પણ...

આજનો  દિવસ દિલ્‍હી માટે નિર્ણાયક છે. દિલ્‍હીમાં ધારાસભાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્‍ચે  તીવ્ર સ્‍પર્ધા દેખાઇ રહી છે.  દિલ્‍હીમાં ભાજપ સત્તા પ્રાપ્‍ત કરશે તો પણ તેમના માટે કસોટી  જેવો સમય રહેશે રોકડ રકમો આપવાથી માંડીને ગજાવર વચનોના ઢગલાં ભાજપે કર્યા છે. આ કાર્યો કરી દેવા સામાન્‍ય નથી. ગુજરાતમાં ભાજપ ૩૦ વર્ષોમાં કરી નથી શકયા  એ દિલ્‍હીમાં કરી દેખાડવાના વચનો અપાયા છે.

ગુજરાતમાં ભાજપે  પોતાની તાકાતનો માત્ર ૧૦ ટકા હિસ્‍સો પણ ખરેખર લોકહીતમાં વાપર્યો  હોત તો લોકોની સુખાકારી વધી ગઇ હોત. મોટાભાગની તાકાત ન કરવા જેવા કાર્યોમાં વપરાય છે. ચૂંટણી આવે ત્‍યારે ભાજપીઓ ઘાંધા થઇને આંબા-આંબલી દેખાડવા માંડે છે.

ગુજરાતમાં હાલ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીનો ગરમાવો ચાલે છે લોકપ્રશ્નો  જડબા ફાડીને ભાજપ સામે ઉભા થયા છે. ભાજપીઓ સેટિંગ કરીને કે કાવાદાવા કરીને બેઠકો  બિન હરીફ કરી રહયા છે, છતાં પક્ષ માટે સારી સ્‍થિતિ ન દેખાતા  વિચારધારાના મુદ્‌ાનો વિસ્‍ફોટ કરાયો છે.

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટીની ઘોષણા કરવામાં આવી છે. જોકે આ કાનૂન ઉતરાખંડમાં લાગી ગયો છે.ભાજપ શાસિત  તમામ રાજયોમાં યુસીસીનો અમલકરવા રાષ્‍ટ્રીયસ્‍તરે નિર્ણય લેવાઇ ગયો હતો. ગુજરાતી મીડિયા દાદાની સરકારનું ઐતિહાસિક કદમ ગણાવી રહયા છે, પરંતુ વહેલા-મોડું દેશભરના ભાજપી રાજયોમાં યુસીસી લાગુ થવાનું જ હતું, ઐતિહાસિક જેવું કંઇ નથી  ગુજરાતે પહેલ કરવાની જરૂર હતી, પણ...

યુનિફોર્મ સિવિલ કોડ મુખ્‍યત્‍વે દરેક નાગરિકોને સમાન રાખવાના પ્રયાસનો જ એક ભાગ છે. આઝાદી બાદ જ આ કરવાની જરૂર હતી, પરંતું વોટ બેંકોના ચકરડામાં સમાન નાગરિકને બદલે લઘુમતીઓને  વિશેષ અધિકારો અપાયા હતા. આ કારણે  ભારતે પારાવાર નુકસાન વેઠવું પડયું છે. મોદી સરકારે સમાન નાગરિક વિચારને કાનૂનનું સ્‍વરૂપ આપીને હિંમત દાખવી છે.

જાગ્‍યા ત્‍યારથી સવાર જેવી સ્‍થિતિ છે મોડું-મોડુ પણ યોગ્‍ય કામ થયું છે. યુૃસીસીના  અમલ થયા બાદ પણ શાસકની વૃતિ પરિણામલક્ષી હોવી જરૂરી છે. ગુજરાતમાં વર્તમાન અનેક કાયદાઓ એવા છે કે, જેનો અમલ પરિણામલક્ષી થતો નથી.

યુસીસી જરૂરી છે, તેની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઇ ગઇ છે. કાયદો લાગુ થવાનો જ છે. આ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી સ્‍થાનિક સ્‍થિતિ અને સ્‍થાનિક સમસ્‍યાઓને જ ધ્‍યાન માં રાખીને થવી જોઇએ.

(10:29 AM IST)