News of Wednesday, 12th February 2025
હજ નવા-જૂની થવાના એંધાણ
પંજાબ, મહારાષ્ટ્ર, મણિપુરમાં ડખ્ખાઃ રાજકીય હલચલો તેજ...
દિલ્હીની ચૂંટણીના પરિણામોએ શાસક-વિપક્ષના સમીકરણો ફેરવી નાખ્યા છે. લોકસભાની ચૂંટણી બાદ મોદિત્વ-ભાજપ નબળા પડયાનું માનવામાં આવતું હતું. મહારાષ્ટ્ર બાદ દિલ્હીમાં ભગવો લહેરાતા મોદિત્વ ફરીથી જોરમાં આવી ગયું છે. દિલ્હીમાં સતત ત્રીજી વખત શૂન્ય બેઠક મેળવનાર કોંગ્રેસે એલાન કર્યુ કે, અમારી લડત ચાલુ રહેશે. કોંગ્રેસ લડતી હોવાનું કયાંય દેખાઇ રહ્યું છે...?
માત્ર દિલ્હીમાં જ નહિ, આંધ્ર પ્રદેશ, સિકિકમ, પヘમિ બંગાળ, નાગાલેન્ડ.. આ રાજયો પણ એવા છે કે, જયાં કોંગ્રેસ પાસે એકપણ ધારાસભ્ય નથી. આ પક્ષ ભલે રાષ્ટ્રીય પાર્ટી ગણાતો હોય, પરંતુ અમુક પ્રદેશોમાં સીમિત થઇ ગયો છે.
ઇન્ડિયા મોરચાના મોભી પક્ષ કોંગ્રેસની આવી દશા દર્શાવે છે કે, વિપક્ષનો દમ ઘટી રહ્યો છે. મોરચાના સાથી પક્ષો અંદરો-અંદર એક-બીજાને કાપીને મોદિત્વ મજબૂત કરી રહ્યા છે.
દેશમાં હજુ રાજકીય સમીકરણો શાંત થયા નથી. મોટી નવા-જૂનીના એંધાણ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે માત્ર પંજાબમાં સત્તા બચી છે. જો કે, આ શાસન પર પણ ખતરો હાવી થઇ રહ્યો છે. મુખ્યમંત્રી માનથી નારાજ આપ ધારાસભ્યો બળવાના મૂડમાં છે.
મુખ્યમંત્રી માન પણ કેજરીવાલની સતત દખલથી કંટાળી ગયા છે. માન ખુદ પોતાના ધારાસભ્યોને લઇને આપથી મુકત થઇને અન્ય પક્ષ સાથે સેટિંગ કરે તેવી સંભાવના પણ રાજકીય સમીક્ષકો વ્યકત કરી રહ્યા છે.
સૌથી મોટી રાજકીય તાકાત બની ગયેલો ભાજપ પણ પરેશાન છે. મહારાષ્ટ્રમાં શાસન છે, પણ બધું ઠીકઠાક નથી. પંકજા મુંડે જેવા એ અલગ પક્ષ સ્થાપવા ધમકી આપી છે. આ ઉપરાંત ભાજપના સાથીદાર શિંદે પણ ભાજપથી ખૂબ નારાજ છે, ગમે ત્યારે ભાજપને આંચકો આપી શકે છે. લટકતી તલવાર જેવી આ સ્થિતિ છે.
ભાજપ શાસિત મણિપુરમાં મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે. આ રાજયમાં પણ ભાજપ ગોટે ચઢયો છે. આ અંગે ઘણાં સમીક્ષકો રાષ્ટ્રપતિ શાસનની શકયતા વ્યકત કરે છે. જો કે મણિપુર અંગે ભાજપની ટોચની નેતાગીરી અને સંઘ વચ્ચે મતભેદો હોવાનું બહાર આવી રહ્યું છે.
અસ્થિર સ્થિતિ અનેક રાજયોમાં જોવા મળે છે. દરમિયાન દિલ્હીમાં કેજરીવાલને કળ વળી રહી છે. તેઓએ પંજાબના ધારાસભ્યો સાથે અચાનક બેઠક કરી છે. કેજરીવાલ દિલ્હીમાં મોદી સરકાર વિરોધી તેજ લડત આદરવાનું આયોજન કરી રહ્યાનું પણ બહાર આવ્યું છે.
રાજકીય સમીક્ષકો કહે છે કે, કેજરીવાલ શાંતિથી બેસી રહે તેવા નેતા નથી, તે ટૂંક સમયમાં જ મીડિયામાં છવાઇ જાય તે રીતે સક્રિય બની જશે. જો કે ઘણાં સમીક્ષકો આશંકા વ્યકત કરે છે કે, કેજરીવાલ ગમે ત્યારે અંદર થઇ જશે. ગંભીર કેસમાં તેની ભૂમિકા શંકાસ્પદ છે જ, હવે જાજો સમય બહારની હવા લઇ શકશે નહિ.
રાજકીય ગતિવિધી શાંત થાય તેમ લાગતું નથી. રોમાંચક ઘટનાઓ બનતી જ રહેશે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
