News of Friday, 14th February 2025
નિર્માણ- ધ્વસ્તનો ગજબ માહોલ
વકફથી માંડીને સંઘના નવા હેડ કવાર્ટર... કોન્ટીટી સાથે કવોલિટી જરૂરી....
વકફ બોર્ડ મામલે લોકસભામાં ધમાલ... દિલ્હીમાં RSSનું હેડકવાર્ટર તૈયાર... સમાચારો પર નજર કરો તો તારણ નીકળશે કે વિચારધારાનું નિર્માણ અને કુવિચારોનું ધ્વસ્તીકરણ સતત ચાલી રહયું છે. દેશમાં મોદીજી અને અડધા દેશ જેવડા યુપીમાં યોગીજી સતત નિર્માણ -ધ્વસ્ત કરી રહયા છે.
દશ વર્ષની રાજનીતિનો અભ્યાસ કરો. બિનસાંપ્રદાયિકતા નામનો શબ્દ ગુજરી ગયો છે. આઝાદી બાદ કોંગ્રેસ આ શબ્દને ફૂલ પાવર આપ્યો હતો, હવે કોંગ્રેસ પણ ધર્મનિરપેક્ષ શબ્દથી ભાગી રહી છે.
સ્પષ્ટ તારણ નીકળે છે કે, દેશમાં મોદીત્વના ઉદય બાદ રાજકીય ઉથલપાથલ થઇ ગઇ છે. લઘુમતી મતો માટે મુજરા કરનારા રાજકીય પક્ષોને હવે મંદિરોના પગથિયા ચઢવા ફરજ પડી રહી છે. ત્રણ તલાકથી માંડીને લઘુમતીઓને વિશેષ પાવર આપતા વકફ બોર્ડ સુધીના મુદ્ે દેશ નિર્ણાયક બન્યો છે.
આ પગલા જરૂરી હતા. નક્કર નિર્ણયોના કારણે મોદીત્વ ત્રીજી ટર્મમાં અડીખમ રહયા છે. સંઘ પાવરફૂલ બન્યો છે. દિલ્હીમાં કોર્પોરેટ નિર્માણ જેવું આર.એસ.એસ.નું અત્યાધુનિક હેડકવાર્ટર ૧૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયું છે. સંઘ મજબૂત બની રહયો છે. લાંબાગાળા સુધી આ મજબૂતી રહે તેવું આયોજન થઇ રહયું છે.
રાજકીય તાકાત અને પ્રભાવ વધારવાએ સારી બાબત છે જ, પરંતુ સત્તા અને ભવ્ય નિર્માણોથી વિચારધારા મજબૂત બને તેની કોઇ ગેરન્ટી હોતી નથી. સંઘ હિન્દુ વિચારધારાને વરેલો છે, પરંતુ દેશમાં આટલો પાવર છતા સરેરાશ-સામાન્ય હિન્દુઓના જીવન સુધી સંઘ પહોંચ્યો નથી.
કડવી અને સાચી બાબત એ છે કે, સંઘ-ભાજપ માટે હાલની હિન્દુત્વની વ્યાખ્યા વિચિત્ર બની ગઇ છે. વિધર્મીઓનો વિરોધ કરવો તેને જ હિન્દુત્વ ગણી લેવામાં આવે છે. વિરોધ જરૂરી હશે, પણ હિન્દુઓનું દરેકસ્તરે ઉત્થાન કરવું એ હિન્દુત્વની મૂળ વ્યાખ્યા છે. સંઘ આ મહત્વનો ઉદ્ેશ ચુકી રહયો હોય તેમ નથી લાગતું? પંદર વર્ષના શાસનમાં સામાન્ય હિન્દુઓને સ્વમાન-સુખ-શાંતિ-સલામતી આપી શકાયા નથી.
સંઘના નામે પદ, પૈસોૈ, પ્રતિષ્ઠા મેળવેલા પણ આડાપાટે દોડી રહયા હોય તેમ લાગે છે. પદ મેળવેલા સરકારી ગાડી લઇને કુંભમાં પાપ ધોવા જાય તે યોગ્ય છે? હિન્દુ નેતાઓને પાપ ધોવા પણ પાપ કરવું પડે?
ગુજરાતમાં સંઘ વિચાર ત્રણ દાયકાથી એકધારી પાવરફૂલ સત્તા ભોગવે છે. અહીં સામાન્ય હિન્દુ પરિવારો ફફડતા રહે છે. વિધર્મી તત્વો બેફામ બને છે. ભાજપ-સંઘ સંપૂર્ણપણે મોૈન અને નિસ્ક્રીય રહે છે. ગુજરાતમાં સંઘ કાર્યાલયો અત્યાધુનિક નિર્માણ થયા, પરંતુ હિન્દુત્વ ધ્વસ્ત થતું હોય તેમ નથી લાગતું? સંઘે ગંભીર બનવું પડશે. (પ-ર)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
