<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

વિકાસ સંગાથે સુખાકારી જરૂરી

ગુજરાતનું બજેટઃવિકાસના ઢગલા, પણ સુખની ગેરન્‍ટીનો અભાવ

 

 

ગુજરાત માં જે ૩૦ વર્ષમાં નથી થયું એ દિલ્‍હી ભાજપ સરકારે ત્રણ કલાકમાં કરી દેખાડયું. રેખા ગુપ્‍તાજીએ મુખ્‍યમંત્રી પદે શપથ લેતા જ  ઘોષણા કરીને ભ્રષ્‍ટાચારીઓને બક્ષ્વામાં નહી આવે ગુજરાત ભાજપના કોઇનેતા આવો પડકાર કરી શકતા નથી, તેમને બીક હશે કે ગુજરાતના ભ્રટતત્‍વોને કડકાઇથી અંદર કરવામાં આવે તોઅડધાથી વધારે ભાજપીઓ અંદર થઇ જાય!

ગઇકાલે ગુજરાતી મીડિયા ગોટે ચઢ્‍યા હતા. દિલ્‍હીમાં શપથ અને ગુજરાતમાં સરકારે ૩ લાખ ૭૦ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ એ બજેટમાં શહેરી-ગૃહ નિર્માણ, આદિજાતિ વિકાસ, કલ્‍પસર યોજના, આરોગ્‍ય મહિલા-બાળ વિકાસ, રમગ-ગમ્‍મત, માર્ગ મકાન વિભાગ, ગ્રામ ગૃહ નિર્માણ વગેરે માટે બજેટની ફાળવણી કરાઇ છે.

અનેક વિકાસ કાર્યોની ઘોષણ થઇ છે. અમુક યોજનાઓ તો પ્રસંશનીય છે. ગુજરાતમાં વિકાસ ધમધોકાર થયો છે, થાય છે અને થશે, આ બાબત નિઃશંક છે. મુખ્‍ય સવાલ વિકાસના લાભનો છે. જે વિકાસ-કાર્યો થયા છે, તે ખરેખર લાભપ્રદ છે? રાજયભરમાં માર્ગો તથા ઓવર બ્રીજ- અંડરબ્રીજ બન્‍યા, પણ એક સ્‍થાને ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલાયો હોય તો કહો. અસંખ્‍ય સ્‍થાનો ગુજરાતમાં વિકાસ કાર્યો થયા બાદ અડચણરૂપ બની ગયા છે. આવા વિકાસનો અર્થ ખરો?

વિકસિત-સમૃધ્‍ધ ગુજરાતમાં શાંતીથી-સુખે જીવવું અઘરું બનવા લાગ્‍યું છે. ગૃહ પ્રધાન સહિતના જવાબદાર પ્રધાનો ફિશિયારી મારે છે, પરતું કામ કરી દેખાડવામાં દમ વગરના સાબિત થાય છે. મુખ્‍યમંત્રી ખુદ કંઇ ઉકાળી ન શકતા હોય તો અન્‍ય પાસે અપેક્ષા કઇ રીતે રાખી શકાય.

દિલ્‍હીની મહિલા મુખ્‍યમંત્રી શપથ લીધાના ત્રણ કલાકમાં જ ભ્રષ્‍ટતત્‍વો અને ગુન્‍હાખોરોને ધ્રુજાવી દે  તેવો પડકાર કરે છે, ગુજરાતમાં ૩૦ વર્ષના શાસન બાદ પણ પુરૂષ ગૃહમંત્રી કશે મુખ્‍યમંત્રી આવો પડકાર કરી શકતા નથી. યાદ કરો, ગૃહ પ્રધાને ગુજરાતમાં વ્‍યાજખોર સામે અભિયાન આદરીને મોટી-મોટી વાતો કરી હતી. મીડિયામાં ખૂબ પ્રસિધ્‍ધ લીધી, પણ પરિણામ આપી શકયા? ના. વ્‍યાજખોરો ગુજરાતભર માં બેફામ  છે. ગુજરાત ભાજપના નેતઓ કદાચ શબ્‍દોથી જ પુરૂષ હશે...

બજેટ ગમે તેટલું સારું હોય, આંબા-આંબલી પણ ઉગી શકે, પરંતુ નીચે પથરાયેલા કાટા-બાવળ દુર ન થાય ત્‍યાં સુધી આંબાની કેરી ઉતારવી કેમ? ગુજરાતમાં વિકાસ છે, પણ શાંતિ સલામતી- સુખાકારી ઝાંઝવાનો જળ જેવી છે.

 

(9:42 AM IST)