<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

ૐ નમઃ શિવાય

કાઠિયાવાડી કુંભઃશિવરાત્રી મેળો, આધ્‍યાત્‍મિકતા તરફવળવાની તક

 

 પ્રયાગરાજનો કુંભ મેળો પુર્ણાહૂતિતફર છે. અડધાથી વધારે ભારતીયોએ પ્રયાગના મેળાની મોજ માણી છે.  સનાતનનું આ વિરાટ શકિત પ્રદર્શન છે.  પ્રાચીન કાળથી ચાલતું આવ્‍યું છે. પ્રાચીન કાળથી ચાલતુ આવ્‍યું છે કે, નેગેટીવ વૃત્તિ ધરાવનારા તત્‍વો હવનમાં હાડકા નાખતા રહે છે પ્રયાગરાજના મહાકુંભમેળામાં પણ હાડકા નાખવા ઘણી નેગેટીવ તાકાતો સક્રિય હતી, છતાં દુનિયાઆખી દંગ થઇ જાય તેવું  મહાપ્રદર્શન સનાતનીઓએ કર્યુ છે.

આવા મહાકાય આયોજનો નકરા ધાર્મિક બની રહયા છે વાસ્‍તવવમાં અધ્‍યાતિમ્‍મકતા તરફ વળવાની પ્રેરણા અને તક આપવાના ઉદ્‌ેશથી મેળાઓ થતા હોય છે ભારતમાં અનેક અલોૈકિ સ્‍થાને છે, સાધનાભૂમિઓ છે સૌરાષ્‍ટ્રમાં ગિરનાર અલોૈકિક- સાધનાનું સ્‍થાન ગણાય છે. અસંખ્‍ય મહાત્‍માઓએ અહી સાધના કરી છે, કરે છે

ગિરનારના સાનિધ્‍યમાં આજથી પરંપરાગત શિવરાત્રી મેળાનું આયોજન થયું છે. પાંચ દિવસીય એ મેળામાં લાખો લોકો ઉમટી પડે તેવી ધારણા છે. વસંત ઋતુમાં યોજાતા શિવરાત્રી મેળામાં ઉમટી પડતા મોટાભાગના લોકો નકરા ધાર્મિક દૃષ્‍ટિકોણથી આવે છે.

ધાર્મિક દૃષ્‍ટિ ખરાબ બાબત નથી, પણત મુખ્‍ય માર્ગ આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિનો હોય છે. ધાર્મિકતાથી ગતિ થાય તો આધ્‍યાત્‍મિક તરંગમાં પ્રવેશ મળે. શિવરાત્રીનો મેળો આ તરંત માટે પ્રેરણા અને તક બંને પૂર પાડે છે.

પ્રકૃતિના સાનિધ્‍યમાં યોજાઇ રહેલો મેળામાં એવા અસંખ્‍ય લોકો ઉમટે છે, જેને ધર્મ સાથે પણખાસ કંળ લેવાદેવા નથી. આવા લોકો માટે વસંતમાં ખીલેલી પ્રકૃતિને માણવી જોઇએ, જો કે મોટાભાગના ટોળા કંળ ધ્‍યેય સમજ વગર ઉમટે છે. મનોરંજન જેવો માહોલ કરી દે છે. હલકી વૃતિ અને હલકી પ્રવૃતિનું પ્રદર્શન કરે છે.

મેળામાં અકારણ ઘોંઘાટ કરી નાખવો, પ્રકૃતિની પથારી ફેરવી નાખવી, ચોમેર ગંદકી કરવી, અરાજકતાન માહોલ સર્જવા આવી પ્રવૃતિ વિશેષરૂપે જોવા મળે છે. આવી પ્રવૃતિ નેગેટીવ તાકાત- રાક્ષસીવૃતિનું પ્રદર્શન ગણાય.

સનાતનના નામે ચાલતા  મોટાભાગના  ધર્મસ્‍થાનો અને ધાર્મિક આયોજનો સાત્‍વિકવૃતિની અછતવાળા બની જાય છે. સમાજમાં નાના-મોટા-લાંબા-ટૂંકા કથાકારો- કહેવાતા સ્‍વામીઓ જથ્‍થાબંધ ઉપલબ્‍ધ છે, પરંતુ આ લોકો સનાતનની શકિત અને સમજ વિકસાવવાને બદલે પોતાના કુંડાળા મોટા કરવામાં અને સ્‍વાર્થીલા ઉદેશથી જ્ઞાનના નામે પોતાના ગોગા ફૂટ્‍ફે રાખે છે.

 વર્ષોથી ચાલતી આવી પરંપરાના કારણે આપણામાં સનાતનની તાકાત અને સમજનો અભાવ થઇ ગયો છે. સનાતન પ્રચંડ - વિરાટ મહાશકિતમાન અજેય- અમર હોવા છતા આપણી દશા લાચાર - હાસ્‍યાસ્‍પદ જેવી બની જાય છે.

શિવરાત્રીના મેળામાં આધ્‍યાત્‍મિકતા અને સમજદારીની નવી પરંપરા સર્જાય અને સોૈનુ કલ્‍યાણ થાય તેવી કૃપા કરવા મહાદેવને પ્રાર્થના

ાા ૐ નમઃ શિવાય ાા

(10:19 AM IST)