<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ગંદી સ્‍થિતિ પર મેકઅપના થથેડાં

મહિલા દિનઃ ગુજરાતની વર્તમાન નેતીઓ મોટી-મોટી વાતો કરે છે, પણ દુષ્‍કર્મની વધતી ઘટનાઓ તથા લવજેહાદ વગેરે મુદે પૂર્ણ મોૈન

 

 

 ાા ૐ ઐં હીં ક્‌લી ચામુંડાયૈ વિચ્‍ચે ાા

આ નવાર્ણ મંત્ર છે. ત્રણ મહાશકિતઓ મહાસરસ્‍વતીજી, મહાકાલીજી અને મહાલક્ષ્મીજીની ઉર્જા જગાવવાનું કાર્ય આ મંત્ર કરે છે. બ્રહમાંડમાં ત્રણ મહાશકિતઓ છવાયેલી છે. આધ્‍યાત્‍મિક શાસ્‍ત્રો પ્રમાણે ત્રિદેવ પણ મહાશકિત ઓને આધીન છે. સ્‍ત્રીત્‍વનો મહાશકિતનો અંશ એટલે કે શકિત સ્‍વરૂપા માનવામાં આવે છે. બાળકોથી માંડીને વયોવૃધ્‍ધ મહિલાઓ આ દૃષ્‍ટિકોણથી વંદનીય છે. મહિલાઓમાં શકિત તો છે જ, પણ આ બાબતનું ભાન-જ્ઞાન અને શ્રધ્‍ધા હોવા જરૂરી છે. ભુતકાળમાં નજર કરો, અનેક કાળ એવા હતા, જેમાં રાજતંત્ર, સમાજતંત્ર સ્‍ત્રીશકિત પ્રભાવિત હતા.

ધીમે-ધીમે દૃષ્‍ટિકોણ, વિચારકોણ બદલાતા ગયા. સ્‍ત્રીત્‍વ સામાન્‍ય મનાતું ગયું સ્‍ત્રીઓ પણ શકિત સ્‍વરૂપા હોવાનું ભાન-જ્ઞાન અને બુધ્‍ધિ ગુમાવવા લાગી. અ શોભનીય સમય આવી ગયો. આ કારણે મહિલાદિન જેવી ઉજવણી કરવાની આપણને ફરજ પડી.

આજે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ છે. રાજકોટથી માંડીને દુનિયાભરમાં ધામધમુથી  ઉજવણી થશે. મોટી-મોટી વાતો થશે. અદ ોદરી જેવી બની ગયેલી મહિલા અગ્રણીઓ પ્રવચનો ફટકારશે, ઇન્‍ટરવ્‍યૂ આપશે.

પ્રતિ વર્ષ આવું થાય છે. ઉજવણીના ઉત્તમ પરિણામો આવવાને બદલે સ્‍થિતિ સતત બગડી રહી છે. ગુજરાતની જ વાત કરીએ તો બાળકીથી માંડીને વડીલ મહિલા ઓ પ્રત્‍યે દુષ્‍કર્મની ઘટનાઓ ભયજનક હદે વધી ગઇ છે. ભાજપી શાસકોની અસીમ કૃપાથી ગુજરાતભરમાં દારુ-ડ્રગ્‍સની ખુલ્લેઆમ રેલમછેલ છે મોટાભાગના વ્‍યસનીઓ પુરુષો છે, તેના કારણે પરિવારની મહિલાઓ ત્રાહીમામ છે.

ગુજરાતની આ સ્‍થિતિ જગજાહેર છે, સિક્રેટ જેવું કંઇ નથી વર્તમાન સમયમાં રાજનીતિમાં મહિલા નેતૃત્‍વનો પાર નથી. સરપંચ,મેયર, ધારાસભ્‍ય,સાંસદથી માંડીને રાષ્‍ટ્રપતિ પદ સુધી બિરાજમાન છે. રાષ્‍ટ્રપતિપદ બંધારણીય વડા હોય છે. અને વિશેષાધિકાર ધરાવે છે, તેથી અહીં એ પદ પ્રતિ ટિપ્‍પણી નહિ કરીએ.

અહીં ગુજરાતને નજરમાં રાખીને ચિંતન કરીએ સરપંચથી માંડીને વિવિધ રાજકીય પદો પર ગોઠવાયેલી મહિલાઓ પોતે મહિલા હોવાના નાતે જે તે સ્‍થાન પર બિરાજમાન છે. ઘણાં પદો પર મહિલા અનામતનો પણ લાભ મળે છે. આ વ્‍યવસ્‍થાનો ઉદ્‌ેશ મહિલાને નેતૃત્‍વ મળે અને મહિલા વર્ગનો સ્‍થિતિ અંગે અવાજ ઉઠે. પ્રશ્નો  ઉકલે.

ગુજરાતમાં લવ જેહાદઘટનાઓ વ્‍યાપક બની ગઇ છે. વિધર્મીઓ યુવતીઓને ફસાવીને અટ્ટહાસ્‍ય કરે છે. રેપ-હત્‍યાઓ જેવી ઘટના પણ વ્‍યાપક બની છે. હિન્‍દુવાદી ભાજપ અને સંઘ રહસ્‍યમય સેટિંગના કારણે મોૈન રહે છે.

સવાલ એ છે કે, શાસક પક્ષમાં મેયર, ધારાસભ્‍યથી માંડીને વિવિધ પદો પર ગોઠવાઇ ગયેલી નેતીઓને ગુજરાતની મહિલાઓની ચિંતા થતી નથી. શોષણ-રેપ હત્‍યાઓ-દારુડિયાથી ત્રાહીમામ મહિલા વર્ગમાટે નિર્ણાયક લડત તો ઠીક, નિવેદનો પણ કરતી નથી. ગુજરાતના અંતરિયાળ સમાજમાં અત્‍યંત ગંદી સ્‍થિતિછે. મહિલા દિને ભદ્‌ી મહિલા નેતીઓ મોટી-મોટી વાતો કરે છે એ દૃશ્‍ય ગંદી સ્‍થિતિ પર મેકઅપ્‌ના થથેડા કર્યા જેવી લાગે છે.

વર્તમાન યુગમાં મહિલા ઓને દરેક ક્ષેત્રે ભરપૂર તક મળે છે, પરંતુ શકિત સ્‍વરૂપા બનીને ઉભરવાને બદલે પુરુષ સમોવડી બનવાના ચકકરમાં ફસાય છે. વાસ્‍તવમાં દેવો શકિતને આધીન છે. મહિલાઓએ પુરુષ સમોવડી બનવું હોય તો પોતાનું સ્‍તર નીચે લઇ જવું પડે...

(10:29 AM IST)