News of Monday, 31st March 2025
રાજનૈતિક કુંડળીમાં ગ્રહોની ગરબડ
ચંદ્રાબાબુનો મૂડ બદલાઇ રહ્યો છેઃ નીતિશ પણ મરણિયા બનશેઃ નવાજૂની નિヘતિ...
ચૈત્ર મહિનાની નવરાત્રીનો મંગલ પ્રારંભ થઇ ગયો છે. શકિતની સાધનાનો આ અવસર છે. દરેક ક્ષેત્રે કલ્યાણકારી પરિવર્તનો થાય તેવી પ્રાર્થના દિવ્યશકિતને કરીને આગળ વધીએ.
પ. બંગાળના મુખ્યમંત્રી મમતાજી પોતાને શકિતશાળી માને છે. જ્ઞાન આપવા ગયા હતા, પરંતુ શ્રોતાઓએ મમતાદીદીને જ પાઠ ભણાવી દીધો હતો. મમતા પ્રવચનમાં મોટી-મોટી વાતો કરતા હતા ત્યારે શ્રોતાઓએ તેમને અટકાવીને પヘમિ બંગાળમાં થયેલા જીવલેણ કાંડોના ખુલાસા પૂછતા દીદી ટેવ પ્રમાણે છેડાયા હતા અને પ્રશ્નો કરનાર શ્રોતાઓ પર આક્ષેપો કરવા લાગ્યા હતાં.
ભારતના નેતા-નેતીઓને વિદેશમાં જઇને દેશ વિરોધી બોલવાની કુટેવ થઇ ગઇ છે. ઘણી વખત એવું લાગે કે કોઇક તાકાત તેને સોપારી આપીને ભારત વિરૂધ્ધ ભાષણો કરાવે છે. જો કે મમતા દીદીને તો આવું પ્રવચન ભારે પડી ગયું છે.
આવું થાય ત્યારે ભાજપને મજા આવી જાય. ભાજપી નેતાઓએ મમતાને બરાબરના ટોણા માર્યા હતાં. ભારતના સમગ્ર રાજનૈતિક સમીકરણોની કુંડળી પર નજર કરો તો ગ્રહો ગોટે ચઢી ગયા હોય તેમ લાગે છે. નજીકના ભવિષ્યમાં મોટી નવા-જૂની સંભવ લાગે છે.
કેન્દ્રમાં મોદીજી મજબૂત છે, પરંતુ સરકાર પાસે એકલા હાથે પૂર્ણ બહુમતી નથી. સાથીદારોના સાથના કારણે સરકાર મજબૂત છે. મોદી સરકારે મજબૂતી રહેવા નવા સમીકરણો સેટ કરવા પડે તેમ લાગે છે. મોદી સરકારના મહત્વના સાથીદાર ચંદ્રાબાબુ નાયડૂનો મૂડ બદલાઇ રહ્યો હોય તેમ લાગે છે.
વકફ મુદ્્ાના કારણે ચંદ્રાબાબુનું ખુદનું સમીકરણ વિખાઇ રહ્યું છે. ચંદ્રાબાબુ કે તેના પક્ષનો એજન્ડા હિન્દુત્વ નથી, પરંતુ ભાજપના સાથીદાર હોવાના નાતે વકફ જેવા વિવાદોમાં સમર્થન આપવું પડે છે. આ કારણે લઘુમતી મત્તો ચંદ્રાબાબુથી દૂર જઇ રહ્યા છે. તેઓ નવાજૂની કરવાના મુડમાં આવી ગયા છે.
આવી જ દશા બિહારમાં નીતિશકુમારની થઇ છે. મોદી સરકારે ઉછાવેલો વકફ મુદ્્ો નીતિશને ભારે પડી રહ્યા છે. નીતિશ કુમારે ઇફતાર પાર્ટી યોજી હતી તેનો બહિષ્કાર લઘુમતી નેતાઓએ કર્યો હતો. નીતિશના પક્ષ માટે આ આઘાતજનક ઘટના હતી. બિહારમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. આ સમયે નીતિશ નબળા પડે તેમાં ભાજપને પણ રસ છે. જો કે નીતિશ મરણિયા બને તેવી સંભાવના વધારે છે.
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ એનડીએ ગઠબંધન ગોટે ચઢ્યું છે. અન્ય રાજયોમાં પણ રાજકીય ગ્રહો શાંત નથી. જો કે વિપક્ષ વેરવીખેર અને અતિશય નબળો હોવાથી મોદી સરકાર પર કોઇ ખતરો દેખાતો નથી, પરંતુ ગઠબંધનમાં નવા સમીકરણો આકાર લેશે તે નિヘતિ બન્યું છે. તામીલનાડુમાં એઆઇએડીએમકે સાથે ભાજપે ઇલુ-ઇલુ શરૂ કરી દીધું છે. અન્ય રાજયોમાં પણ રાજકીય શિકારની તૈયાર છે.
કોંગ્રેસ પાસે મોટી તક છે, પણ આ પક્ષ રાજકીય સમજ અને ગંભીરતા ભૂલી ગયો હોય તેમ લાગે છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
