તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Saturday, 5th April 2025
રામના નામે રાજઃ જરૂરી રામરાજ
રામના નામ સાથે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો સંગમ રચવાનો પ્રયોગ સચોટ રહયો, પણ...
II જય જય શ્રી રામ II
આવતીકાલે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યનો અલોૈકિક અવસર ઉજવાશે. ભારતભરમાં જય શ્રી રામના નારા લાગશે ઘણાં લોકો રામ-કૃષ્ણ વગેરે પાત્રોને કાલ્પનિક ગણાવીને મજાક ઉડાવે છે એવા તત્વો માત્ર રામ શબ્દની તાકાત જાણે તો પણ દંગ થઇ જશે.
ભારતમાં એક દાયકાથી ભાજપનું મજબૂત શાસન છે, તે રામ શબ્દની તાકાત ને આભારી છે. સંઘ-ભાજપની કોઇ જ રાજકીય વેલ્યુ ન હતી ત્યારે અયોધ્યાની એ સમયની વિવાદી ભૂમિ બાબરીનો મુદ્ો ઉઠાવીને રામના માધ્યમથી હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો સંગમ રચીને દાયકાઓ સુધી રાજકીય સંઘર્ષ કર્યો હતો. આ વિચાર ધીમે-ધીમે સ્થાપિત થયો અને વિસ્ફોટક બન્યો વૈચારિક વિસ્ફોટમાં અન્ય પક્ષોના ફૂરચા ઉડયા અને ભાજપ છવાયો.
આ રામ શબ્દની તાકાત છે. જો કે મોદી શાસને ઐતિહાસિક નિર્ણયો કરીને ગોૈરવ આપ્યું છે. વિવાદિત સ્થાન પર ગોૈરવવંતુ રામ મંદિર નિર્માણ થઇ ગયું છે. વૈચારિક દૃષ્ટિએ અન્ય નિર્ણયો પણ ક્રાંતિકારી રહયા છે. થયું છે ઘણું, પણ જેટલું થયું છે એ પર્યાપ્ત નથી.
હાલ ભારતમાં રામના નામે મળેલુ રાજ છે ભારતને જરૂર રામરાજની છે. મોદી સરકાર થાય તેટલું કામ કરી દેખાડે છે, પરંતુ ભાજપના લક્ષણો વખાણવા જેવા નથી. મોદી-શાહનું હોમસ્ટેટ ગુજરાત છે, આ ગુજરાતમાં રામના નામે ત્રણ દાયકાથી સત્તા મળે છે, પણ તેના રાજમાં વખાણવા જેવું શોધવું પડે તેમ છે.
વકફ બોર્ડ ખરડો લોકસભા બાદ રાજય સભામાં પસાર થયા બાદ સવારમાં જ યુપીની યોગી સરકારે વકફની તમામ મિલકતોના સર્વેનો આદેશ આપી દીધો. વકફના નામે ગેરકાયદે રહેલી મિલકતો જે તે માલિકને પરત કરવા, નહી તો સરકાર હસ્તગત કરી લેવા યોગીજીએ યોજના બનાવી નાખી.
ગુજરાતમાં પણ વકફના નામે ઓછી મિલકતો નથી. ભાજપમાં કે તેની સરકારમાં કોઇ હલચલ દેખાતી નથી. ઘણા જાણકારો. માને છે કે, ભાજપ ગુજરાતમાં રામના નામે, હિન્દુત્વના નામે મત લઇને ભાજપી નેતાઓ વ્યકિતગત સ્વાર્થ માટે આર્થિક સેટિંગ કરી નાખે છે. આ કારણે ગુજરાતમાં હિન્દુ સમાજ અસલામત બન્યો છે.
ગુજરાતના નેતાઓ મોદી- યોગી પાસેથી પ્રેરણા પણ લેતા નથી. ગુજરાતમાં રામરાજય તો દુરની બાબત છે, મોદી કે યોગી જેવું રાજ પણ આવવાનું બાકી છે. સત્તામાં માત્ર ધંધાદારીઓ ગોઠવાઇ ગયા હોય તેવું નથી લાગતું? રામના નામે મત આપી ને ભકતોને વિચિત્ર શાસનનો અનુભવ થઇ રહયો છે. રામનવમીની પૂર્વ સંધ્યાએ પરમાત્માને પ્રાર્થના કરીએ કે, ગુજરાતને પણ એકાદ યોગીજી... (૩.૨)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
