<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th April 2025

શેર બજારઃ સિંહના કાઉકા!

ટ્રમ્‍પ નામનો ઉપગ્રહ દુનિયાભરના અર્થતંત્રોની કુંડળીમાં અટવાયો

 

 કુંડળીમાં એકાદ ગ્રહ ગોટે ચઢે તો જયોતિષીઓ  ચેતવણી આપી દે. ગ્રહોની અસર-આડઅસરમાં માનો કે ન માનો, ગત હોળીના દિને શનિ પરિવર્તન સાથે ગ્રહણ અને છ ગ્રહોનો દુર્લભ સંયોગ રચાયો હતો. આ ઘટના બાદ દુનિયાભરમાં અકલ્‍પનીય ઉથલપાથલો ચાલી રહી છે. શેરની જેમ ત્રાડ  નાખતા શેરબજારો ગલુની જેમ કાઉકા નાખી રહયા છે.

ગ્રહમાં માનતા ન હોય તો પણ માનવું પડે કે, ટ્રમ્‍પ નામનો ઉપગ્રહ  જેવો એક માણસ દુનિયાભરના અર્થતંત્રોની કુંડળીમાં અટવાયને ઉથલપાથલ કરે છે. ટ્રમ્‍પનું ટેરીફ પ્રકરણ દુનિયાભરમાં ટ્રેડ વોરમાં પરિવર્તિત થઇ ગયું છે. માર્કેટોમાં અકલ્‍પનીય કડાકા બોલી રહયા છે. અમુક વસ્‍તુની કિંમત ગગડી રહી છે, અમુક વસ્‍તુની કિંમત આસમાને પહોંચી રહી છે.

દુનિયાભરના આર્થિક સમીકરણો ઉપથપાથલ થવા લાગ્‍યા છે. કોઇપણ દેશ-કંપની-વ્‍યકિત માટે આર્થિક બાબત સૌથી વધારે મહત્‍વની બની ગઇ છે. મૂડીવાદની પરાકાસ્‍ઠાનું  આ લક્ષણ છે, જે વિશ્વભરમાં પ્રભાવિત બન્‍યું છે. અકલ્‍પનીય- મહાકાય-તોતીંગ આર્થિક સામ્રાજયો પથરાયા છે. આ સામ્રાજયોની ધરીના આધારે વિશ્વભરના વ્‍યવહારો ચાલે છે.

પાતાળથી આભને આંબતા અકલ્‍પનીય આર્થિક સામ્રાજયો અતિ ફોૈલાદી- મજબૂત દેખાતા હતા, પણ સાવ તકલાદી સાબિત થઇ ગયા છે. એક વ્‍યકિત મનના તરંગોને વશ થઇ ને માત્ર ટેરીફમાં ફેરફાર કરે અને દુનિયાભરનાં આર્થિક સામ્રાજયો તૂટવા લાગે એ દર્શાવે છે કે, દુનિયા  જેના પાછળ પાગલ છે તે વર્તમાન સમસ્‍ત આર્થિક માળખુ ખુદ બિચારું છે.

એક વ્‍યકિત- એક દેશ મનફાવે તેવા નિર્ણયો કરે અને આર્થિક સામ્રાજયો કાઉકા નાખવા લાગે એ આવકાર્ય નથી. ગ્‍લોબલ વર્લ્‍ડની આ મર્યાદા બહાર આવી છે. આર્થિક સમૃધ્‍ધિના કારણે અમેરિકા જગત જમાદાર કહેવાય છે. આヘર્ય તો એ છે કે, દુનિયાને ઊંધેકાધ કરી દેનાર ટ્રમ્‍પ સરકારના નિર્ણયોએ અમેરિકાને પણ પેટામાં દુખાવા ઉપાડી દીધા છે. ખુદ અમેરિકાનું અર્થતંત્ર પણ બે-પાંચ નિર્ણયોમાં માંદલુ અને અશકત થઇ ગયું.

આ સ્‍થાને ઘણી વખત લખવામાં આવ્‍યું છે કે, શેર માર્કેટ અર્થતંત્રની પારાશીશી નથી શેર આંક વધે એટલે મીડિયા તેજીનો તોખાર એવું લખી નાંખે છે. વાસ્‍તવમાં શેરમાકેટ રોકાણકારોના મનનું પ્રતિબિંધ છે. માત્ર અનુમાનોથી શેરમાં તેજી કે મંદી આવી જાય છે. આ માળખુ અતિ તકલાદી છે.

ટ્રમ્‍પના ટેરીફથી ભારતને આડઅસર થાય જ છે, પરંતુ જે રીતે શેરમાર્કેટ તૂટી રહયું છે તેટલી ભયાનક  આડઅસર થતી નથી. ભારતની ૨૧ ટકા નિકાસને અસર પહોચે છે. આ આંક નાનો નથી પરંતુ દેશની ૭૯ ટકા નિકાસ ટનાટન જ છે, એ ખૂબ મોટો સોક છે. ટેરીફથી ફાટી પડવા જેવું કંઇ નથી, પણ શેરમાર્કેટ ભલે સિંહ જેવું દેખાય, વાસ્‍તવમાં વારંવાર ગલુની જેમ કાઉકા નાખવા માંડે છે. દુનિયાભરના વર્તમાન આર્થિક સામ્રાજયો મજબૂત હોવાનો ભ્રમ તૂટ્‍યો છે, થેંકયુ ટ્રમ્‍પ. (૩.૨)

 

(11:41 AM IST)