તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
રૂ.૧૫ લાખ લઇ લો, ચૂપ જ રહો...
રાજકોટમાં અકસ્માતઃ રૂપિયા દાબી ને પ્રકરણ આટોપવાની નીતિ? જવાબદારી લેવાને બદલે નેતાઓ- અધિકારીઓ દાતાની ભૂમિકામાં
તમારા મોતની કિંમત કેટલી? જીવન મહત્વનું છે, આ માટે લોકો કરોડો રૂપિયા સ્વાહા કરવા તૈયાર હોય છે. મોત ખપતું નથી. ગુજરાતમાં નેતાઓ અને અધિકારીઓ મોતની કિંમત નક્કી કરીને યમદૂતના અવતાર જેવા બની ગયા છે.
ગઇકાલે રાજકોટમાં જીવલેણ અકસ્માતમાં નિદોર્ષોના મોત થયા. તીવ્ર આક્રોશ ફેલાયો , પણ કોઇ બોધપાઠ લેવા તૈયાર નથી. આશ્ચર્ય એ છે કે, મહાપાલિકાના પદાધિકારીઓ કહે છે કે, અકસ્માત અંગે તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવાશે. અચાનક એક અધિકારી કેમેરા સામે પ્રગટ્યા અને કહયું કે, બ્રેક ફેઇલના કારણે અકસ્માત થયો!
તપાસ કરવાની બાકી છે, અને બ્રેક ફેઇલનું કારણ અપાઇ ગયું પ્રકરણને ભીનું સંકેલવાનો આ માહોલ હોય તેમ નથી લાગતું? અકસ્માત બાદ અધિકારી દાતા હોય તેમ મૃતકોના જીવનની કિંમત આંકીને રૂ. ૧૫-૧૫ લાખ જાહેર કરી દીધા. નેતાઓ અને અધિકારીઓને લોકોએ ઓફર આપવી જોઇએ, તમે ગુજરી જાવ, ફાળો કરીને તમારા પરિવારને રૂ. ૩૦ લાખ આપીશું...
મૃતકોના સ્વજનો અને ઘાયલોને રૂપિયા દાબીને બોલતી બંધ કરાવવાના આ મનોવૈજ્ઞાનિક ખેલ છે. અગ્નિકાંડ- પૂલકાંડમાં બિલ્ડીંગ કાંડમાં પણ તટસ્થતાથી વિચારો રૂપિયા દાબીને સંકેલાતા હોય તેમ નથી લાગતું?
રાજકોટમાં દરરોજ નાના-મોટા અકસ્માતો થયા છે, પણ નેતાઓ- અધિકારીઓને લોકોના જીવની કંઇ પડી નથી. ટ્રાફિક વ્યવસ્થા સચોટ કરવાને બદલે પ્રકરણ પર પડદો પાડી દેવા જ સક્રિયતા લેવાનું નથી દર્શાતુ? નેતાઓ- અધિકારીઓ ન સુધરે તો પ્રચંડ આંદોલન કરીને ગુજરાતને ધ્રુજાવવું જરૂરી છે.
રાજકોટ - સોૈરાષ્ટ્રનો ભુતકાળ જુઓ. લોકોના પ્રશ્ને સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવતી હતી અને રાજકરણીઓને ધ્રુજાવી દઇને લોકોના પ્રશ્નો ઉકેલવા ફરજ પડાતી હતી. આજની રાજકોટની સામાજિક સંસ્થાઓ તથા ચેમ્બર જેવા સંગઠનો શાસકો સામે મુજરા કરીને સ્વાર્થીલા ખેલ નાખે છે.
ટ્રાફિક પોલીસ ટ્રાફિકની વ્યવસ્થા કરવાને બદલે માત્ર દંડ ફટકારવા જ માર્ગો પર હોય છે, છતાં શા માટે બધા ચૂપ રહે છે? દંડ ઉઘરાવવો એ જ કાર્ય કોઇ ટ્રાફિક તંત્રનું છે?
લોકોએ અવાજ ઉઠાવતા અને નેતાઓ- અધિકારીઓને ધ્રુજાવતા શીખવું પડશે. અકસ્માતમાં નિર્દોષનો જીવ જાય અને મારે શું? તેવો વિચાર કરીને ચૂપ રહેનારે યાદ રાખવું જોઇએ કે, કાલે માગર્ોેપર ખુદનું ફિંડલું વળી જશે તો પણ કંઇ નહી બોલે.
મત અને રૂપિયા ભૂખ્યા રાજકારણીઓ કે અધિકારીઓને જવાબદારીપૂર્વક વર્તવા લોકોએ ફરજ નીભાવવી પડશે. નહિ તો નેતા-અધિકારીઓ રૂપિયા દાબીને બોલતી બંધ કરતા રહેશે. આ રૂપિયા પણ અધિકારીના ખીસ્સા નથી, લોકોના રૂપિયા આપીને દાતા તરીકે ભૂમિકા ભજવે છે. જાગો, નહી તો કમોતે ફિંડલા વળશે. (૩.૨)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
