<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

વિહિપને બંગાળની ચિંતા, ગુજરાતની નહિ...

પ. બંગાળમાં હિન્‍દુ ઓની અવદશા અંગે ગુજરાતમાંદેખાવોઃ ગુજરાતમાં વિધર્મી તાંડવ-લવજેહાદ વગેરે સામે મોૈનઃહિન્‍દુ સંગઠનો પણ હિન્‍દુત્‍વના નાટકના રવાડે

 

વકફ બોર્ડને લગતા કાયદામાં ફેરફારો સામે ૫. બંગાળમાં રાક્ષસી દૃશ્‍યો સર્જાયા હતા. વિધર્મી ટોળાઓએ અનેક શહેરો બાનમાં લઇને આગજનીથી માંડીને લોહિયાળ કાંડો સજર્યા હતા. હિન્‍દુઓ વિરોધી આ તાંડવ બની ગયું હતું. મતની ભૂખી મમતા બેનરજી સરકાર આ તાંડવ સામે આંખ બંધ કરીને બેસી ગઇ હતી. આ સામે દેશભરના બહુમતી વર્ગમાં સ્‍વયંભૂ રોષની લાગણી હતી.

ભારતમાં હાલ હિન્‍દુવાદી પાવર સત્તામાં ગણાય છે, પરંતુ મોદીજી-યોગીજી જેવા જુજ ચહેરાને બાદ કરતા સમગ્ર ભાજપ હિન્‍દુત્‍વનો ઉપયોગ માત્ર મત લેવા માટે જ કરે છે. આર.એસ.એસ. અને મોટાભાગના તેમાંથી સર્જાયેલા હિન્‍દુ સંગઠનો પણ હિન્‍દુત્‍વના નામે સક્રિય છે.

૫. બંગાળમાં હિન્‍દુઓની અવદશા મામલે દેશભરમાં વિરોધ કાર્યક્રમો થયા હતા. ગુજરાતમાં પણ વિશ્વ હિન્‍દુ પરિષદ તથા અન્‍ય હિન્‍દુ સંગઠનોએ મમતા સરકાર વિરોધ દેખાવો કરીને રાક્ષસી તત્‍વો સામે કડક પગલાં ભરવા  માંગણી કરી હતી.

મમતા સરકારનો તથા વિધર્મી તાંડવનો વિરોધ થવો જ જોઇએ, પરંતુ ગુજરાતમાં વિહિપ તથા હિન્‍દુ સંગઠનોએ જે કર્યુ તે હાસ્‍યાાસ્‍પદ હતું. ગુજરાતના હિન્‍દુ સંગઠનોને પ. બંગાળના હિન્‍દુઓની ચિંતા થાય છે, પણ ગુજરાતના હિન્‍દ્‌ુઓની ચિંતા કેમ નથી થતી? આવો સવાલ ઉઠી રહયો છે.

ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. છેલ્લા દાયકામાં સાવ ફાલતુ નેતાગીરીના કારણે પક્ષ અને શાસન વિચારધારાથી દુર થઇ ગયું છે. ગુજરાતના અનેક વિસ્‍તારોની દશા બાંગ્‍લાદેશ જેવી બની ગઇ છે. બેફામ ગુન્‍હાખોરી અને વ્‍યવસાયી જેહાથી  માંડીને લવજેહાદના તાંડવ ચાલી રહયા છે. અનેક હિન્‍દુ પરિવારો ભોગ બન્‍યા છે. લાચાર પરિવારો પાસે કોઇ જ હિન્‍દુ સંગઠનનું પીઠબળ  નથી. સરકારમાં ભારેખમ પદ પર ગોઠવાઇ ગયેલા નેતાઓ બકવાસમાંથી ઊંચા આવતા નથી અને હિન્‍દુ પરિવારોની દશા બગડી રહી છે. ઘણાં વિસ્‍તારોમાં હિજરત થવા લાગી છે.

આશ્‍ચર્ય એ છે કે, પ. બંગાળના હિન્‍દુઓના અધિકાર માટે તાંડવ કરતા ગુજરાતના હિન્‍દુ સંગઠનો ગુજરાતના હિન્‍દુઓની દશા સામે મિયાની મીંદડી બની જાય છે. કોઇ હિન્‍દુ નેતુ અવાજ ઉઠાવતું નથી.

ગુજરાત ભાજપ તો નાટકિયો પુરવાર થઇ જ રહયો છે, હિન્‍દુ સંગઠનના નામે હાલી નીકળેલા નેતા-નેતીઓના ખેલ પણ ઉઘાડા પડી રહયા છે.

રાજયના મહાકાય ગણાતા હિન્‍દુ સંગઠનો ચાવી વાળા રમકડાં પુરવાર થયા છે. ભાજપ ચાવી ચઢાવે તેટલું નાચવાનું, બાદમાં શાંત થઇને ખૂણામાં પડયું રહેવાનું

ગુજરાતમાં અતિ જોખમી સ્‍થિતિ બની ગઇ છે. ગામે-ગામ શંકાસ્‍પદ પ્રવૃતિઓથી હિન્‍દુ પરિવારો પરેશાન છે. ભાજપ વિધર્મી સાથે સેટિંગમાં હોય તેમ લાગે છે. હિન્‍દુ સમાજે સ્‍વમાન -સલામતી માટે સાવધ-સક્ષમ રહેવું પડશે અને કહેવાતા હિન્‍દુ નેતા-નેતીઓને પણ ચમત્‍કાર દેખાડવો પડશે.  (૩.૨)

 

(10:18 AM IST)