<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

દવા નહિ, સર્જરી કરો...

કાશ્‍મીર-પહેલ ગામમાં પ્રવાસી પર આતંકી હુમલોઃ નીતિ આક્રમક,પણ દળી-દળીને ઢાંકણીમાં

 

  વફક બોર્ડ મામલે ઉપાડે  આવેલા કટ્ટરવાદીઓ અને તેના સમર્થકો માનવતાના બહાને વકફના કાયદામાં ફેરફાર કરવાની ના પાડે છે. આ મામલે દેશભરમાં ઉપાડો લીધો છે. અમુક મીડિયા, રાજકીય પક્ષો અને સંસ્‍થાઓ પણ વિરોધીઓને હવા ભરી રહ્યા છે. સરકાર વકફના નામે ત્રાસ ગુજારતી હોવાનો આક્ષેપ પણ થાય છે.

ભારતમાં એક મોટી ટોળકી એવી છે કે, એમને માનવતાના નામે માત્ર લઘુમતી સમુદાય માટે જ જીવ બળે છે. ગઇકાલે જમ્‍મુ-કાશ્‍મીરના પહેલગાવમાં પર્યટકો પર ત્રાસવાદી હુમલો થયો, આ ઘટનામાં માનવતાવાદીઓનો જીવની બળતરા થતી નથી. જમ્‍મુ-કાશ્‍મીરમાં થયેલા આ હુમલાથી હાહાકાર મચી ગયો છે. દેશભરમાં આક્રોશ ફેલાયો છે. હવે વાતો નહિ, નિર્ણાયક કાર્યવાહી અને કાયમી ઉકેલની માંગ ઉઠી છે.

જાહેર થયેલી વિગતો પ્રમાણે આતંકી રાક્ષસોએ પ્રવાસીઓના નામે પૂછીને ખુલ્લે આમ ફાયરિંગ કર્યુ હતું. આ મામલો ખોફનાક છે. ટાર્ગેટ કીલિંગનો મુદ્‌્‌ો છે. સીધા શબ્‍દોમાં કહીએ તો હિન્‍દુઓ પર હુમલો છે. આવી બાબતોને એક ક્ષણ પણ સહન કરી ન શકાય.

જમ્‍મુ-કાશ્‍મીર મામલે મોદી સરકારની નીતિ આક્રમક  છે. કલમ ૩૭૦ જેવા નિર્ણાયક પગલાં લીધા છે.  પાકિસ્‍તાન પ્રત્‍યે પણ સરકાર નક્કર રણનીતિ ધરાવે છે. જો કે ગઇકાલના હુમલાને જોતા સ્‍પષ્‍ટ કહી શકાય કે, જમ્‍મુ-કાશ્‍મીર મામલે દળી-દળીને ઢાંકણીમાં નાખવા જેવી સ્‍થિતિ બની રહી છે.

મોદી સરકારે અત્‍યાર સુધી રાજદ્વારી અને રાજકીય પગલાં ભર્યા છે. આ પગલાં પણ સામાન્‍ય નથી, પરંતુ પરિણામ આપનારા સાબિત નથી થયા. હવે રાજકીય દૃષ્‍ટિકોણ પડતો મૂકીને તાકાતનું પ્રદર્શાન જરૂરી બન્‍યું છે. લાતોના ભૂતડા વાતોથી સમજે તેમ નથી.

પાકિસ્‍તાન સામે સર્જિકલ સ્‍ટ્રાઇક-એર સ્‍ટ્રાઇક દ્વારા તાકાતનું પ્રદર્શન કરાયું ત્‍યારે એ ભયથી ફફડીને શાંત થયું હતું. જમ્‍મુ-કાશ્‍મીરમાં પણ હવે તાકાતનું પ્રદર્શન અનિવાર્ય બન્‍યું છે. દશ વર્ષ પૂર્વે હતી તેવી સ્‍થિતિ ફરી બનતી જાય છે. અબ્‍દુલ્લા પરિવાર સત્તામાં ગોઠવાઇ ગયો છે. સરહદ પારથી આતંકીઓ ઘુસવા લાગ્‍યા છે. ટાર્ગેટ કીલિંગ શરૂ થતાં ગયું છે. સ્‍થાનિકોના સહયોગ વગર આવા હુમલા શકય બની શકે ?

અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્‍યારે જ આવો હુમલો થાય તે બાબત દર્શાવે છે કે, યાત્રિકો ભયભીત થાય અને અમરનાથ યાત્રા નિષ્‍ફળ રહે. આવા રાક્ષસી તત્‍વો સામે દયાભાવ રાખી ન શકાય. આવા તત્‍વોના હૃદય પરિવર્તન થાય તેવા પ્રયત્‍નો પણ હાસ્‍યાસ્‍પદ ગણાય.

મોદી સરકારે આબરું બચાવવી હોય તો હવે શકિતનું પ્રદર્શન કરવું જોઇએ. સર્ચ અભિયાન, તપાસ, ધમકી, નિવેદનો વગેરે મનમોહનસિંહના સમયમાં પણ થતું હતું. આંતરરાષ્‍ટ્રીય આભા બગડે તેવો ભય રાખ્‍યા વગર જ જમ્‍મુ-કાશ્‍મીર પર તુટી પડવું જોઇએ. (પ-ર)

(9:59 AM IST)