News of Friday, 25th April 2025
આક્રોશ વચ્ચે પણ નાટકબાજી ચાલુ
ક્રિકેટક્ષેત્ર-ફિલ્મક્ષેત્રનું વિચિત્ર વલણઃ ક્રિકેટરોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ કર્યો પણ પાકિસ્તાન સામે મેદાનમાં મુજરા કરે છે
પહેલગામમાં હિન્દુઓની કત્લેઆમ સામે દેશભરમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે. મોદી સરકારે પાકિસ્તાન સામે પાણી અટકાવવાથી માંડીને વિવિધ આકરા પગલાંની ઘોષણા કરી છે. મૃતકોના સ્વજનોના આક્રોશ રાજકારણીઓ માટે અઘરા થઇ રહયા છે. આક્રોશ ઉઠવો જ જોઇએ ભારતમાં હિન્દુઓ ભાજી-મૂળા નથી એ બાબતનો ખ્યાલ માત્ર પાકિસ્તાનને જ નહી, હિન્દુઓના મત લેનારાને પણ સમજાવી જોઇએ. દેશમાં નાના મોટા દરેક હિન્દુને સ્વમાન-સલામતી સુખાકારી મળવા જ જોઇએ. હિન્દુ સામે કોઇ ખોટી રીતે આંખ ઉઠાવે ત્યારે હિન્દુ સંગઠનો નહી, સરકાર જ મેદાનમાં આવવી જોઇએ. આ જુસ્સો હોવો જોઇએ.
હાલ આક્રોશનો માહોલ છે, પણ માહોલ કેટલો ટકશે? વર્તમાન સમયમાં પણ દેશને મૂરખ સમજનારા મેદાનમાં આવી ગયા છે, તેની સામે પણ કોઇ અવાજ ઉઠાવતું નથી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ક્રિકેટરોને આઇપીએલ માં હુમલાના વિરોધમાં કાળી પટ્ટી પહેરવા કહે છે. નિવૃત ક્રિકેટરોએ પણ પાકિસ્તાન સામે આક્રોશભર્યા નિવેદનો કર્યા.
આ બધાં લાગણી અને આક્રોશના દેખાડા છે. ક્રિકેટને ધંધો બનાવીને ધંધા માટે દેશના સ્વમાનને ગીરવે મૂકીને પાકિસ્તાન સામે બોર્ડ અને ક્રિકેટરો મુજરા કરવા લાગે છે. પાકિસ્તાનની નાલાયકી ચાલું હોય ત્યારે પણ મેચના આયોજનો થાય છે. આ સમયે ત્રાસવાદ કે શહીદી યાદ આવતી નથી. ભારતમાં રહેલા આવા નાટકિયાઓના કારણે પાકિસ્તાન છકી ગયું છે.
ક્રિકેટ જેવી જ દશા બોલીવુડની છે. બોલીવુડમાં વર્ષોથી ચોટી ગયેલા બોલીવુડના ત્રણેય ખાનોની બજાર હાલ ફલોપ છે, આ ખાનખાનાઓને બહુમતી સમાજે લગભગ પડતા મૂકી દીધા છે.
ખાન અભિનેતાઓએ પોતાની માર્કેટ વેલ્યુ વધારવા બહુમતી સમાજની જરૂર છે. આશ્ચર્ય છે કે, પહેલાગામમાં થયેલ હુમલા બાબતે શાહરૂખ, સલમાન, આમીરે નિવેદનનો આપીને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી છે. જો કે ત્રણેયના નિવેદનોના અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે, કાંડ કરનારા રાક્ષસોને ફાંસીએ લટકાવવાનો આક્રોશ કોઇએ વ્યકત કર્યો નથી. આ બાબત દર્શાવે છે કે, વ્યવસાયી લાચારીના કારણે મૃતકો પ્રત્યે હમદર્દી દાખવવામાં આવી છે.
હિન્દુ સમાજે વાસ્તવમાં સ્વમાની-સલામત-સુખી રહયું હોય તો દરેક ગતિવિધિને બારીકાઇથી જોવી પડશે. અને ચમરબંધી સામે પણ સવાલો ઉઠાવવા પડશે. પાકિસ્તાન તો દુશ્મન છે જ, પણ એકમાત્ર તે જ દુશ્મન નથી. સાથે દેખાતા અનેક ટોળા પણ દુશ્મન હોઇ શકે છે. લાગણીને બદલે બુધ્ધિપૂર્વક વર્તવું પડશે. મત લેનારાને પણ જવાબદારીનું ભાન કરાવવામાં આવશે તો જ સલામત રહેશો.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
