<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

ધાર્મિક દોઢ ડહાપણનો પાર નથી...

સમજદારી-જ્ઞાનના નામે કેટલું ઝૂકવાનું?: કૃષ્‍ણએ રાક્ષસોનો વધ કર્યો હતો, એ ભૂલતા નહિ

 સનાતનમાં કોઇ ભેદભાવ ન હોય. સનાતન સમસ્‍ત માનવજાત માટે છે. કોઇનો વિરોધ ન કરાય. આ વાત સાચી છે. આ આપણું બ્રહ્મજ્ઞાન  છે જ. આ જ્ઞાન આપણી તાકાત બનવી જોઇએ, લાચારી નહિ. સનાતન સમસ્‍ત માનવજાત માટે છે, પણ નાલાયક તત્‍વોનો વધ કરવામાં આ પરંપરા સોૈથી અગ્રેસર છે એ આપણે ભૂલવું ન જોઇએ.

ઘણા સનાતની ધાર્મિક દોઢાઓમાં નાલાયક  તત્‍વોને પડકારવાની ત્રેવડ હોતી નથી અને સનાતની જ્ઞાનના નામે દોઢા થઇ ને મુજરા કરવા લાગે છે. સર્વધર્મ સમભાવના નામે કથાકાર વ્‍યાસપીઠ પરથી વિધર્મી ધૂન બોલાવે છે, પણ વિધર્મી રાક્ષસીવૃતિ સમાજમાં દેખાડે તો કથાકાર અલોપ થઇ જાય છે. રામ બધાને સ્‍વીકારે છે,પણ રાક્ષસોનો વધ કરવામાં પાછા પડતા નથી. દોઢ ડાહયા સનાતની કથાકાર આ મુદ્‌ા શા માટે ચુકી જાય છે?

આવું જ ધાર્મિક દોઢ ડાહયાપણુ ગઇકાલે વૃંદાવન-મથુરામાં ઉજાગર થયું. વિધર્મીને મંદિરમાં પ્રવેશ પ્રતિબંધ અંગે વૃંદાવનના ડાંગહાટી મંદિરના પૂજારીએ બ્રહ્મજ્ઞાન વહાવ્‍યું કે, ‘‘ કૃષ્‍ણએ રહીમ અને રસખાનને ભજન કરતા રોકયા ન હતા, આપણે વિધર્મીને રોકવા ન જોઇએ. કૃષ્‍ણ દરેકના છે અને પ્રેમના દેવતા છે.''

આ વાત જરા પણ ખોટી નથી, પરંતુ અર્ધસત્‍ય છે. પૂર્ણ સત્‍ય એ છે કે, પ્રેમના દેવતા શ્રી કૃષ્‍ણએ રાક્ષસો સામે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરીને વધ પણ કર્યા હતા. બ્રહ્મજ્ઞાન વહાવતા પૂજારીઓમાં રાક્ષસીવૃતિને પડકારવાની ત્રેવડ છે.?

મથુરાના કાલી મંદિરના મહંત દિનેશ ચતુર્વેદી અને બલદેવના દાઉજી મંદિરના પુજારી ગોવિંદજી પાંડેએ પણ વિધર્મીઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ આપતા નિવેદનો કર્યા છે. આગળ કહયું તેમ સનાતન પરંપરા સમસ્‍ત માનવ સમુદાય માટે છે, પણ સમુદાયમાં દાનવ હોય તો તેનો બેધડક વધ કરવા પણ સનાતનમાં પાપ નથી.

સત્‍ય અને અહિંસાના રવાડે ચઢીને આપણે શકિતહીન બની ગયા છીએ. લડવાની હિંમત અને કોૈશલ્‍ય ગુમાવી ચુકયા છીએ. શાસ્‍ત્રને અનુસરવાનો દંભ કરીએ છીએ અને શસ્‍ત્રથી દુર થઇ ગયા છીએ. અધુરામાં પુરું... ધાર્મિક અંચળો ઓઢનારાઓ ભગવાનના નામે પણ લાચારી જેવી વાતો કરે છે.

આ કારણે હિન્‍દુસ્‍તાનમાં સવા અબજની વસ્‍તીમાં એક અબજ હોવા છતા સનાતનીઓ  ફફડતા રહે છે. રાજકારણીઓ સનાતનીઓના મત લઇને મૂરખ બનાવે છે. ધાર્મિક તત્‍વો બ્રહ્મજ્ઞાનના નામે ગતકડાં ચલાવીને સનાતનીઓના જીવ જોખમમાં નાખે છે. સનાતનીઓમાં વ્‍યાપક  જાગૃતિની જરૂર છે.

ધાર્મિક સમજદારી-સંસ્‍કારીતા  વન-વે ન હોય- કોઇને ડરાવવા નથી, પણ ડરી-ડરીને જીવવું નથી, તેવો સંકલ્‍પ કરવો જ પડશે. ધર્મના નામે ગતકડાં ચલાવનારા સામે પણ લાલ આંખ કરવી પડશે. શંખનાદની રાહ ન જુઓ

(12:06 PM IST)