<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

તનાવ વચ્‍ચે જાતિના મુદ્‌ાની હાઉક્‍્‌લી!

સરહદી ગરમાવાની સ્‍થિતિમાં મોદી સરકારે મોટો રાજકીય નિર્ણય કરી નાખ્‍યો

 પહેલગામમાં ત્રાસવાદી હુમલા બાદ ભારત-પાક. સરહદે જબ્‍બર તનાવની સ્‍થિતિ છે. ગમે ત્‍યારે ભારત મોટું ઓપરેશન કરશે, તેવો ફફડાટ પાકિસ્‍તાનને છે. નિષ્‍ણાતો યુધ્‍ધ જેવી સ્‍થિતિ સર્જવાની આશંકા વ્‍યકત કરે છે સમગ્ર દેશનું ફોકસ આ મુદ્‌ા પર છે. આ સમયે મોદી સરકારે અચાનક આંતરિક રાજનીતિને તીવ્ર અસર કરતો મોટો નિર્ણય કરીને આશ્‍ચર્ય સર્જયુ છે.

અચાનક સરકારે ઘોષણા કરીને જાતિય વસ્‍તી ગણતરી કરવા સરકારે નિર્ણય કર્યો છે. આ મુદ્‌ો મહત્‍વનો છે, સામાન્‍ય નથી. કોંગ્રેસ-ખાસ કરીને રાહુલ ગાંધી જાતિય વસ્‍તી ગણતરી કરાવવા બે વર્ષથી ઝૂંબેશ ચલાવે છે. સરકારે વિપક્ષનો આ મુદ્‌ો સ્‍વીકારવો પડયો છે. રાહુલ ગાંધીને ક્રેડીટ મળે તેવી આ બાબત ગણાય.

જો કે ઘણા રાજકીય સમીક્ષકો માને છે કે, વિપક્ષનો મુખ્‍ય મુદ્‌ો લઇને સરકારે વિપક્ષની હવા કાઢી નાખી છે. અમુક રાજકીય સમીક્ષકો કહે છે કે, હિન્‍દુત્‍વમાં ફાટા પડાવવાના ઉદ્‌ેશથી રાહુલે દલિત વર્ગને અલગ કરવા આ મુદ્‌ે ઝૂંબેશ આદરી હતી. ઝૂંબેશ અસરકારક રહી છે. આ કારણે સરકાર અને ભાજપ પરેશાન હતા. વિપક્ષનો મુદ્‌ો સ્‍વીકારવો પડે તેમ હતો. આવું કરે તો રાહુલ પાવરફૂલ સાબિત થઇ જાય. મોદી સરકાર સામે આ કપરી સ્‍થિતિ હતી. હાલ સરહદી તનાવ પર જ લોકોનું અને મીડિયાનું ફોકસ છે ત્‍યારે જ જાતિ વસ્‍તી ગણતરીની ઘોષણા કરી તેનું કારણ એ છે કે, આ મુદ્‌ે લાંબા સમય સુધી ચિત્રમાં રહી ન શકે.

બન્‍યુ પણ એવું જ થોડી ચર્ચા બાદ જાતીય વસ્‍તી ગણતરીનો મુદ્‌ો અલોપ  થઇ ગયો અને ફરીથી દેશનું ફોકસ સરહદી તનાવ પર આવી ગયું તનાવની સ્‍થિતિમાં પણ મોદી સરકારે રાજકીય સ્‍માર્ટ વર્ક કર્યાનું ચિત્ર ઉભરે છે.

જાતિ વસ્‍તી ગણતરી થાય તે બાબત વાંધાજનક નથી. ભારત વૈવિધ્‍ય વસ્‍તી ધરાવતો દેશ છે. વિવિધતા  આપણું ગોૈરવ છે. આ વૈવિધ્‍ય અંગેના ડેટા વસ્‍તી ગણતરી દરમિયાન બને તે બાબત આવકાર્ય જ ગણાય. ડેટા મળે, પણ મળ્‍યા પછી એ ડેટાને કેવા દૃષ્‍ટિકોણથી જોવામાં આવે છે, તે મહત્‍વનું છે. ડેટાના ઉપયોગથી સામાજિક કલ્‍યાણક્ષેત્રે ક્રાંતિ પણ થઇ શકે છે. ડેટાના આધારે વિકાસની પરફેકટ યોજનાઓ પણ બની શકે છે.

જો કે ડેટાને માત્ર ને માત્ર રાજકીય દૃષ્‍ટિકોણથી જ ઉપયોગ કરવામાં આવે તો એ બાબત સમાજ અને દેશ માટે ખૂબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. ભારતમાં સોૈથી મોટી સમસ્‍યા એ છે કે, દરેક બાબતને રાજકીય દૃષ્‍ટિકોણથી જોવામાં આવે છે. વસ્‍તી ગણતરીમાં ડેટાનો પણ આવો ગેરઉપયોગ થાય તેવી આશંકા અસ્‍થાને નથી. સમગ્ર બાબત મોદી સરકારના અને વિપક્ષના વલણ પર નિર્ભર છે.

(11:33 AM IST)