News of Saturday, 10th May 2025
ભૂગોળ બદલાય, ઇતિહાસ સર્જાય
ભારતની તાકાતના પ્રદર્શનથી પડોશમાં મોટી નવા જૂની થવાના એંધાણ
ભીષણ યુધ્ધ જેવા માહોલમાં પણ ભારતીયોની મોજ અકબંધ રાખનાર ભારતીય સૈન્ય ને સરકારનો આભાર.. ગુરુવારની રાત્રીએ પાકિસ્તાન પર મોનનું ભયાવહ તાંડવ કર્યા બાદ સવારે ભારતે ઘોષણા કરી કે ઓપરેશન સિંદૂર ચાલુ જ છે અને ધ્યેય પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલશે.
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન સૈન્ય શકિતમાં અને શસ્ત્ર સરંજામમાં અતિ નબળું પૂરવાર થયું છે. પાકિસ્તાને ભારત પર સતત આક્રમણો કર્યા પણ ખાસ કંઇ ઉકાળી ન શકયા ભારતના હુમલા રોકી પણ ન શકયા. પાકિસ્તાને અતિ સંરક્ષિત સ્થાનો પર પણ ભારતે હુમલા કર્યા હતા.
આટલું નુકસાન વેઠયા બાદ પણ આશ્ચર્ય છે કે, પાકિસ્તાની નેતાઓ અને સૈન્ય વટથી ફિશિયારી મારતા રહયા છે. હજુ પાકિસ્તાન પાસે કંઇક શકિત હોવાનું ઘણા માને છે, પરંતુ પાકિસ્તાનના マદય જેવા સ્થાનો પર ભારત તીવ્ર હુમલા કરતું હતું ત્યારે પાકિસ્તાને પોતાની છૂપી શકિત કેમ વાપરી નહી? આવા પ્રશ્નના જવાબ નિષ્ણાતો પાસે નથી.
ભારતે અકલ્પનીય પ્રદર્શન કરીને પાકિસ્તાનને રીતસર ધમરોળી નાખ્યું છે. ખૂણે-ખૂણે વિસ્ફોટો કર્યા છે. આ અકલ્પનીય એકશન બાદ એક કલ્પના સાકાર થાય તેવી આશા જાગી છે. પાકિસ્તાનનું ભૂગોળ બદલાઇ જાય અને ઈતિહાસ રચાઇ જાય તેવા સંજોગો નિર્માણ થઇ રહયા છે.
ગુરુવારે રાત્રે પાકિસ્તાન પર ભારતીય સૈન્યનું તાંડવ ચાલતું હતું. ત્યારે પાકિસ્તાનના વિસ્તાર બલુચીસ્તાનમાં લોકોએ પોતાના જ દેશ સામે નિર્ણાયક હળવો કરીને પાક. આર્મીની ચોકીઓ પર કબ્જો જમાવ્યો હતો. બલુચીસ્તાન નો દાવો છે કે, પોણા ભાગના બલુચીસ્તાનમાંથી પાક. સૈન્યને ખદેડી નાખ્યું છે. ચોકીઓ પર પોતાના ધ્વજ લગાવીને અલગ દેશની માન્યતા આપવા યુએન પાસે માંગણી કરી છે.
બલુચીસ્તાનના લોકોને ભારતની હુંફ હોય તેવું સ્પષ્ટ લાગી રહયું છે. બલુચીસ્તાન અંગે વર્ષોથી લડત ચાલે છે. આ વખતે બલુચ અલગ રાષ્ટ્ર બની શકે તો પાકિસ્તાનનો નકશો બદલાઇ જાય. આવું શકય બને તો ભારતના પરાક્રમ ઇતિહાસનું સુર્વણપૃષ્ઠ સર્જાઇ જાય પાકિસ્તાનના કટકા થઇ જાય અને તેના ગણિત ગોટે ચઢી જાય.
નિષ્ણાતો એવું પણ માને છે કે, પીઓકેમાં પણ મોટો બદલાવ આવી શકે છે. આ વિસ્તાર પણ ભારતનો હિસ્સો બની શકે છે. આવું સંભવ બનશે તો પાકિસ્તાનને સોૈથી મોટો તમાચો ગણાશે.
ભારત માટે ઉત્તમ તક છે. નિર્ણાયક કદમ ઉઠાવી શકે છે. મોદી સરકાર નક્કર રણનીતિ અને લાંબાગાળાના આયોજનો માટે શ્રેષ્ઠ પુરવાર થઇ છે. પાકિસ્તાનનું ભૂગોળ બદલીને ઇતિહાસ રચેતો મોદી આભાને ચાર ચાંદ લાગી જશે. (૩.૨)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
