<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

અંદર પણ સિંદૂર જેવું ચલાવો

ભારતને પરેશાન કરનારા માત્ર સરહદ પાર જ નથીઃ કોંગ્રેસે કેટલાં આતંકી હુમલાના બદલા લીધા?

 

 

  પહેલગામમાં એક ત્રાસવાદી હુમલાના બદલામાં પાકિસ્‍તાન ખેદાન-મેદાન થઇ ગયું. પાકિસ્‍તાન એકપણ સટિક હુમલો કરી ન શકયું અને ભારતનો એક પણ હુમલો રોકી ન શકયું એરબેઇઝથી માંડીને એક સિકયુરિટી સિસ્‍ટમ તથા દેશની આબરું વગેરે સ્‍વાહા થઇ ગયા છે. ભારતે રીતસર તાકાતનું તાંડવ સર્જયુ હતું. અપેક્ષા એવી હતી કે પાકિસ્‍તાનના કટકા થઇ જાય, પણ ભારતે પાકિસ્‍તાનની આજીજી બાદ પોતાની શરતે યુધ્‍ધ વિરામ કર્ર્યું છે. એક આતંકી હુમલાને પણ યુધ્‍ધનું એલાન માનીને પ્રહાર કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, ઓપરેશન સિંદૂર પુરું થયું નથી.

ભારતીય સરકાર અને સૈન્‍યએ વીરરસભર્યા પરાક્રમો કરીને દેશને ગોૈરવવંતી સ્‍થિતિમાં મૂકયું છે. આ અભિનંદનીય પરાક્રમ છે. ભારતના મિજાજ અને ભારતની તાકાતથી દુનિયા દંગ બની ગઇ છે. જો કે હજુ તો યુધ્‍ધ વિરામ અંગે રવિવારે સવારે બેઠક ચાલતી હતી. ત્‍યાં ભારતની રાજકીય જીવાતો ખેલ નાખવા લાગી.

આ બાબત સ્‍પષ્‍ટ દર્શાવે છે કે, ભારતને પરેશાન કરનારા તત્‍વો માત્ર સરહદ પાર જ નથી, સરહદની અંદર પણ ઘણા છે. ઓપરેશન સિંદૂર જેવું થોડું દેશની અંદર પણ ચલાવવું અનિવાર્ય બન્‍યું છે. દેશમાં આંતરિક માનસિકતામાં પણ બદલાવ લાવવો જરૂરી છે.

પ્રંચડ-ગોૈરવવંતા અને ઐતિહાસિક પ્રહારો કરીને દેશને ગોૈરવ અપાવનાર સૈન્‍ય અને સરકારને અભિનંદન આપવાને બદલે મુખ્‍ય વિપક્ષ કોંગ્રેસે યુધ્‍ધ વિરામ સામે સવાલો ઉઠાવીને માહોલને રાજકીય વળાંક આપવા ખેલ આદર્યા હતા. રાજકીય-બિનરાજકીય જીવાતો પણ સ્‍થિતિની ગંભીરતા જાણ્‍યા વગર બેફામ નિવેદનો કરવા લાગ્‍યા હતા.

ભારત આઝાદ થયું ત્‍યારથી નિરંતર-ભયાવહ આતંકી દેશમાં મોટાભાગે કોંગ્રેસનું શાસન હતું. લોહિયાળ-શ્રેણીબધ્‍ધ હુમલા થયા બાદ કોંગી શાસકોએ ત્રાસવાદીઓ સામે કેટલા બદલા લીધા? ત્રાસવાદીઓને સાહેબ-સાહેબ કરતા હતા અને પાકિસ્‍તાન સાથે દોસ્‍તી માટે મંત્રણા કરતા હતા. મોદી સરકારે એક ત્રાસવાદી હુમલાના બદલામાં પાકિસ્‍તાન પર રીતસર આક્રમણ કરીને આતંકી અડ્ડાઓ અને આતંકીઓના ફૂરચા ઉડાવી દીધા છે.

ભારતની ધાક છવાઇ ગઇ છે. હજુ પણ આ વિરામ છે, પુરું નથી થયું. પાકિસ્‍તાન તરફથી સળી થશે તો કાળનું તાંડવ શરૂ થઇ જશે. આ વખતે ચીન પણ ચિંતન કરવા મજબૂર બન્‍યું છે. ભારતીય તાંડવમાં પાકિસ્‍તાનની ચાઇનીસ સિસ્‍ટમોના ફૂરચા ઉડી ગયા છે. ચીની શસ્‍ત્રો-સિસ્‍ટમ્‍સ ફટાકડા જેવા પુરવાર થયા છે. ચીનની બ્રાન્‍ડ વેલ્‍યુની વેલ્‍યુ ઘટી ગઇ છે. ચીનના સહારે રહેલું પાકિસ્‍તાન પુરેપુરું બરબાદ થઇ ગયું છે. ભારતમાં વિલન જેવી જીવાતો દેશમાં નકારાત્‍મક માહોલ બનાવે છે. આ જીવડાને સિંદૂરની ઝલક મળવી જોઇએ.

(10:21 AM IST)