તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 13th May 2025
નહિ સુધરે પાપીસ્તાન
બરબાદીને વિજય ગણાવીને પાકિસ્તાન ઉત્સવ ઉજવે છે!
સરહદે શાંતિ થઇ ગઇ છે. ભારતમાં જનજીવન રાબેતા મુજબ શરૃ થઇ ગયું છે. શેરબજારે તેજી સાથે સૈન્ય કાર્યવાહીને આવકાર આપ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની મંત્રણા ચાલી રહી છે. ભારતના સશસ્ત્ર તાંડવથી પાકિસ્તાનમાં બરબાદીના દૃશ્યો સર્જાયા છે.
જો કે પાકિસ્તાનની નકારાત્મક વૃતિમાં કોઇ ફેરફાર થયો હોય તેમ લાગતું નથી. બરબાદી છતાં ભારતને નુકસાન કર્યાનો પ્રચાર કરીને પોતે જીત્યાનો અને ભારતને ડરાવ્યાનો પ્રચાર કરીને પાક. સરકારે દેશમાં જશ્ન મનાવવા એલાન કર્યુ હતું.
દુનિયા આખીએ જોયુ કે, પાકિસ્તાનના ડ્રોન કે મિસાઇલ ભારતમાં ઘુસી શકતા ન હતા અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ્સ ભારતના એકપણ હુમલાને રોકી શકતી ન હતી. પાકિસ્તાનના એરબેઈઝથી માંડીને મહત્વના સ્થાનો પર ભારતે નિશાન બનાવીને ખાના ખરાબી સર્જી દીધી છે. પાકિસ્તાને સરહદ પર ગોળીબારો કરીને સામાન્ય લોકોના મકાનોને નુકસાન કર્યુ છે.
આ બધું વિશ્વએ જોયું છે, છતા પાકિસ્તાન સરકાર અને સૈન્ય પોતાના દેશમાં અવળો પ્રચાર કરીને જશ્ન મનાવે છે. વાસ્તવમાં આ બરબાદીનો ઉત્સવ છે. એમને જે કરવું હોય તે કરે, પણ ભારતને લાગેવળગે છે ત્યાં સુધી તારણ એ નીકળે છે કે, પાકિસ્તાને જડબાતોડ પ્રત્યુત્તર મેળવ્યા બાદ પણ તેની રાક્ષસી અને નકારાત્મક વૃતિમાં જરાપણ ફેરફાર નથી થયો.
આ દેશ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી પાકિસ્તાનમાં ત્રાસવાદી ટોળા અને સૈન્ય સરકારના કાબૂમાં નથી. આ લોકો અશાંતિનો વ્યવસાય કરે છે. ભારતનો માર ખાધા બાદ પણ પોતાની દુકાન બંધ કરે તેવા સંજોગો નથી.
ભુતકાળમાં ત્રાસવાદી હુમલાના જવાબ ભારતે એરસ્ટ્રાઇક અનુ સર્જિકલ સ્ટ્રાઇકથી જવાબ આપ્યા હતા. આ કાર્યવાહી બાદ પાકિસ્તાન તરફથી ત્રાસવાદી પ્રવૃતિ ધીમી પડી હતી, પણ બંધ થઇ ન હતી. ઓપરેશન સિંદૂરથી ત્રાસવાદીઓ ઉપરાંત તેના બોસ સૈન્યને પણ ભારતના મિજાજ અને તાકાતનો અનુભવ કરાવ્યો છે. આશ્ચર્યએ છે કે, સરહદે ગોળીબારો ચાલતા હતા ત્યારે પણ પાકિસ્તાને ત્રાસવાદીઓને ઘુસાડવા પ્રયાસો કર્યા હતા.
પાકિસ્તાન સખણુ બેસે તેવા લક્ષણો દેખાતા નથી. ભારતે સજાગ રહેવું પડે તેવી સ્થિતિ છે. પાકિસ્તાન વાસ્તવમાં પાપીસ્તાન છે. જો કે પાપનો ઘડો હવે છલકાઇ ગયો હોય તેમ લાગે છે. ભારતે સ્પષ્ટ નીતિ જાહેર કરી છે કે, ત્રાસવાદી છમકલાને પણ યુધ્ધનું એલાન ગણીને પાકિસ્તાન પર પૂરી તાકાતથી આક્રમણ કરાશે. પાક સરકાર અને સૈન્યના નિવેદનો જોતા શાસ્ત્રનું એક વાકય યાદ આવે છે, વિનાશ કાળે વીપરીત બુધ્ધિ...
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
