સોશિયલ મીડિયાના નશાથી ચેતજો..
જાસૂસીકાંડઃ જયોતિથી માંડીને અનેક બબૂચકોની જિંદગી સામે સવાલો સર્જાયાઃ હવામાં ઉડવું ભારે પડયું
નામ બન્ની. કોઇ ખાસ વિશેષતા કે ઓળખ નહિ. કંઇક કરી દેખાડવાનો ઢઢ્ઢો હતો, પણ મહેનત કે ધૈર્યનો અભાવ. આ માણસ સોશિયલ મીડિયાના રવાડે ચઢયો, રાતોરાત ફેમસ બનવાની લ્હાયમાં ગુન્હોખોરી જેવા ધંધાના રવાડે ચઢી ગયો અને પકડાઇ ગયો.
સોશિયલ મીડિયા થકી ફેમસ- પૈસાદાર થઇ જવાના રવાડે કેટલાક ચઢ્યા છે, આવા ટોળા માટે ચેતવણીરૃપ અનેક ઘટનાઓ બની રહી છે. જિંદગી નંદવાઇ રહી છે. અકલ્પનીય ગુન્હાના ભાગીદાર બની જવાય છે. બન્ની ગજેરાઓ ઓછા થવાને બદલે વધતા જાય છે.
સ્થાનિક સ્તરથી રાષ્ટ્રીયસ્તરે હાલ સોશિયલ મીડિયાના બબૂચકો ચર્ચામાં છે. હરિયાણાની જયોતિ મલ્હોત્રાની વાત જાણો. આ યુવતી પણ વિશેષ લાયકાત કે ઓળખ ધરાવતી ન હતી. પ્રસિધ્ધિ- પૈસા માટે સોશિયલ મીડિયાનો માર્ગ લીધો જયોતિ થોડી ફેમસ થતા હવામાં ઉડવા લાગી. પ્રસિધ્ધિ પચાવવાની ત્રેવડ-સમજ ન હતી. થોડી ઓળખાણો થઇ તો પોતાને કાયદાથી ઉપર સમજીને ભાન ભૂલી ગઇ.
જયોતિ મલ્હોત્રાના સંપર્ક વધતા ગયા અને બેફામ બનતી ગઇ. પ્રસિધ્ધિમાં અંધ જેવી બની ગયેલી જયોતિ પાકિસ્તાની જાસૂસોની જાળમાં ફસાઇ. પાકિસ્તાન, ચીન સહિતના દેશોમાં જઇને વટથી કિલપ બનાવતી. તેમને પાકિસ્તાનમાં વિશેષ સુવિધા મળતી હતી. યુ-ટ્યુબર જયોતિ જાસૂસીના આરોપમાં ઝડપાઇ અને ભારતમાં આવા સોશિયલ મીડિયાના બબૂચકોની જાસૂસી ગેંગનો પર્દાફાશ થયો.
જયોતિના ચક્કરમાં ફસાઇ ગયેલા દેવેન્દ્ર, નોમાન, અરમાન, તારીફ, ગજાલા, યામીન, હરકીતર, શહેઝાદ વગેરે ઝડપાઇ ગયા છે. જાસૂસી એટલે કે દેશદ્રોહનો ભયાનક આરોપ છે.
પ્રસિધ્ધિની લ્હાયમાં દેશ સામે ગદરીનો ટ્રેક કયારે પકડાઇ ગયો તેની આ ટોળકીને ખબર ન રહી. તેમની હવેની જિદંગી કેવી હશે? સોશિયલ મીડિયાના કારણે માત્ર આ ટોળકીની જ નહિ, તેના પરીવારની જિંદગી સામે પણ સવાલો સર્જી દીધા છે. મોટા ભાગના ગદરોના સ્વજનો નિર્દોષ હશે, અઘરું થઇ ગયું છે. જયોતિ પાકિસ્તાન-ચીન વગેરે દેશોમાં ગઇ તેનો ખ્યાલ પણ પિતાને નથી.
કિલપમાં દેખાતી જિંદગીઓ વાસ્તવિક નથી હોતી. તેને જોઇને રવાડે ન ચઢાય. માનો કે સોશિયલ મીડિયા થકી પ્રસિધ્ધ કે પૈસાદાર થઇ ગયા પછી પણ પ્રસિધ્ધિ પચાવવાની ત્રેવડ ન હોય તેવા કેટલાય બબૂચકોએ જીવન ટૂંકાવી દીધા છે. બન્ની જેવા ઘણા હજુ હવામાં ઉડે છે. ગઇ કાલે જામનગર રોડ પર કિલપની લ્હાયમાં બાઇક પર સ્ટંટ કરનાર ટોળકીમાંએકની જિંદગી નંદવાઇ ગઇ..
રવાડે ન ચઢો. જિંદગી અમુલ્ય છે, જીવનને રમત ન સમજો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
