<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ટેસ્‍લાને ટેસડા.. દ્રષ્‍ટિકોણ કેળવો

કોઇ મહાબ્રાન્‍ડ ભારત પર ઉપકાર નથી કરતીઃ ઝૂકીને કે ઝૂકાવીને વ્‍યવસાય ન થાય

વિશ્વભરમાં યુધ્‍ધનો ઉન્‍માદ છવાયેલો છે. મોટાભાગના યુધ્‍ધ સર્જિત વિવાદોના પાયામાં આર્થિક દૃષ્‍ટિકોણ રહેલો છે. મૂડીવાદી યુગમાં અર્થતંત્ર જ મહત્‍વનું બની ગયું છે. આ માહોલમાં ભારત વિશ્વની ચોથી આર્થિક સત્તા બનીને ઉભર્યુ છે, એ સામાન્‍ય બાબત નથી. હજુ તો ભારતે દોડવાનું શરૂ કર્યુ છે, આર્થિક છલાંગ અકલ્‍પનીય હોઇ શકે છે.

 આ સ્‍થિતિમાં ગઇકાલે કેન્‍દ્રિય પ્રધાન કુમાર સ્‍વામીએ ખૂબ મહત્‍વની  બાબત જાહેર કરી કે ભારત ઇલેકિટ્રક કારનું વૈશ્વિક હબ  બનવા માટે આયોજન કરે છે. આ આયોજન અંતર્ગત મહાકાય બ્રાન્‍ડ ટેસ્‍લા ભારતમાં માત્ર શો-રૂમ બનાવશે, ઉત્‍પાદન અન્‍યત્ર કરશે.

આર્થિક વિકાસ માટે ભારત દોટ મૂકે છે. વિશ્વભરના નાના-મોટા અને મહાકાય વ્‍યવસાયીઓ ભારત તરફ આકર્ષાય તેવી નીતિ અને રણનીતિ ભારતે બનાવી છે. અનેક નામ કંપનીઓ ભારતમાં સક્રિય થઇ ગઇ છે. આર્થિક દૃષ્‍ટિકોણથી ભારત દુનિયાને તાકાતનો પરચો દેખાડે છે આપણે સફળતા તરફ જઇએ છીએ.

આ મહત્‍વના સમયે ભારતનો દૃષ્‍ટિકોણ મહત્‍વનો બનવો જોઇએ વૈશ્વિક કંપનીઓને માટે સ્‍પષ્‍ટ વિચાર અનિવાર્ય છે. મોટી બ્રાન્‍ડ દેશમાં સક્રિય થાય એ આપણા, પરંતુ સ્‍પષ્‍ટ વિચાર હોવો જોઇએ કે- કોઇ કંપની ભારતમાં આવીને આપણા પર ઉપકાર કરતી નથી. જેમ ભારતને આર્થિક વિકાસ માટે કંપનીઓની જરૂરત છે તેમ કંપનીઓને પણ વ્‍યવસાયી મજબૂતી અને વિકાસ માટે ભારત ની જરૂર છે. કંપની કે ભારત બંને એક-બીજા પર ઉપકાર કરતા નથી.

તાજેતરમાં અમેરિકાએ એપલ જેવી બ્રાન્‍ડને અમેરિકામાં જ ઉત્‍પાદન કરવા ટેરિફની ધમકી આપી હતી. વ્‍યવસાયો ખેચવા માટે વિશ્વભરના દેશો આવા કાવાદાવા કરતા રહે છે. જે ભારતની દૃષ્‍ટિએ યોગ્‍ય ન હોવા જોઇએ.

ભારતનો સ્‍પષ્‍ટ દૃષ્‍ટિકોણ હોવો જોઇએ કે શુધ્‍ધ વ્‍યવસાય અને આર્થિક વિકાસ ઝૂકીને કે ઝૂકાવીને ન થાય. વ્‍યવસાય ઉત્‍પાદક અને ગ્રાહક તથા માધ્‍યમ ત્રણેયના હિતના બેલેન્‍સ જળવાય ત્‍યાં જ શકય બને.

ભારત બાંધછોડ કરીને ઝૂકીને કે ઝૂકાવીને આજીજી કરીને કે કરાવીને આર્થિક મહાસત્તા બનશે તો એ મહાપણું તકલાદી હશે આ કારણે ભારતનો આર્થિક દૃષ્‍ટિકોણ અતિ મહત્‍વનો ગણાશે.

અમેરિકા આર્થિક મહાસત્તા છે જ, પણ દૃષ્‍ટિકોણનો અભાવ છે. પાંચ-દશ બ્રાન્‍ડ-કંપનીઓ અમેરિકા છોડી દે તો મહાસત્તાની દશા બગડી જાય તેમ છે. આ કારણે ભારતે આજીજી-ધમકી કે ઉપકાર-અપકારના દૃષ્‍ટિકોણ છોડીને ઉત્તમ પ્રકારનો વ્‍યવસાયી માહોલ સર્જવા પ્રયાસ કરવો જોઇએ. કોઇ બ્રાન્‍ડ ભારત પર ઉપકાર કરતી નથી અને દેશ પણ...  

(10:27 AM IST)