News of Thursday, 12th June 2025
ટ્રમ્પ અમેરિકાને ભારે પડયા..
મગજ વગરના નિર્ણયો, વિચિત્ર નીતિ... લાલુ બ્રાન્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ
રશિયા- યુક્રેન યુધ્ધ હોય કે ભારત-પાકિસ્તાન તનાવ હોય, ટ્રમ્પ પોતાના પાવરથી જસ ખાટવા ગયા, પણ કંઇ ઉપજયું નહિ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને વિશ્વના શાંતિદૂત ગણાવવા મથતા હતા, હાસ્યાસ્પદ જેવા બની ગયા. દશા એવી બની ગઇ કે અમેરિકામાં હિંસા-અરાજકતા ફાટી નીકળી તેને કાબૂ કરવામાં પણ ટ્રમ્પ સમર્થ દેખાતા નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જગત જમાદાર ગણાતા હતા. આખા વિશ્વમાં તેની ધાક હતી. વર્ષો સુધી અમેરિકાનું સામ્રાજય રહયું હતું. હવે અમેરિકા હાસ્યસ્પદ બની રહયું છે. ટ્રમ્પ હજુ પોતાને જગત જમાદાર જ માની રહયા છે. જો કે અમેરિકામાં પણ તેનું નેતૃત્વ પચ્યુ નથી.
ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે પણ અચાનક ટ્રમ્પની એન્ટ્રી થઇ અને યુધ્ધ વિરામનો જસ ખાટવા લાગ્યા. આ મુદ્ે ભારતના રાહુલ ગાંધીઓ હજુ પણ સરકારને અને સૈન્યને ઘેરી રહયા છે. વર્તમાન સમયમાં ટ્રમ્પની માનસિકતા સામે અમેરિકાના કેલિફોર્નિયા સહિતના પ્રાંતોમાં હિંસક ટોળા નીકળી પડયા છે.
અમેરિકા જેવા દેશમાં હિંસા-આગજની-તોડફોડ-લૂટફાટ વગેરે બેકાબૂ બની રહયા છે. શહેરમાં કર્ફયુ લગાવવા પડયા છે. હિંસક ઘટનાઓ વિસ્તરી રહી છે. ટ્રમ્પ સરકાર ઊંધા માથે થઇ છતાં સ્થિતિ હજુ કાબૂમાં આવી નથી. વિશ્વના શાંતિદૂત બનવા નીકળી પડેલા ટ્રમ્પ અમેરિકામાં પણ શાંતિ સ્થાપિત કરી શકતા નથી.
ભારત સરકાર વિરોધી મીડિયા અને વિપક્ષ સરકારને ભીંસમાં લેવા વિચિત્ર ગતકડાં કરે છે. તાજેતરમાં એક ભારતીય છાત્રને હાથકડી પહેરાવીને અત્યાચાર ગુજાર્યાનો મુદો ભારતીય મીડિયામાં ચાલી રહયો છે. અમેરિકામાં ભારતીયો પર અત્યાચાર સામે મોદી સરકારનું કંઇ ઉપજતું નથી? તેવા સવાલો વિપક્ષ દ્વારા ઉઠે છે.
આ મુદ્ો એટલે વિચિત્ર છે કે ભારતમાં અસંખ્ય ભારતીયો દરરોજ કમોતે મરે છે, સતત અત્યાચારો થાય છે, આ રિયલ સ્થિતિ છે. મીડિયા કે વિપક્ષને કંઇ પડી નથી. વિદેશમાં ભારતીય પરેશાન થાય તો આ જમાતનો જીવ બળવા લાગે છે. મોદી સરકારને ભીડવવાના રિયલ મુદ્ાની અછત નથી. આવા મામલામાં વિપક્ષ કે કોઇ મીડિયા કંઇ બોલતા નથી. ઓપરેશન સિંદૂર, ટ્રમ્પની ભૂમિકા, સૈન્ય સામે શંકા, વિદેશમાં ભારતીયોની દશા વગેરે જેવા વિચિત્ર મુદ્ાઓ લઇને મેદાનમાં આવે છે.
ટ્રમ્પને ખોળે બેસીને રાજનીતિની મોજ કરવા ગયેલો વિપક્ષ આજના અમેરિકા પર નજર કરશે તો ભારતની દશા અમેરિકા કરતા વધારે સારી દેખાશે. આવું દૃશ્ય જોવા માટે શરત એક જ છે કે, વિપક્ષે રાજનીતિના ચશ્મા ઉતારીને જોવું પડે. ટ્રમ્પને અમેરિકા પણ પચાવી શકયું નથી. (૩.૨)
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
