News of Friday, 27th June 2025
આંતરિક આક્રમકતા પણ જરૂરી
ચીનમાં જઇને ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું: જડબાતોડ જવાબ આપવા ચીમકી આપીઃ ભારતમાં રહેલા છૂપા દુશ્મનોને પણ પાઠ ભણાવવો જરૂરી
પં.બંગાળમાં ધારાસભાની પેટા ચૂંટણીમાં ભાજપે અતિ મહેનત કરી હતી. છતા તૃણમુલ ઉમેદવાર જીત્યા. ભાજપે આક્ષેપ કર્યો કે, મૂળ બાંગ્લાદેશીના કારણે મમતાના પક્ષનો વિજય થયો છે.
વિદેશીઓની ઘુસણખોરી દેશ માટે અતિ ગંભીર અને સુરક્ષા માટે જોખમી પ્રશ્ન છે. ઘુસણખોરોનો મુદ્ે કેન્દ્ર સરકારને લગતો છે. માત્ર પ. બંગાળમાં જ નહી, મોદીજીના ગુજરાતમાં પણ બાંગ્લાદેશીઓ ગામ વસાવવાના ખેલ કરે છે. આ સામે ભાજપી મોરચાની કેન્દ્ર સરકાર પૂરી તાકાતથી કેમ સક્રિય નથી?
તાજેતરમાં ચીનમાં યોજાયેલી એસ.સી.ઓ. બેઠકમાં ચીનની હાજરીમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ખખડાવી નાખીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, આતંકી સળી થઇ તો ભારત પ્રચંડ હુમલાઓ કરશે. ભારતનું આ વલણ સ્પષ્ટ છે અને સાચી દિશામાં છે.ભારતે મોદી યુગમાં દુનિયાને આક્રમકતાનો પરિચય આપ્યો છે. આતંકી હુમલાના જવાબમાં ભારતે મિસાઇલ-ડ્રોન મારો કરીને ખળભળાટ મચાવ્યો હતો. ઓપરેશન સિંદૂર હજુ ચાલુ જ છે. તેવી સ્પષ્ટ વાત મોદી સરકારે દુનિયાને જણાવી દીધી છે.
ભારતની આઝાદી બાદ આટલી નક્કર અને આક્રમક નીતિ પ્રથમ વખત અપનાવવામાં આવી છે. અત્યાર સુધી બિહામણા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન સાથે દોસ્તી કરવા મજબૂર બનતું હતું. ભારતની આક્રમક નીતિના કારણે આતંકી હુમલામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચમત્કાર વગર નમસ્કાર નહિ, આ કહેવત સાચી પડી છે.
જો કે આશ્ચર્ય એ છે કે, ભારત બાહયરૂપે મજબૂત થઇ રહયું છે. પરંતુ આંતરિક ખોખણપણું દુર થતું નથી. આ સામે આક્રમક રણનીતિ પણ દેખાતી નથી.
ભારતમાં ખુણે-ખૂણે ભારત વિરોધીઓ ધબકતા હોવાના પુરાવારૂપ સમાચારો લગભગ દરરોજ ચમકતા રહે છે. દેશમાં જ વિરોધી તાકાતો હોય તો દેશ કેમ મજબૂત બની શકે? અન્યત્ર તો ઠીક, મોદીજી અને શાહના ગુજરાતમાં જ બાંગ્લાદેશી ઘુસણખોરોથી માંડીને વિધર્મી શંકાસ્પદ તાકાતો સક્રિય છે. ગુજરાત સરકાર મોટી-મોટી વાતો કરે છે. પણ બાંગ્લાદેશ ઘુસણખોરોએ ગાંધીનગર પાસે આખું ગામ વસાવીને અડ્ડા જમાવ્યા હતા. હજુ પણ શંકાસ્પદ તત્વો રાજયભરમાં ઝળકે છે.
ગુજરાતમાં આ સ્થિતિ હોય તો દેશની દશા કેવી હશે? શંકાસ્પદ તત્વો સામે આક્રમક નીતિ કેમ અપનાવતી નથી?
આવા તત્વો દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. દેશભરમાં નિર્ણાયક ઓપરેશનો જરૂરી છે. કમ સે કમ ગુજરાતમાં તો મોદીજી- શાહે શુધ્ધિકરણ આદરવું જ જોઇએ. આ માટે હર્ષભાઇઓ ટૂંકા પડશે, પ્રથમ સરકાર અને પક્ષ ને શુધ્ધ - મજબૂત કરવા પડશે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
