News of Monday, 7th July 2025
ભાજપ સામે ભાજપનો બાટલો ફાટ્યો !
સોૈરાષ્ટ્રની અવદશાથી ભાજપીઓ જ ત્રાહીમામ થયા : ઇટાલીયા કરી શકે એ અન્ય ધારાસભ્યો કેમ ન કરી શકે ?
સોૈરાષ્ટ્રના ભાજપ - કોંગ્રેસના ધારાસભ્યોને ખુદના પાવરનું કદાચ ભાન નહિ હોય. તાજા - માજા ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયાએ તાકાત દેખાડી છે. લોકોના પ્રશ્ને લોકોને સાથે રાખીને સક્રિયતા દાખવી ે ગોપાલભાઇ અને અધિકારીઓ તથા ચૂંટાયેલા પદાધિકારીઓને દોડતા થવું પડયું છે. વિસાવદર મીડિયામાં ચમકતું થઇ ગયું છે. વિસાવદરથી પણ બદહાલત સોૈરાષ્ટ્રભરના ગામોની છે. એક પણ ભાજપી ધારાસભ્ય અવાજ ઉઠાવતા નથી. ઇટાલીયાની સક્રિયતાના કારણે ભાજપી નેતાઓના નાક કપાઇ રહયા છે.
નેતાઓના રહસ્યમય મોૈનથી ભાજપના જ લોકનિષ્ઠ કાર્યકરો અને નેતા ઓના બાટલા ફાટ્યા છે. સમાચારો પ્રમાણે પોતાના વિસ્તારની અવદશા અને ભાજપની નિષ્ક્રિયતાના કારણે રાજકોટના વોર્ડ - ૧૨ માં ભાજપી કાર્યકરે જ રાજીનામુ આપીને પક્ષ વિરૂધ્ધ નારાજગી વ્યકત કરી છે. કોટડા સાંગાણી ગામમાં પણ ભાજપી શાસકો દ્વારા વિસ્તારને થતા અન્યાય સામે ભાજપીઓ જ અવાજ ઉઠાવવા મેદાનમાં આવી રહયા છે.
બીજી તરફ ભંગાર માર્ગો છતાં તોતીંગ ટોલ ટેકસ મુદે ભાજપી ત્રાહીમામ થયા છે. પ્રદેશ ભાજપના અગ્રણી અને DRUCCના મેમ્બર હિરેન જોશીએ સોૈરાષ્ટ્રના માર્ગો રીપેર ન થાય ત્યાં સુધી ટોલટેકસ મુકિત માટે ભુપેન્દ્રભાઇ થી માંડીને નીતિન ગડકરી સુધી રજૂઆત કરી છે. આ રજૂઆત બાદ પક્ષ અને સરકારમાં હિરેનભાઇનું કેટલું ઉપજે છે, તે પણ મપાઇ જશે.
લોકનિષ્ઠા બનીને ખુદના પક્ષ સામે અવાજ ઉઠાવવો એ બિરદાવવા લાયક કાર્ય છે. સવાલ એ છે કે, સોૈરાષ્ટ્રના કોર્પોરેટર્સ, ધારાસભ્યો, સાંસદો પણ લોકોના મતથી જ ચૂંટાયેલા છે. તેમને લોકોની કંઇ પડી નથી ? અધિકારીથી માંડીને સરકાર સુધી કેમ કેસરિયા કરતા નથી ? શરમ આવે છે કે સેટિંગ નડે છે?
લોકોએ પોતાના જ નેતાની ગંભીર નોંધ લેવાનો આ સમય છે. જે ભાજપીઓએ લોકોના મુદ્ે અવાજ ઉઠાવ્યો છે એ તમામ ને અભિનંદન આપી ને એટલું જ કહેવાનું કે, માત્ર ખાડા છે.,તૂટેલા માર્ગો નો જ પ્રશ્ન નથી. સોૈરાષ્ટ્રમાં કાયદાના ધજાગરા ઉડે છે. દારૂની રેલમછેલ ચાલે છે. ગુન્હાખોરો બેફામ છે. અધિકારીઓ મોજે દરિયામાં મસ્ત છે... આવા તમામ પ્રશ્ને પણ લોકનિષ્ઠ ભાજપીઓએ કેસરિયા કરવા જરૂરી છે.
માર્ગો તૂટેલા છે ત્યાં સુધી ટોલટેકસ ન લેવા રજૂઆત કરનાર હિરેનભાઇ ગુજરાત સરકારને રજુઆત કરી શકે છે કે, સોૈરાષ્ટ્રમાં ગેરકાયદે દારૂ વેચાય- પીવાય છે ત્યાં સુધી હર્ષભાઇઓ સોૈરાષ્ટ્રમાં ફિશિયારી મારવા ન આવે. મુખ્ય મંત્રી પણ ઉદઘાટનોથી દુર રહી ને સોરાષ્ટ્રમાં ધ્યાન આપે.. આવી રજૂઆત જોષી નહિ કરે તો ઇટાલીયા કરી દેખાડશે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
