<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

આતંક સામે તાંડવ : શિવત્‍વ જગાવો

જેહાદી રેલા ઘર સુધી પહોંચી ગયા છે : નબળા શાસકો, સબળો પડકાર : શિવત્‍વની તાકાતના પ્રદર્શન જરૂરી

ગેરકાયદે ઘુસી રહેલા ડ્રગ્‍સનો નાશ કરવો એ સારી બાબત છે. કચ્‍છમાં ગુજરાતના ગૃહમંત્રીની ઉપસ્‍થિતિમાં આ કાર્ય થયું.જો કે ગુજરાતમાં ડ્રગ્‍સનું એક  કણ પણ નહિ મળે, તેમ બોલવું અને તેવું કરી દેખાડવું એ પરાક્રમ ગણાય. આવા પરાક્રમો ગુજરાતનું કોઇ નેતુ કરી શકતું નથી. ડ્રગ્‍સ તો દુરની વાત છે. દારૂડિયાતત્‍વો પર પણ  ગુજરાત સરકાર રોફ જમાવી શકતી નથી. અતિ નબળી નેતાગીરીના કારણે દેશ-દુનિયાના ગુન્‍હાખોરો ગુજરાતમાં સક્રિય થઇ ગયાનું અનેક વખત અનુભવાયું છે.

રાજયમાં વિધર્મી- પરપ્રાંતીય શંકાસ્‍પદ પ્રવૃતિ થતી હોવાનો ઉલ્લેખ અનેક વખત થયો છે. પરંતુ રાજયની સરકાર હલબલતી નથી.

અસમર્થતા-નિસ્‍ક્રીયતાના કારણે ગુજરાતમાં આતંકવાદી પ્રવૃતિનો રેલો ઘર સુધી પહોચી ગયો છે. ગુજરાત પોલીસે અલકાયદા નેટવર્કનો પર્દાફાસ કરીને જેહાદીઓને ઝડપી લીધા છે. જેમાં અમદાવાદના ફરદીનનો પણ સમાવેશ થાય છે.

આ ટોળકી સોશિયલ મીડિયાના માધ્‍યમથી જેહાદી પ્રવૃતિ, ફંડિગ, લવજેહાદ વગેરે ફેલાવતી હતી. છેલ્લા પાંચેક વર્ષમાં ગુજરાતમાં લવજેહાદ ની અસંખ્‍ય ઘટનાઓ બની છે. અને હિન્‍દુવાદીનેતાઓથી ભરેલી સરકાર તથા અધિકારીઓ ઊંઘતા રહે છે. લવજેહાદથી માંડી અસંખ્‍ય ગુન્‍હાહિત પ્રવૃતિ વધી ગઇ છે. કયાં સુધી ભોગ બનીશું? કયાં સુધી ફફડીશું?

આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે. ભકતોના ટોળાથી શિવાલયમાં છલકાઇ રહયા છે. ગુજરાતના મુખ્‍યમંત્રી અને પ્રધાનો પણ પોતે ધાર્મિક હોવાની ઇમેજ ઉભી કરે છે.

ધાર્મિક હોવું તે સારી બાબત છે. પણ નમાલાપણુ એ ધાર્મિકતાનું લક્ષણ નથી. ગુજરાતમાં ૯૯ ટકા લોકો- નેતાઓ ધાર્મિક હશે. પણ  રાજયભરમાં રાક્ષસીવૃતિ હાહાકાર સામે કોઇ કંઇ ઉકાળી શકતું નથી મોટાભાગના નેતાઓ અને અધિકારીઓ તો ગુન્‍હાખોરી કે જેહાદો સામે લડવા સક્ષમ દેખાતા નથી. તેથી સેટિંગ કરીને મોજ કરતા હોય તેમ લાગે છે.સવાલ એ છે કે, લોકો શા માટે કારણ વગર સહન કરતા રહે છે? અન્‍યાય સામે અવાજ ઉઠાવવાની ખુમારી કયાં ગઇ? ગુજરાતીઓની ધાર્મિકતા ખુમારી વગરની છે?

શિવજીનું એક લક્ષણ તાંડવનું છે. ભલભલા રાક્ષસોને હણી નાખ્‍યા છે. આતંકના રેલા ઘર સુધી પહોચી ગયા છતાં સહન શા માટે કરાય છે ? નેતાગીરી -અધિકારીઓ ગુન્‍હાખોરો પર તાંડવ ન કરે તો ગુજરાતીઓએ તેને નિર્ણાયક તાંડવ કરવા મજબૂર કરવા જોઇએ.

કરોડોના ડ્રગ્‍સનો નાશ ભલે કર્યો, પણ હવે ગુજરાતમાં ડ્રગ્‍સ કે ગેરકાયદે દારૂ નહિ મળે, તેવું બોલવા ગૃહમંત્રીને ફરજ પાડવી પડશે.

(11:05 AM IST)