<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

સનાતનને વિલન ગણવાની રાજકીય ફેશન

વિપક્ષ ધરાર પોતાના પગ પર કુહાડો મારી રહયો છે : ૮૦ ટકા મતદારોની નોંધ લેવી જ પડે

ગુજરાતના મુખ્‍યમંત્રીએ દિલ્‍હીમાં વડાપ્રધાન સાથે મીટિંગ કરી. અહેવાલો પ્રમાણે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ અને પ્રધાન મંડળમાં બદલાવ અંગે ચર્ચા થઇ છે. ભાજપ અને સરકાર પોતાને અનુકુળ સ્‍થિતિ જ બનાવે છે. લોકોની કંઇ પડી નથી. ધારાસભ્‍ય હાર્દિક પટેલે, પોતાની જ સરકારને ઝાટકી તો રાતોરાત અધિકારીઓની બદલી થઇ ગઇ અને લોકોનો પ્રશ્નો ઉકેલવા તંત્ર ધંધે લાગી ગયું. સોૈરાષ્‍ટ્ર બરબાદ થઇ રહયું છે. પરંતુ ભાજપનું એક પણ નેતું સરકારને ઝાટકવા સક્ષમ નથી.

આ સ્‍થિતિ માટે ખૂબ અનુકુળ ગણાય, ગુજરાત જેવી દશા દેશમાં લોકોની પરેશાની પર ફોકસ કરીને સરકાર સામે વિપક્ષ અક્રમક બને તો લોકોનો ભરપૂર સહયોગ મળે.

જો કે ભારતનો વિપક્ષ ધરાર પોતાના પગ પર કુહાડા લાગે તેવા મુદ્‌ા ઉઠાવે છે. રાહુલની કેસેટ ચૂંટણીપંચ મુદ્‌ે ગોકીરા કરે છે. આવો મુદ્‌ો બિહારમાં તેજસ્‍વીએ ઉઠાવ્‍યો, પરંતુ ચૂંટણી પંચે તેજસ્‍વીનું તેજ હણી લીધું.

પહેલગામ હુમલામાં કોંગી નેતા પી. ચિદમ્‍બરમે પાકિસ્‍તાનનો હાથ હોવાના સબૂત માંગ્‍યા બાદ મણિશંકર ઐયરે પણ નિવેદન આપ્‍યું કે, સબુત વગર જ પાકિસ્‍તાન પર હુમલો કરીને મોદી સરકારે ભૂલ કરી છે.

કોંગ્રેસના નેતાઓ પાકિસ્‍તાનની તરફેણ કરીને ધરાર વિલન બની રહયા છે. આ વિવાદ ચાલતો હતો ત્‍યાં જ કોંગ્રેસના સાથે પક્ષ એનસીપી નેતાઓ જિતેન્‍દ્ર આહ્‌વાડે નિવેદન આપ્‍યું કે, સનાતન ધર્મના કારણે ભારત બરબાદ થઇ ગયો છે. આ નેતાએ ભુતકાળમાં રામ અને કૃષ્‍ણ સામે પણ અભદ્ર ટીપ્‍પણી કરી હતી.

સનાતનને વિલન ગણાવવાની ફેશન થઇ ગઇ છે. આવું કરીને વિપક્ષ પતન તરફ જઇ રહયો છે, છતાં સનાતનના વિરોધની પ્રવૃતિ અટકતી નથી. કેન્‍દ્ર સરકારનો- ભાજપનો વિરોધ કરવાના અસંખ્‍ય રિયલ મુદા છે. વિપક્ષ ભાજપ ને અનુકુળ મુદ્‌ાઓ જ ઉઠાવે છે.

રાજકીય તોડફોડમાં ભાજપી નેતાઓ માહેર છે. વિપક્ષના નેતાઓને પણ ફોડી નાખ્‍યા હશે ? વિપક્ષ નેતાઓ પોતાને નુકસાન થાય તેવા મુદ્‌ાઓ જ ચલાવે છે. સામાન્‍ય માણસને પણ ખ્‍યાલ જ હોય કે સનાતનને ગાળો દઇ ને કે ભગવાને વિલન ગણાવીને કે પાકિસ્‍તાનની તરફેણ કરીને ભારતમાં સત્તા ન મળે. આ ખૂબ  સામાન્‍ય બાબત છે.

૮૦ ટકા મતદારો સનાતની છે. આ મતદાર વર્ગની લાગણીને ધ્‍યાનમાં રાખવી જ પડે. ભારતના વિપક્ષ ને આટલી બાબત પણ સમજમાં આવતી નથી? દેશની રાજનીતિમાં કંઇક રહસ્‍યમય જેવું લાગે છે. વિપક્ષના નેતાઓ જાણીજોઇને ખુદનું પતન કરી રહયા છે. ખુદ રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસનું પતન કરવાની સોપારી ખાધી હોય તેમ નથી લાગતું ? 

(10:37 AM IST)