News of Wednesday, 6th August 2025
૨૦ સેકન્ડમાં વિકાસ તણાયો
ઉત્તર કાશીમાં વાદળ ફાટ્યું : પ્રકૃતિના પ્રકોપ સામે માનવજાત લાચાર
નિર્માણ કાર્યમાં વષો ર્વીતી જાય, પણ વિનાશ ક્ષણવારમાં થઇ જાય છે. ઉત્તરાખંડમાં ઉતરકાશી જિલ્લામાં ગંગોત્રી યાત્રા માર્ગ પર આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાની બિહામણી ઘટના બની હતી. ૨૦ સેકન્ડમાં જ વિકાસ તણાઇ ગયો હતો.. જે સ્થાને હોટલ અને માર્કેટ ધમધમતા હતા ત્યાં ક્ષણવારમાં બધું તણાઇ ગયું. પાણી અને પહાડનો મલબો પથરાઇ ગયો હતો. અનેક જિંદગી કિચડમાં દબાઇ થઇ હતી.
ધરાલી ગામ સમુદ્રની સપાટીથી ૯૦૦૦ ફૂટ ઊંચાઇ પર પહાડોમાં વસેલું છે. પ્રાકૃતિક સોૈંદર્ય અને ગંગોત્રી ધામના માર્ગમાં આવતું હોવાથી અહીં પર્યટકોની સંખ્યા ખુબ વધી હતી. આ ઉપરાંત ભારતીય સૈન્યના સહયોગથી અહીં સફરજન સહિતના ફળોની ખેતી પણ ફૂલીફાલી છે. ૧૯૬૨ના ચીનના યુધ્ધ બાદ આ ગામ આર્થિક રીતે બરબાદ થઇ ગયું હતું. બાદમાં ભારતીય સેનાએ આ વિસ્તારને ભરપૂર સહયોગ કર્યો. સમગ્ર વિસ્તાર સુવિધાથી ભરપૂર અને ખૂબ સમૃધ્ધ બન્યો હતો.
વિકાસની લ્હાયમાં નદીના માર્ગને અવરોધીને વિશાળ માર્કેટ અને હોટેલ્સના નિર્માણ કરાયા હતા. વાદળ ફાટ્યાની ૨૦ સેકન્ડમાં નદીઓ પોતાનો માર્ગ કરી લીધો અને માર્કેટ તથા હોટેલ્સ તણાઇ ગયા હતા.
પ્રકૃતિના પ્રકોપ સામે માનવજાત લાચાર છે. તાજેતરમાં અમેરિકામાં ભયાવહ પૂર, રશિયામાં ભૂકંપ, સુનામી, જવાળામુખી વિસ્ફોટ હાહાકાર મચાવ્યો હતો. ચીનમાં પણ અવારનવાર પ્રાકૃતિક આફતો ત્રાટકે છે. પ્રકૃતિ અને માનવજાત વચ્ચે જંગ ચાલતો હોય તેવો માહોલ સર્વત્ર જોવા મળે છે. ભારતમાં ભૂસ્ખલન પહાડો તૂટી રહયા છે. વાદળ ફાટવાની ઘટનાઓમાં તીવ્રત્તમ વધારો થયો છે. ક્ષણવારમાં જ વિનાશ સર્જાઇ જાય છે. ગઇકાલે ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યા બાદ માણસ પાસે સલામત સ્થળે ખસવાનો પણ સમય રહયો ન હતો. ત્રણ ચાર માળની ઇમારતો તથા માર્કેટ સેકન્ડોમાં ધ્વસ્ત થઇ ને વહી ગયા હતા.
વાસ્તવમાં માનવજાત અને પ્રકૃતિ વચ્ચે જંગ નથી. માનવજાત પણ પ્રકૃતિનો જ એક હિસ્સો છે માનવજાત પ્રકૃતિને અને તેની તાકાતને સમજી શકતી નથી. પ્રકૃતિનો હિસ્સો બનવાને બદલે માલિક બનવાનો પ્રયાસ કરે છે. પ્રકૃતિનું શોષણ કરવા લાગે છે. પ્રકૃતિના નિયમોથી વિરૂધ્ધ ચાલવા લાગે છે. પ્રકૃતિ થોડી સેકન્ડ માટે શકિતનો પરચો દેખાડે તો માનવજાત લાચાર બની જાય છે.
માણસે વિકાસ અટકાવવાની જરૂર નથી. પરંતુ પ્રકૃતિને આધીન થઇને કાર્ય કરવું પડશે. પ્રકૃતિને અવગણીને આડેધડ થતા વિકાસ વિનાશનું કારણ બને છે. પ્રકૃતિ માટે બેલેન્સ કરવા સેકન્ડોની જ જરૂર પડે છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
