તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
તિરંગા.. સુત્રો મસ્ત, સ્થિતિ ધ્વસ્ત
દેશભકિત માત્ર સુત્રોચ્ચારનો વિષય નથી, શાસક પક્ષ સહિત દરેકે કંઇક કરી દેખાડવું પડે
૧૫ ઓગસ્ટ-સ્વતંત્રદિન આવી રહયો છે. દેશભકિતની મોસમ શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રભિમાન અને રાષ્ટ્ર ભકિત નિરંતર હોવી જોઇએ, પરંતુ ભારતમાં તેની પણ સીઝન આવે છે. નાગરિકો તો ઠીક, શાસકો પણ આ મોસમની રાહ જોઇને સીઝન ખુલે ત્યારે દેશભકિતનો દેખાડો કરવા નીકળી પડે છે. હાલ તિરંગા યાત્રાની મોસમ ફાટી નીકળી છે. રાજકોટમાં પણ મહાપાલિકા દ્વારા વિરાટ તિરંગા યાત્રા યોજાઇ હતી. દેશભકિતના સુત્રોચ્ચાર સાથે ભવ્ય માહોલ સર્જાયો હતો. મસ્ત અને સફળ આયોજન થયું છે.
દેશભકિતના સુત્રો પણ જોરદાર હતા. અફસોસ એ છે કે સુત્રો જેટલી જોરદાર સ્થિતિ બનતી નથી. ભારતમાં દેશભકિત સુત્રો, પ્રવચનો અને કાર્યક્રમોમાં કેદ થઇ ગઇ છે. ગામ- શહેર કે દેશ માટે કંઇક કરી દેખાડવાનો મિજાજ અલોપ થઇ ગયો છે. સુત્રોચ્ચારને બદલે સ્થિતિ સુધાર વધારે જરૂરી છે. પણ સુત્રોચ્ચાર-યાત્રા માટે વિવિધ રૂટ બંધ કરી ને સ્થિતિનો વધારે બગાડ થાય છે.
માત્ર શાસકોએ જ નહિ, દરેક નાગરિકો રાષ્ટ્રહિત તરફ વળવું જરૂરી છે. આ માટે શાસકો પ્રેરક બની શકે છે. જો કે શાસકોને જ કંઇક કરી દેખાડવાને બદલે નાટકમાં- દેખાડામાં જ રસ હોય, તે અન્ય ને કેવી રીતે પ્રેરણા આપી શકે તેવી ચર્ચા પણ જોવા મળે છે. ગજબ તો એ છે કે તિરંગા ગોૈરવનો કાર્યક્રમ હોય અને વિપક્ષ ન આવે તે કેવું લાગે ? વિપક્ષ અલગ કાર્યક્રમ કરે... ભારતમાં દેશભકિત પણ બ્રાન્ડેડ બની ગઇ છે.
રાજકોટની તિરંગા યાત્રામાં ફલાણા આવ્યા અને ઢીંકણા ન આવ્યા ના સમાચારો મીડિયામાં છવાયા હતા. વિવાદમાં રહેવાના શોખીન બની ગયેલ રાજયસભાના સાંસદ તિરંગા યાત્રામાં ઉપસ્થિત ન રહયા ના સમાચાર અમુક ભાજપી નેતાઓએ આગ્રહથી કેટલાક મીડિયામાં આવ્યાનું મનાય છે. તિરંગા યાત્રામાં પણ પક્ષવાદ જૂથવાદ વગેરે યોગ્ય છે ?
રાજયસભાના સાંસદ યાત્રામાં ન આવ્યાનો વસવસો ભાજપના અમુક નેતા ખાનગીમાં જાહેર કરે છે. સવાલ એ થાય છે કે યાત્રામાં ઉપસ્થિત રહેનારા ભાજપી નેતાઓએ તિરંગાને ગોૈરવ થાય તેવું શું કરી દેખાડયું ? યાત્રામાં આવી ને ટ્રાફિકને અડચણરૂપ બન્યા અને સુત્રોચ્ચાર કરી ને ધ્વનિ પ્રદૂષણ સર્જયુ ?
લોકલ ભાજપીઓ મોદી સરકારનું ગોૈરવ લે છે. મોદીજી ગોૈરવને યોગ્ય જ છે. પરંતુ ગુજરાતમાં ભાજપનું જ શાસન છે. રાજકોટમાં ભાજપનું જ શાસન છે. આ શાસકોનું ગોૈરવ કેમ લેતા નથી ? મોદીજીના નામે સત્તા પર ગોઠવાઇ ગયેલા નેતા-નેતીઓ કંઇ ઉકાળી શકતા નથી. ગોૈરવ લેવું હોય તો દારૂની રેલમછેલ, કાયદાના ધજાગરા, ભ્રષ્ટતંત્રનું ગોૈરવ લેવું પડે. દેશભકિત સુત્રોમાંથી બહાર આવે તો જ કલ્યાણ થાય









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
