<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

કૃપા કોની? ગુજરાતમાં બાળકો હત્‍યારા

બેફામ રાક્ષસીવૃત્તિ બાળકોમાં પણ ફેલાઇ છતાં આપણી સરકાર ધગતી નથીઃ હિન્‍દુ સમાજે કમોતે મરતું રહેવાનું ?

તાજેતરમાં સ્‍વાતંત્ર્યદિને ગુજરાતના નેતાઓએ વીરરસની મોટી-મોટી વાતો કરી હતી. સરકારમાં ગોઠવાઇ ગયેલા નેતાઓ નિવેદનો - પ્રસિધ્‍ધિ લેવામાં આગળ આવી જાય છે. કામ કરી દેખાડવાનું હોય ત્‍યારે અલોપ થઇ જાય છે. આવી ભાગેડુ વૃત્તિ ધરાવતા નેતાઓની અસીમ કૃપાથી ગુજરાતમાં લોકોએ ફફડતા રહેવાનો અને કમોતે મરતા રહેવાનો સમય આવી ગયો છે. આ સ્‍થાનેથી અનેક વખત લખાયું છે કે, ગુજરાતમાં ખૂણે-ખૂણે વિધર્મી  અને પરપ્રાંતીય તત્‍વોની શંકાસ્‍પદ પ્રવૃત્તિઓ ધમધમે છે. આ અંગે તપાસ કે કાર્યવાહી કંઇ થતું નથી.

ગુજરાત સરકારમાં  ભારેખમ પદ પર ગોઠવાઇ ગયેલા ‘સ્‍મિત' ભાઇઓની કૃપાથી વિધર્મી સમુદાયના બાળકો પણ હત્‍યા જેવી ઘટનાને અંજામ આપવા લાગ્‍યા છે. અમદાવાદમાં સેવન્‍થ-ડે સ્‍કુલમાં આવી આઘાતજનક ઘટના બની છે. વિધર્મી ટાબરિયાએ સહપાઠીને છરીના ઘા ઝીંકી દઇને હત્‍યા કરી દીધી.

વાલીઓ અને હિન્‍દુ સંગઠનોએ સ્‍કૂલ પર હુમલો કર્યો અને તોડફોડ કરી, સ્‍ટાફ સાથે મારામારી કરી... ગુસ્‍સો ચઢવો જ જોઇએ, પરંતુ યોગ્‍ય સ્‍થાને વ્‍યકત થવો જોઇએ. માત્ર એક સ્‍કૂલમાં જ નહિ,  સમગ્ર ગુજરાતમાં ગંભીર સ્‍થિતિ છે. આ માટે મુખ્‍યત્‍વે સરકાર જવાબદાર છે. રાજકીય સેટિંગ હોય કે આર્થિક સેટિંગ હોય, પરંતુ હકિકત એ છે કે, ગુજરાતમાં ગુંડાગીરી બેફામ બની રહી છે અને હવે બાળકો પણ હત્‍યારા બનવા લાગ્‍યા છે. ઉચ્‍ચ સ્‍થાને બિરાજનારાઓને હજુ પણ જવાબદારીનું ભાન નથી.

હિન્‍દુત્‍વના નામે ઉછળકૂદ કરતો ભાજપ પાકિસ્‍તાનને પાડી દેવાના ગોકીરો કરે છે, પણ ગુજરાતને બાંગ્‍લાદેશ-પાકિસ્‍તાન કે બિહાર બનતું અટકાવવા કંઇ કરતા નથી. સ્‍કૂલમાં  વિદ્યાર્થીની હત્‍યા થઇ તો પણ ગુજરાતના હિન્‍દુવાદી ભાજપી નેતાઓના લોહી ઉકળ્‍યા નહિ.

ગુજરાતમાં ૩૦ વર્ષોથી ભાજપનું શાસન છે. વિધર્મી તથા પરપ્રાંતીય ગુંડાગીરીનું ગુજરાતમાં રીતસર તાંડવ ચાલે છે. અને જવાબદારો જાણે કે મોજ કરે છે. લોકોએ હવે ફફડતા રહેવાને બદલે મેદાનમાં આવવું જોઇએ અને આક્રોશ યોગ્‍ય સ્‍થાને રજૂ કરવો જોઇએ.

મુખ્‍યમંત્રીપદ માત્ર ધર્મસ્‍થાનોમાં દોડી જવા માટે કે ઉદ્‌્‌ઘાટનો કરવા માટે જ નથી. જો ટોચના સ્‍થાને બિરાજતા  નેતાને જવાબદારીનું ભાન ન હોય તો લોકોએ ભાન કરાવવું જોઇએ. અતિ નબળા નેતાઓના કારણે ગુજરાત બરબાદ થઇ રહ્યું છે. ગુંડાઓ વિકાસ કરવા લાગ્‍યા છે, અને બાળકો પણ હત્‍યા જેવી ઘટનાઓને અંજામ આપવા લાગ્‍યા છે.

ગુજરાતીઓ સાવધાન,  આવું સહન કર્યે રાખવાનો અર્થ નથી. લોકો જેને શાસન પર બેસાડી શકે છે. તેને ફગાવી પણ શકે છે. સેટિંગબાજોને ત્રીજુ નેત્ર દેખાડો.  જાગો નહિ તો ખૂબ મોડું થઇ જશે.

(11:10 AM IST)