News of Saturday, 23rd August 2025
ક્રિકેટ બોર્ડને કન્ટ્રોલ કરો
સરકાર પણ પાકિસ્તાન સામે મુજરા કરવા મજબૂર બની ?
ઓપરેશન સિંદુર સમયથી પાકિસ્તાન સામે ભારતભરમાં તીવ્ર રોષ ફેલાયો છે. ભારતને પાડી દેવા પાકિસ્તાન ટ્રમ્પના ખોળે બેઠું છે. ભારત પર અણુ હુમલાની ધમકીઓ આપે છે. ભારતે રાજદ્વારી વયવાસાયી થી માંડીને પાકિસ્તાન સાથેના તમામ પ્રકારના સંબંધો સ્થગિત કર્યા છે. હજુ પાકિસ્તાન ભારતમાં આતંકી પ્રવૃતિ ચલાવે છે. ઘુસણખોરો સાથે મુઠભેડ અવારનવાર ચાલે છે આતંકીઓ ફૂંકાય છે. પરંતુ જવાનો પણ શહીદ થાય છે.
પાકિસ્તાન વિરૂધ્ધ મોદી સરકારની નીતિ અતિ આક્રમક છે. જો કે આઘાતજનક ઘટના એ છે કે ક્રિકેટ મામલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પાકિસ્તાન સામે કથ્થક કરતું રહે છે. મોદી સરકારે બોર્ડને કન્ટ્રોલમાં લઇને દેશભકિતના પાઠ ભણાવવાના હોય, પણ આઘાત અને આヘચર્યની બાબત ગણાય કે, ક્રિકેટ મુદ્ેસરકારે પણ નાલાયક પાકિસ્તાન સામે મુજરા આદર્યા છે.
એશિયા કપમાં રમવા બાબતે સરકારે પાકિસ્તાન સામે દુશ્મની દુશ્મનીના ઠેકાણે છે અને રમત રમતના ઠેકાણે છે એવું ગણિત માંડીને એશિયાકપમાં રમવા મંજૂરી આપી દીધી હોય તેવું દૃશ્ય સર્જાયું છે. આ બાબત નીંદનીય છે અને દેશભરમાંથી તીવ્રતમ વિરોધ થવો જોઇએ.
ક્રિકેટ લોકપ્રિય રમત છે. પણ દેશ માટે કે સમાજ માટે અનિવાર્ય પ્રવૃતિ નથી. હાલ તો ક્રિકેટ રમત કરતા વધારે વ્યવસાય બની ગઇ છે. રાજકારણી ઓથી માંડીને ઉદ્યોગકારોના હિત ક્રિકેટથી સધાઇ રહયા છે. આવા દબાણના કારણે સરકાર પણ મુજરા કરવા લાગે એ મોદીયુગનું સોૈથી મોટું આヘર્ય છે.
સરકારે અગાઉ કહયું જ હતું કે ભારતની ટીમ કયારેય પાકિસ્તાન રમવા નહિ જાય... આ બડાશમાં દેશભકિત નથી. મોતની બીક છે. કે રમવા ગયેલા જીવતા પાછા આવે કે નહિ, તેની ગેરન્ટી નથી તેથી પાકિસ્તાન રમવા નથી જતા...
મોદીનું નેતૃત્વ ભારત માટે સબળ-શ્રેષ્ઠ છે જ, પરંતુ દેશનું અહિત કરતું પગલું લેવાય તો તેનો પ્રચંડ વિરોધ પણ થવો જ જોઇએ. મુજરા કરનારને તો ભારતીયોની તાકાતનું ભાન કરાવવું જ જોઇએ.
ક્રિકેટ મામલે એકપણ રાજકીય પક્ષમાં દેશભકિત જાગતી નથી. આદુ ખાઇને મોદી સરકારના દરેક વલણનો વિરોધ કરનારા રાહુલો પણ મોૈન છે. કારણ એ છે કે, ક્રિકેટમાં દરેક પક્ષને આર્થિક લાભ છે. દેશ જાય તેલ લેવા, જલ્સા કર... જેવી આ સ્થિતિ છે.
સરકારની આવી નીતિ સામે દેશભરમાં વ્યાપક આક્રોશ ઉઠે તો સરકારે ઝૂકવું જ પડે. સામાન્ય વ્યવસાયો બંધ અને ક્રિકેટનો ધંધો ચાલુ... લોકોને મામા બનાવો તે ન જ ચાલે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
