News of Wednesday, 27th August 2025
પધારો, વિધ્નહર્તા.. પણ જાળવજો!
ભકતોને પ્રાર્થના- વિઘ્નહર્તા માટે વિઘ્નકર્તા ન બનતાઃ ગણપતિબાપાને બે મોટા કાન છે એ યાદ રાખજો
ાા ૐ ગં ગણપતયે નમઃ ાા
પ્રથમ પૂજય દેવ ગજાનન મહારાજને વંદના કરવાના દિવસોનો મંગલારંભ થયો છે. શિવજી અને પાર્વતીજીના પુત્ર વિઘ્નહર્તા ગણેશજીના મહાઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ ઉત્સવ પોૈરાણિક પરંપરા નથી. પણ ગોૈરવવંતી ઐતિહાસિક પરંપરા છે. મહારાષ્ટ્રથી શરૂ થયેલી ગણેશોત્સવની પરંપરા દેશ-વિદેશમાં છવાઇ છે. ગુજરાતમાં પણ સંખ્યાબંધ સાર્વજનિક ગણેશોત્સવો યોજાય છે.
જો કે ઉત્સવની પરંપરાનો વ્યાપ વધતો જાય છે. પરંતુ તેના ઉદ્ેશો બદલાઇ ગયા છે. ગણપતિદાદાને વંદના કરવાનો ઉદ્ેશ પણ દરેક સ્થાને જોવા મળતો નથી. વિવિધ મંડળો વિવિધ ઉદ્ેશ સાથે આયોજન કરે છે. મોટાભાગના ઉદ્ેશો શુભ હોતા નથી.
વિચિત્ર બાબત એ છે કે, ગણેશોત્સવના આયોજનોમાં પણ સ્પર્ધાનો માહોલ છે. અમારા ગણપતિ સોૈથી મોટા, જેવી હરિફાઇ જોવા મળે છે. આ હીન બાબત છે. કોઇના ગણપતિ નાના-મોટા-ગરીબ-ધનિક હોતા નથી. ગણપતિદાદા તો રિધ્ધિ-સિધ્ધિના દેવ છે. તે સર્વત્ર સમાન હોય છે. ગણેશોત્સવમાં ઘોંઘાટ કરી મૂકવાની પણ હરિફાઇ જામે છે. ગણપતિ કરતા મ્યુઝિક સિસ્ટમ્સની વેલ્યુ વધી જાય છે. દેશી-બેસુરા ગાયકોના ગીતો કાન ફાડી નાખે તેવી મ્યુઝિક સિસ્ટમ્સમાં ગાજે છે. આવા ઉત્સવો ઘોંઘાટિયા બની ગયા છે.
પ્રકૃતિએ ગજાનન મહારાજને સોૈથી મોટા કાન આપ્યા છે. તે સામાન્ય કરતા વધારે સાંભળી શકવા સક્ષમ છે. મ્યુઝિક સિસ્ટમ્સમાં થતી ચીસા-ચીસીથી ગણપતિદાદાની દશા કેવી થતી હશે? મોટાભાગના આયોજકો વિઘ્નહર્તા દેવ માટે વિઘ્નહર્તા બની જાય છે.
ધાર્મિક ઉત્સવોને આધ્યાત્મિક બનાવવા વિશેષ પ્રયોગો થવા જોઇએ. પરમાત્માની પ્રાપ્તિ માટે એક માર્ગ મંત્રોનો છે મંત્રો ધ્વનિ વિજ્ઞાનથી કામ કરે છે.
મંત્રની દિવ્ય ઉર્જાને તીવ્રત્તમ બનાવવાનો પ્રયોગ થઇ શકે છે. દરેક આયોજક નિશ્ચિત સમયે યોગ્ય ડેસીબલ અવાજમાં એક જ મંત્રના જાપ મ્યુઝિક સિસ્ટમ્સમાં સેટ કરી દે. સમગ્ર રાજકોટમાં એ સમયે એક સાથે આ મંત્ર ગુંજે અને લાખો લોકો સાથે ઉચ્ચાર કરે તો કલ્પના કરો. કેટલી ઉર્જા પ્રગટ થાય ?
આવા પ્રયોગો થવા જરૂરી છે. ઉત્સવોમાં કલાકારો- આયોજકો કે દાતાઓ -મોટા માથાઓની ખુશામત કરવાને બદલે પ્રથમ પૂજય દેવનું આધ્યાત્મિક વિજ્ઞાન ઉજાગર થાય તેવા પ્રયાસો વ્યાપકરૂપે થવા જોઇએ.
ગણેશોત્સવના મંગલારંભે ગણપતિદાદાનું સ્વાગત કરીને ચેતવણી પણ આપીએ કે થોડી સહનશકિત સાથે લઇને પધારજો. અણસમજુ ભકતોથી કંટાળ્યા વગર કૃપા વરસાવતા રહેજો.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
