News of Friday, 29th August 2025
લાગણી છંછેડો, ચૂંટણી જીતો !
દરેક રાજકીય પક્ષોનું સ્માર્ટવર્ક : સમસ્યાઓ બાજુએ મૂકીને ભાવનાત્મક મુદ્દા છંછેડો
તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતમાં બિહાર દેશનું સોૈથી ગરીબ રાજય જાહેર થયું છે. બિહારની નોંધપાત્ર વસ્તી પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકતી નથી. સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી શકી નથી. આ બાબત શરમજનક ગણાય, પરંતુ કોઇને શરમ આવતી નથી.
બિહારમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. દરેક પક્ષો ધંધે લાગી ગયા છે. બિહારની અવદશા જ મુખ્ય મુદ્ો હોવો જોઇએ. પરંતુ શાસક- વિપક્ષને કોઇને રિયલ મુદ્ામાં રસ નથી.
ભાજપે હિન્દુત્વનું ગતકડું શરૂ કરી દીધું છે. કોંગ્રેસે મતદાર યાદી અને પછાત વર્ગોને અન્યાયના ગતકડાં શરૂ કર્યા છે. ઓવૈસીઓ ઇસ્લામિક વોટ બેંક માટે ધંધે લાગી ગયા છે. નીતિશ કુમારો અને તેજસ્વી યાદવો મહાકાય સાથી પક્ષો પાછળ ઢસડાઇ રહયા છે.
બિહારમાં દરેક મોરચાના શાસન આવી ગયા છે. કોઇએ રાજયની દશા સુધારી નથી. ચૂંટણી આવે ત્યારે ભાવનાત્મક મુદ્ાઓ છેડીને લોકલાગણી ઉશ્કેરીને મત લેવામાં આવે છે. ગિરિરાજસિંહે કહયું કે, હિન્દુઓ જાગૃત બને અને હિન્દુઓની દુકાનોમાંથી ખરીદી કરે. અમારી સરકાર રચાશે ત્યારે વિધર્મીઓની શાન ઠેકાણે લાવીશું..
ગુજરાતમાં ભાજપનું શાસન ૩૦ વર્ષથી છે. કોઇની શાન ઠેકાણે લાવી શકયા નથી. ચૂંટણી આવે ત્યારે ભાજપીઓ ભગવા બની જાય છે. આ ટ્રીક ગણાય. જો કે વિપક્ષે તો જોરશોરથી રાજયની સમસ્યાઓ ઉછાળીને લોકોનો વિશ્વાસ જીતવો જોઇએ.
વિચિત્રતા એ છે કે, વિપક્ષ પણ ભાવનાત્મક મુદ્ે જ ઢસડાય છે. રાહુલે બંધારણનું ગતકડું ચલાવીને પછાતવર્ગને છંછેડવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત વોટ ચોરીના ગોકીરા પણ કરે છે.
માનો કે થોડા મતો ખોટા પડતા હશે. પણ કોંગ્રેસ ખુદ જ જીતવા માટે સક્ષમ છે ? માત્ર ગતકડાં ચલાવવા અને પરાજયના બહાના શોધવાના ખેલ રાહુલ દ્વારા ચાલે છે. કોંગ્રેસ પ્રત્યે લોકોનો વિશ્વાસ પ્રસ્થાપિત થાય એ માટે રાહુલે શું કર્યુ? દશ વર્ષમાં રિયલ મુદ્ે એક પણ નિર્ણાયક લડત આપી નથી. લોકો કઇ રીતે પક્ષ પર વિશ્વાસ કરે ?
ભારતમાં લોકશાહીની તાકાત પ્રત્યે લોકો જાગૃત નથી તેથી રાજકીય પક્ષો અને નેતાઓના ગતકડાં ચાલે છે. લોકો જાગૃત બને તો જ નેતાઓને વાસ્તવિક મુદ્ે કામ કરવા ફરજ પડે. લાલુ- કોંગ્રેસના શાસનમાં બિહાર ગરીબ હતું. ભાજપ- નીતિશના શાસનમાં પણ બિહાર ગરીબ રહયું. નીતિશ લાલુની સરકારમાં પણ ગરીબી દુર ન થઇ... ભાવનાત્મક ગતકડાં ભારતીયો છોડે તો જ સુખી થશે. (૩.૨)
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
