News of Wednesday, 3rd September 2025
તુજે મિર્ચી લગી તો મૈ કયા કરું !
ભારત-ચીન-રશિયા ઍક સાથે બેસતા પીટર નવારોને બરાબરના મરચા લાગ્યાઃ લવારા શરૂ
ચીનમાં યોજાયેલી SCO બેઠકના દૃશ્યોથી દુનિયા ચોંકી છે. પુતિન-મોદી-જિનપિંગ વચ્ચે મિત્રતા જેવા દૃશ્યોથી સોૈથી વધારે અમેરિકા હેરાન થયું છે. મનમાની કરવા મથતી અમેરિકી ટ્રમ્પ સરકારને વશ ન થતા ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ ઝીંકયો હતો. ટ્રમ્પને મનમાં એમ હતું કે, ટેરિફ બોમ્બથી ભારત અમેરિકા સામે આજીજી કરવા લાગશે આવું નહિ કરે તો ભારતનું અર્થતંત્ર ભાંગી પડશે.
મોદી સરકારે અમેરિકાને તડકે મૂકીને અન્ય દેશો સાથે વ્યવસાયી સંબંધોના દરવાજા ખોલ્યા. ચીન સાથે પણ બેઠક ᅠ કરી. SCO માં તો રશિયા-ચીન ભારત ગાઢ મિત્રતા તરફ આગળ વધ્યા. આ ત્રણે મહાસત્તાઓએ હાથ મીલાવતા અમેરિકાનો દાવ ઊંધો પડયો છે.
ટ્રમ્પનું કામ રાહુલ ગાંધી જેવું થઇ ગયું છે. પોતાને ઓછી ભાન પડે, સલાહકાર નચાવે તેમ નાચતા રહે છે. ટ્રમ્પ શાસન-ટું સલાહકાર પીટર નવારો છે. નવારો પોતાની જાતને દુનિયાના કિંગ માને છે. તેઓ માને છે કે, અમેરિકા સુપર પાવર છે. અમેરિકા કહે તેમ દુનિયાએ નાચવું પડે. નવારો આવા ખેલ શરૂ કર્યા. ટ્રમ્પના ખભ્ભે બંદૂક રાખીને ધડાધડ ફોડીને ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝીંકયો. એક સમયે ભારત વિદેશી તાકાત સામે દબાઇ જતું હતું. હવેના બદલાયેલા ભારતે અમેરિકા સામે બાથ ભીડી લીધી. ચીન-રશિયા-ભારતની નવી ધરી રચાતા અમેરિકા સામે પડકાર સર્જાયો.
પોતાનું શસ્ત્ર બુંબરેંગ સાબિત થતા નવારાને મરચા લાગ્યા. તેમણે લવારા શરૂ કરી દીધા. પીટર નવારો એ નિવેદન આપ્યું કે, ભારત-ચીન-રશિયાને શરમ આવવી જોઇએ. અમેરિકા સાથે સંબંધ રાખવાને બદલે અલગ ચોકો રચ્યો.
વાસ્તવિકતા એ છે કે, ભારતના અર્થતંત્રને ભીંસમાં લઇને મોદી સરકાર પાસે મનમાની કરવા નીકળેલી નવારો-ટ્રમ્પની જોડી સામે અમેરિકામાં જ વિરોધી વાતાવરણ સર્જાયું છે. અમેરિકી સંબંધો સુધારવાની ૩૦ વર્ષોની મહેનત પર ટ્રમ્પ સરકારે પાણી ફેરવી દીધું છે.
ટ્રમ્પે ભારતને ભીંસમાં લેવા પાકિસ્તાનને અપ કર્યુ. રાક્ષસ મુનિરને અમેરિકા બોલાવીને ટ્રમ્પે મુજરા કર્યા, પણ આ ઘટનાની ભારતે કોઇ વિશેષ નોંધ ન લીધી. SCO ની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાની વડાપ્રધાન શરીફની કોઇ વેલ્યુ ન હતી. પાકિસ્તાન ભિખારી છે. તેમને આબરુની કંઇ પડી નથી. પણ SCO માં શરીફનો કોઇએ ભાવ ન પૂછતા અમેરિકાને પરોક્ષ તમાચો લાગ્યો છે.
પોતાના દાવ ઊંધા પડતા ટ્રમ્પ અને નવારાના લવારા શરૂ થઇ ગયા છે. પીટર નવારો હવે નોકરીમાંથી નવરો થઇ જાય તો પણ નવાઇ નહી. ટ્રમ્પને અમેરિકાની મર્યાદાનું ભાન થવા લાગ્યું છે. (૩.૨)
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
