હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હેલ્મેટ નહિ,બખ્તર ફરજિયાત કરો !
રાજકોટના અંધાધુંધ ટ્રાફિકમાં વાહન ચલાવવું યુધ્ધથી કમ નથી
તાજેતરમાં રાજકોટ બે દિવસ પૂર્વે હેલ્મેટ પહેરેલ ટુવ્હીલર ચાલક મહાકાય વાહન હેઠળ કચડાઇ ગયો. સ્થળ પર જ મોત થયું. રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવા તંત્ર જીદે ચઢ્યું છે. પણ ખરેખર તો બખ્તર ફરજિયાત કરવું જરૂરી છે. ટ્રાફિક સમસ્યા નીવારવા ઓવરબ્રીજ બન્યા, પણ ટ્રાફિક અંધાધુંધીમાં વધારો થયો છે.
રાજકોટના ટ્રાફિકના નિયમો અને કોર્ટની ગાઇડલાઇન હોવા છતા છડે ચોક ઉલ્લંઘન જોવા મળે છે. તંત્રની નજર માત્ર મેમાં પકડાવામાં હોય તેવું લોકોને લાગે છે. સેટીંગની પણ લોકોમાં ચર્ચા થતી જ હોય છે.
ᅠ હેલ્મેટનો નિયમ અમલ કરાવવા વારંવાર ગતકડાં થાય છે. ભુતકાળ જોઇએ તો ફરજીયાત હેલ્મેટનો અમલ બે પાંચ દિવસ માંડ ચાલે છે. તોતીંગ રકમોના મેમા અપાય છે.
આવી વિચિત્ર નીતિનો વિરોધ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ગોવિંદભાઇ પટેલે કર્યો છે. આશ્ચર્ય એ છે કે, ચાલુ ધારાસભ્યો, નગરસેવકો, સાંસદોનો જીવ બળતો નથી.
તંત્રની નીતિથી જાણે કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. પરંતુ રાજકોટના નેતા-નેતીઓ ગાંધીનગરમાં અને દિલ્હીમાં માત્ર મુજરા કરી રહયા હોય તેવું નથી લાગતું ? લોકોના હિત માટે અવાજ ન ઉઠાવનારને રાજકોટવાસીઓએ ઓળખી લેવાનો આ સમય છે. મત આપતી વખતે યાદ રાખવા જેવું છે તેવો ગણગણાટ લોકોમાં જોવા મળે છે.
રાજકોટના અંધાધુંધ ટ્રાફિક અંગે સંશોધનો થાય તો તારણ નીકળી શકે કે, ડમ્પરિયા, છકડા-ઓટોરિક્ષા વગેરે સોથી વધુ નિયમ ભંગ કરે છે. રિક્ષાચાલકોને મેમા પકડાવવામાં તંત્ર અચકાય છે શા માટે ? શું એ વાત સાચી છે કે મોટાભાગના ઓટો રીક્ષાના પરોક્ષ માલિકો જવાદબારો ખુદ છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
