News of Monday, 8th September 2025
કહતા હૈ જોકર સારા જમાના...
ટ્રમ્પ જગત જમાદારને બદલે કોમેડી કલાકાર બની ગયાઃ વિવરિંગ ટોળકી
ભાજપી સાંસદોની કાર્યશાળામાં વડાપ્રધાન છેલ્લી બેચમાં શ્રોતા તરીકે બેઠા હતા. છેલ્લે બેસેલા આ માણસે દુનિયાને પાગલ કરી દીધા છે. ભુરાટા થયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વટના માર્યા ભારત પર રોફ જમાવવા પ્રયાસ કર્યો, પણ મોદીજી ટસના મસ ન થતા ટ્રમ્પનો દાવ ઊંધો પડયો અને મોદીજી સાથે દોસ્તીના લવારા કરવા લાગ્યા.
પોતાના પદથી સુપર પાવર બનવા નીકળેલા ટ્રમ્પની દશા આંતરરાષ્ટ્રીય જોકર જેવી બની ગઇ છે. હવામાં ઉડતી ટ્રમ્પની ટીમ પણ અંદરો - અંદર બઘડાટી બોલાવા લાગી છે. અમેરિકામાં ટ્રમ્પ સામે દેખાવો વધી રહ્યો છે. પીટર નવારો અને એલન મસ્ક સામસામા આવી ગયા છે. અમેરિકાની દશા સુપર પાવરમાંથી કોમેડી પાવર જેવી બનવા લાગી છે.
શાંતિનું નોબેલ પારિતોષિક મેળવવા ફાંફા મારતા ટ્રમ્પના ખુદના નાના-મોટા મગજ વચ્ચે અશાંતિ ફાટી નીકળી હોય તેમ લાગે છે. દરેક મુદ્્ે તેઓ વારંવાર યુ-ટર્ન લઇ રહ્યા છે. આવી વિચિત્રતાના કારણે દુનિયાભરમાં અમેરિકાની આબરુની બેલેન્સ ઘટવા લાગી છે.
ચીન-રશિયા-ભારતને પાડી દેવા નીકળેલા ટ્રમ્પ હવે આ ત્રણેય દેશો સામે મુજરા કરવા લાગ્યા છે. જો કે વિવરિંગ ટ્રમ્પ પર હજુ ભરોસો કરી શકાય તેમ નથી. ગમે ત્યારે સ્ટેન્ડ બદલી નાખે છે. પોતાને મહાન અર્થશાષાી અને રાજનૈતિક વ્યૂહકામ ગણાવતા પીટર નવામોને ડોનાલ્ડ ટ્રમ્પે સલાહકાર બનાવી દીધા છે. નવામોની નીતિ ચીન વિરોધી ગણવામાં આવે છે, પણ મગજમાં જ્ઞાનની રાય ભરાયેલી હોવાથી પીટરને લાગતું હતું કે ટેરિફના શાષાથી દુનિયાને ઝુકાવી દઇશ.
અમેરીકાએ તોતીંગ ટેરિફ અનેક દેશો પર લાદયા, પરંતુ મોટા ગણાતા રાષ્ટ્રો પર તેની કંઇ ખાસ અસર ન થઇ. રશિયા-ચીન-ભારતની નવી ધરી રચાતા ટ્રમ્પને ખુદને પગ નીચે પાણી આવી ગયા. ટેરિફ વોરમાં ખુદ અમેરિકાના જ શ્વાસ રૂંધાવા લાગ્યા.
ભારત સામે અને મોદી સરકાર સામે આડેધડ-અપમાન જનક નિવેદનનો કરનાર ટ્રમ્પને ટેરિફનો નશો ઉતરી જતા મોદીજી સામે ફરીથી દોસ્તીની વાતો કરવા લાગ્યા. આવા હાસ્યસ્પદ યુટર્નની અમેરિકી મીડિયાએ જ ઠેકડી ઉડાવી હતી. વૈશ્વિક મીડિયામાં ટ્રમ્પ કોમેડી કલાકાર તરીકે ઉભરી ગયા છે.
ટ્રમ્પ ભારત વિરોધી બકવાસ કરતા હતા ત્યારે રાહુલ ગાંધી એન્ડ ટોળકી પણ ટ્રમ્પના સમર્થનમાં આવી ગઇ હતી. રાષ્ટ્રીય સ્વાભિમાનના મામલામાં પણ આ ટોળકીએ રાજકીય લાભનો જ વિચાર કર્યો હતો. રાહુલ ગાંધીની આભામાં તો કંઇ ખાસ ફેર પડતો નથી, પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વસ્તરના રાહુલ ગાંધી તરીકે ઉભરવા લાગ્યા છે!
પરિવર્તન સંસારનો નિયમ છે. દાયકાઓ સુધી અમેરિકી સુપર પાવર રહયું હવે ખુદના જ વજનથી તૂટવા લાગ્યું હોય તેમ નથી લાગતું !
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
