અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
ૐ ઐં હીંર ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ
મહાશકિતને જાગૃત કરવાનો મહા અવસરઃઅનેક માર્ગો, પણ આપણી દોટ દિશાવિહીન
દૈેવી શકિત-મહાશકિતને સાષ્ટાંગ દંડવત કરવાના મંગલ અવસરનો આજથી પ્રારંભ ગયો છે. આસો નવરાત્રીના શુભ અવસરે દૈેવી-શકિતના ચરણોમાં વંદના કરીને આગળ ધપીએ.
શકિત એટલે કે ઉર્જા... બધું જ ઉર્જામય છે શકિતહીનની કોઇ કિંમત નથી. શકિતશાળીની વેલ્યુ છે.અહીં વાત મહાશકિતની છે. આપણે બધા ઉર્જામય છીએ. મહાશકિત ઉર્જાનું કેન્દ્રબિન્દુ છે. આપણે ધાર્મિક હોય કે ન હોય, પણ તે સક્ષમને શરણાગત અનિવાર્ય હોય છે. આ નાતે મહાશકિત પૂર્ણ સક્ષમછે. આસ્તિક હોય કે નાસ્તિક દરેકે તેને અનુસરવું અનિવાર્ય છે.
ભારતમાં ધાર્મિકતાનો પાર નથી. હદ ઉપરાંતનો ધર્મ લોકો પર હાવી છે. પણ વાસ્તવિક ધાર્મિકતાનો લગભગ દુષ્કાળ છે. ધર્મ ના નામે અન્ય ઉદ્ેશો પાર પાડવાના નાટકબાજો ના હાથમાં દરેક ધર્મની ધૂરા આવી ગઇ છે. સનાતન ધર્મ પરંપરા બ્રહ્માંડના અસ્તિત્વ પૂર્વેથી ચાલી આવે છે અને બ્રહમાંડના અસ્તિત્વ ખતમ થયા બાદ પણ રહેશે. મૂળ અને એક માત્ર ધર્મ છે.
પોૈરાણિક દૃષ્ટિકોણ પ્રમાણે મહાદિવ્યતા સનાતનનો પાયો છે. જેમાંથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ તથા મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી સર્જાયા હતા. ત્રિદેવ-ત્રિદેવીની લીલા એ બ્રહ્માંડ છે. નવરાત્રી ઉત્સવ મહાદિવ્ય શકિતની આરાધનાનું પર્વ છે. વર્તમાન ભાષામાં કહીએ તો સનાતનીઓ માટે બેટરી ચાર્જ કરવાનો ઉત્સવ છે.
સનાતન પરંપરામાં મહાશકિતને જાગૃત કરવાના અસંખ્ય માર્ગો છે. ધ્યાન-મંત્ર-વિવિધ સાધનાઓ મુખ્ય છે દરેકના રસરૂચિ- ફાવટ-સ્થિતિ-માન્યતા વગેરે અલગ છે. દરેક માટે પોતાને અનુકુળ માર્ગ સનાતનમાં ઉપલબ્ધ છે.આટલું વૈવિધ્ય-વિકલ્પો અન્ય ધર્મમાં નથી. દરેક વિકલ્પ મહાશકિત તરફ પ્રયાણ કરાવી શકે છે.
જો કે મોટાભાગના સનાતનીઓ દિશાવીહિન છે. માર્ગો અસંખ્ય છે. પરંતુ નવરાત્રીમાં માતાજીની ભકિતના નામે વિચિત્ર પ્રકારના ખેલ ચાલે છે. મોટાભાગના મંદિરોમાં પણ દૈવીશકિત સિવાય ઘણું પ્રાપ્ત હોય છે. મહાત્માઓ પણ ધર્મ- ભગવાનના નામે ખુદના ખેલ ખેલતા જોવા મળે છે.
મહાશકિતની ભકિત કરતો માણસ આજીજી કરતો જોવા મળે એ હાસ્યાસ્પદ ન ગણાય? શકિતનો સાધક ધર્મના નામે મૂરખ બનતો જોવા મળે એ યોગ્ય છે ? શકિતનો આરાધક ફાલતુ આયોજનોમાં ફાંફા મારતો નજરે પડે એ ઇચ્છનીય છે ? શકિતને સિધ્ધ કરનારા લોકોના પ્રશ્નો ઉકેલવાની દુકાન શરૂ કરી દે એ વિચારણીય નથી ?
સનાતનનું માળખું મનોરંજન, તનોરંજનો, રૂપિયારંજન પ્રભાવી બની ગયું છે. મનોરંજન સુખ, વૈભવ, સમૃધ્ધિ, સનાતનના પરિબળો છે. જેનો દુષ્કાળ છે. આ કારણે અન્ય પરિબળો છવાઇ ગયા છે.
નવરાત્રીના મંગલ અવસરે મહાશકિતને પ્રાર્થના કરીએ કે, સમજદારી આપવાની કૃપા કરે. સમજદારીના ચશ્મા દિવ્ય દૃષ્ટિ આપે છે. આ ચશ્મા ભ્રમને તોડે છે અને હોય તેવું જ દેખાય છે. (૩.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
