<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

વાંગચુકઃ સેવાના નામે હવાબાજીના ખેલ

સેવા કરવાથી મનમાની કરવાનો અધિકાર મળી જતો નથીઃ હિંસાની ધમકીથી દેશ ડરી જાય ?

 મહાશકિતની ભકિતના પાવન દિવસો ચાલી રહયા છે. સનાતનનો આ શકિત-ઉત્‍સવ છે. ભારત સનાતન પંરપરાની મુખ્‍ય ભૂમિ છે. આશ્‍ચર્ય એ છે કે, ભારતમાં જ સનાતનીઓને પાડી દેવાના ખેલ ચાલે છે. સનાતનીઓ વેરવીખેર છે. શકિતની સાધનાના નામે પણ ધંધાથી માંડીને વિચિત્ર ખેલ ચાલે છે.

આઝાદીકાળથી બિનસાંપ્રદાયિકતાના નામે સનાતનને પ્રચંડ નુકસાન કરી દેવાયું છે. મોદીજી-યોગીજી જેવા નેતૃત્‍વએ થોડી આશાનો સંચાર કર્યો છે.

મોદીશાસને કલમ-૩૭૦ જેવા મુદ્‌ે ક્રાંતિકારી પગલા ભરીને મિજાજનો પરચો દેખાડયો છે. જો કે ઘણા લોકોને દેશના આક્રમક વલણનો અપચો થઇ ગયો છે. વારંવાર ઉપદ્રવ મચાવે છે.

હાલ લેહ- લદાખ વિવાદ ઉભર્યો છે રાષ્‍ટ્રીય સુરક્ષા અને સંતુલનની દૃષ્‍ટિએ સરકારે જમ્‍મુ-કાશ્‍મીર, લેહ-લદાખ વિસ્‍તારો અંગે સરકારે ઐેતિહાસિક નિર્ણયો કર્યા છે. આ નિર્ણયોનો વ્‍યકિતગત લાભ લેવા ઘણા લોકો પ્રયાસ કરે છે.

વાંગચુક નામના એક સામાજિક કાર્યકર હાલ દેશભરમાં વિવાદી પાત્ર તરીકે ઉભર્યા છે. આ માણસો વિવિધ સેવા સંસ્‍થાઓ સ્‍થાપીને વિવિધ સેવા મિશનો શરૂ કર્યા હતા. આ મિશનો થકી લદ્‌ાખમાં લોકસમર્થન પણ ઉભું કરવા પ્રયાસ કરાયો હતો. સમર્થકોના ટોળા સર્જાતા વાંગચૂકને સત્તાનો મોહ જાગ્‍યો. લદાખને રાજયનો દરજજો આપવા કેન્‍દ્ર સરકાર સામે ખેલ શરૂ કર્યા. સરકાર પર કોઇ પ્રભાવ ન પડતા Gen-Zને ઉશ્‍કેરતા નિવેદનો કર્યા.

લદ્‌્‌ાખમાં તોફાનો પણ થયા. જો કે આ પ્રયાસોને કડક હાથે ડામી દેવાયા. ઉફાણે આવેલો વાંગચુક, સાણસામાં આવ્‍યા. યુવા વર્ગની ઉશ્‍કેરણી બદલ ધરપકડ થશે તેવા અદેશાથી વાંગચુક સરકારને ધમકી આપવા લાગ્‍યા... ‘મારી ધરપકડ થશે તો લદ્‌્‌ાખ ભડકે બળશે.'

 જો કે સરકાર પર ધમકીની અસર થઇ નહિ. વાંગચુકને ઝડપી લેવાયા. ધરપકડ બાદ વાંગચુકની તરફેણમાં ચકલું પણ મેદાનમાં ન આવ્‍યું! ઉફાણે આવેલાનો ઉફાણો ઠરી ગયો.

તેમના વ્‍યવહારો અંગે તપાસ શરૂ થઇ ગઇ છે. વિદેશમાં શંકાસ્‍પદ વ્‍યવહારોનો પણ આરોપ લાગ્‍યો છે. વાગંચુક બરાબરના સકંજામાં ફસાઇ ગયા છે. વાંગચુક પર કાર્યવાહી બદલ વિપક્ષો ટેવ પ્રમાણે વિરોધ કર્યો છે.

વાંગચુકે સેવા કરી હશે, પણ સેવાનો અર્થ એ નથી કે હવે દેશમાં મનમાની કરી શકે. ભારતમાં આવા અસંખ્‍ય વાંગચુક ધબકે છે. વિવિધ મિશનોના નામે છૂપા એજન્‍ડા વારંવાર ઝડપાય છે. હવે ભારતીય તીવ્ર આક્રમકતા દાખવવી જરૂરી છે. આવા તત્‍વોને વીણી-વીણીને સાફ કરવા જોઇએ. Gen-Zના નામે ભારતમાં અરાજકતા ફેલાવવા પ્રયાસો થાય છે. રાહુલ ગાંધી બાદ વાંગચુકે પણ આ ખતરનાક પ્રયોગ કર્યો છે. રાજકીય લાભ-નુકશાનનો વિચાર કર્યા વગર ભારતે રાષ્‍ટ્રહિતમાં ત્રાટકીને ધાક જમાવવી પડશે. (૩.૨)

 

(11:22 AM IST)