હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિવાળીએ રાજકીય સૂરસૂરિયા!
ટ્રમ્પનો ટેરિફ બોમ્બ સોથી મોટું ફૂ...સ.. : ચિદમ્બરમે બ્લ્યુસ્ટાર નામનો સિંદરી બોમ્બ ઝીંક્યોઃ
શાંતિનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરવા મથતા ડોનાલ્ડ ટ્રમ્પનું મન અશાંત બની ગયું છે. જગત જમાદાર નોબેલ મેળવવા ઊંધા માથે થયા હતા. દુનિયાભરમાં ટેરિફ બોમ્બ ફોડ્યા પણ નોબેલ ન મળ્યો અમેરિકાનું સૂરસૂરિયું થઇ ગયુ.
યુધ્ધ રોકયાના મોટામોટા દાવા કર્યા, ટેરિફના ડરથી યુધ્ધ રોકાયાના ગોકીરા કર્યા, પણ શાંતિનો પુરસ્કાર એક મહિલા લઇ ગઇ. અમેરિકાના રાષ્ટ્રપતિ કરતા એક મહિલા વધારે શકિતશાળી- સન્માનનીય નીકળી. જગત જમાદારને બદલે ડોનાલ્ડ ટ્રમ્પ આંતરાષ્ટ્રિય ડાગલો સાબિત થયા છે. વિશ્વની સોૈથી મોટી-સોૈથી મોંઘી કોમેડી ટ્રમ્પે રજૂ કરી છે.
ભારતને પરેશાન કરવાનો પ્રયાસ અમેરિકા કરી રહયું છે. ભારત મસ્ત બનીને દિપાવલી ઉત્સવમાં લીન બની ગયું છે અને અમેરિકા હાસ્યાસ્પદ બન્યું છે. ટ્રમ્પે ભારતને પરેશાન કરવા પાકિસ્તાનને હવા ભરી, પણ પરિણામ શું આવ્યું? અફઘાન વિદેશમંત્રી ભારત પ્રવાસે છે અને અફઘાન સેના પાકિસ્તાનના ફૂરચા ઉડાવી રહી છે! દિવાળીએ ટ્રમ્પની રણનીતિના સૂરસૂરિયા થઇ ગયા છે. આટલું ઓછું હોય તેમ ચીને અમેરિકાના ટેરીફ વધારા સામે સિંહત્રાડ પાડતાવેંત ટ્રમ્પભાઇ ઢીલાઢફ થઇ ગયા અને ડાહીડાહી વાતો કરવા લાગ્યા છે.
ભારતની આંતરિક રાજનીતિમાં પણ દિપાવલીનો માહોલ જામ્યો છે. ટ્રમ્પ ટેરિફ અને નિવેદનના બોમ્બમારા કરતા હતા ત્યારનો માહોલ યાદ કરો ટ્રમ્પના બોમ્બને રાહુલ ગાંધી વધારે મજબૂત બનાવતા હતા. ટ્રમ્પના નિવેદનોના આધારે રાહુલે ઓપરેશન સિંદૂર પર પણ સવાલો ઉઠાવીને મોદી સરકાર સામે મોટા બોમ્બ ફોડવા પ્રયાસ કર્યો હતો.
આ સમયે ભારતનો આંતરિક માહોલ પણ બગડયો હતો. રાહુલ ગાંધી આ સમયે મૂછમાં હસતા હતા. જો કે ટ્રમ્પના તમામ દાવાઓની હવા નીકળી જતા રાહુલના બોમ્બ આપોઆપ સૂરસૂરિયા થઇ ગયા છે. હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કોંગ્રેસ અને ખાસ કરીને નેહરુ ખાનદાન પર જ સિંદરી બોમ્બ ઝીંકયા છે.
ચિદમ્બરમે સનસનાટીપૂર્ણ નિવેદન કરીને જણાવ્યું હતું કે, ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં ચલાવેલું ઓપરેશન બ્લ્યુસ્ટાર ઇતિહાસની સોૈથી મોટી ભૂલ હતી અને આ ભૂલની સજા હજુ કોંગ્રેસ ભોગવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુવર્ણ મંદિરમાં છુપાયેલા આતંકીઓને ઝડપી લેવા ઇન્દિરા સરકારે સૈન્ય ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશનને કોંગ્રેસ ગોૈરવ ગણાવી રહી છે.
ચિદમ્બરમના સિંદરી બોમ્બથી કોંગ્રેસના પ્રવકતા કાઉકા નાખવા લાગ્યા છે. ઓપરેશન સિંદુર સામે સવાલો સર્જનારા રાહુલ ગાંધીએ ખુદે સળગતો સિંદરી બોમ્બ કેચ કરી લીધો હોય તેવી દશા કોંગ્રેસની બની છે.
મનમોહન સરકારમાં ગૃહપ્રધાન રહીને ચિદમ્બરમે ગુજરાતમાં મોદી શાહ સામે અતિ આકરા નિર્ણયો કર્યા હતા. હાલ ચિદમ્બરમ સાણસામાં છે. તેઓ સતત કોંગ્રેસ વિરોધી નિવેદનો આપે છે. પડદા પાછળની રાજનીતિ સમજમાં આવી જાય તેવી છે. આ મોદી સરકારની સ્ટાઈલ છે કોંગ્રેસી પાસે જ કોંગ્રેસના સૂરસૂરિયા કરાવે છે. (૩.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
