<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

સત્તાનો નશો ઉતરે તેવી દવા જરૂરી

ભાગવતજી ગુજરાતમાં : ભાજપીઓ સાથે બેઠક કરશેઃ સંઘે ગુજરાત ભાજપને જવાબદારીનું ભાન કરાવવું પડશેઃ વિચારધારા સ્‍થાપિત કરવી પડશે

   ભારતીય જનતા પાર્ટી વિશ્વનો સોૈથી મોટો રાજકીય પક્ષ હોવાનો દાવો કરે છે. દેશ- વિદેશમાં પ્રભાવી બની ગયેલા ભાજપની વર્તમાન ધરી ગુજરાત છે. ગુજરાતી મોદીજી- શાહજીની જોડીએ અકલ્‍પનીય કમાલ કરી દેખાડી છે. ગુજરાતમાં ત્રણ દાયકાથી સળંગ ભાજપી શાસન છે. હાલ અનેક રાજયોમાં ભાજપનું શાસન છે. પરંતુ સોૈથી નબળી નેતાગીરી કદાચ ગુજરાતમાં હશે. ગુજરાતમાં અન્‍ય રાજયોની તુલનાએ કોઇ ખાસ પડકાર નથી. છતાં શાસકો સ્‍થિતિને કાબૂ કરી શકતા નથી.

બોટાદમાં ખેડૂતોનું એક ટોળું વિફર્યું, તો પણ ગુજરાતભરનો ભાજપ  ધ્રુજી ગયો. આ બાબતથી સાબિત થાય છે કે, નેતાગીરી પ્રભાવહીન છે. ભાજપ માટે ગુજરાતમાં ડબલ એન્‍જીન નહિ પણ ઉપરથી નીચે તમામ એન્‍જીનોની સરકાર છે. છતાં વટથી- તાકાતથી કાર્યો કેમ નથી થતા?

આ પ્રશ્‍નનો જવાબ છે જવાબદારીના ભાન વગરની નેતાગીરી છે. સત્તાના નશામાં બધાંએ પોતપોતાની ગોઠવણ કરી લીધી છે. લોકો માટે કામ કરવાનું ભાન નથી રહયું. આ સ્‍થિતિમાં આજે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના મોભી ભાગવતજી ગુજરાત પધારી રહયા છે. ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફારનો સમય ચાલી રહયો છે. આ સમયે ભાગવતજીનું આગમન સામાન્‍ય ન ગણાય.

સત્તાનો નશો ઉતરી જાય તેવો રામબાણ ઇલાજ ગુજરાતમાં લાવવો જરૂરી છે. ભાગવતજી જેવી હસ્‍તીઓ જ આ કાર્ય સટિકરૂપે કરી શકે તેમ છે. ભાજપની વર્તમાન નેતાગીરીને શાસન ગિફ્‌ટમાં મળ્‍યું છે. તેથી ખુરશીના મહત્‍વની ગંભીરતા નથી. સ્‍થિતિને કાબૂમાં લેવા નેતાગીરીની સમર્થતા સામે પણ સવાલો થાય છે.

ગુજરાતમાં સંઘની વિચારધારા તો દુરની બાબત છે. મોટાભાગના ભાજપીઓએ  સામાન્‍ય સ્‍તરની માનવતા અને જવાબદારીનો દૃષ્‍ટિકોણ પણ ગુમાવી દીધો છે. રાજયમાં ૮૦ થી ૯૦ ટકા બહુમતી વસ્‍તી છે. ત્રણ દાયકાથી ભાજપી શાસન છે છતાં આヘર્ચ એ છે કે, વિધર્મીઓ હાવી છે સામાન્‍ય હિન્‍દુ પરિવારો ફફડે છે. ભાજપીઓ મોજ કરે છે. જાહેરમાં હિન્‍દુત્‍વના નામે મત લે છે. ખાનગીમાં અસામાજિકો સાથે સેટિંગ રાખે છે. આવા તત્‍વો સંઘ-ભાજપ- સનાતન- રાષ્‍ટ્રવાદ વગેરેના નામે તરી રહયા છે.

ગુજરાતમાં ટ્રીક કે સેટિંગ કે કુનેહ અથવા ગમે તે ભોગે ભાજપ જીતી જાય છે. પણ દશ- બાર વર્ષથી વિચારધારાના દેવાળા ફુંકાઇ ગયા છે. રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો મુળ ઉદ્‌ેશ સત્તા નહિ, વિચારધારા છે. ગુજરાતમાં ભાજપ પાસે માત્ર સત્તા જ રહી છે. નેતાગીરી નથી. તાકાત- વટ- સમર્થતા નથી. જવાબદારીનું ભાન પણ નથી. સત્તાના નશામાં ચકચુર છે.

 બહાદુર ભાજપીઓ વિસાવદરવાળી શબ્‍દથી પણ કરી જાય છે. ડર કે આગે જીત નહિ, બેજવાબદારપણુ છે. ભાગવતજી પાસે ગુજરાતને ખૂબ અપેક્ષા છે. 

(10:18 AM IST)