હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૂના એજન્ડા, નવા પ્રયોગ
બિહારમાં બંને મોરચાએ જૂના જ મુદા નવેસરથી રજુ કર્યા
ગુજરાતમાં શાસકની ઘટતી આબરુ બેલેન્સ બાદ પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો થયા. આ ફેરફારો પહેલા લાગતું હતું કે હવે દિલ્હી વાળાને સમજાઇ ગયું હશે કે ગુજરાતમાં લોલમલોલ નહિ ચાલે. જા કે પ્રધાનમંડળમાં ફેરફાર બાદ પણ રાજયની લોલમલોલ સ્થિતિ આશ્ચર્ય પમાડે તેવી છે.
પ્રધાનો વટથી રાજયમાં ફરે છે. પણ લોકો તેના અંગે જે કોમેન્ટ કરે છે. ઍ જાણો તો ખ્યાલ આવે કે, વાસ્તવિક આબરુ કેટલી છે. દરેકને ખબર પડી ગઇ છે કે, મોટાપદ પર ગોઠવાઇ ગયેલાનું ઉપર કે નીચે કંઇ ઉપજતું નથી.
સવાલ ઍ થાય છે કે, ભાજપ કામ કરી દેખાડીને મત લેવાની રણનીતિ કેમ અપનાવતો નથી ? બિહારની રાજનીતિમાં પણ કંઇક આવો જ માહોલ સેટ થયો છે.
ધારાસભાની ચૂંટણીનો ગરમાવો બિહારમાં પરાકાષ્ટાઍ છે. ભાજપે જ્ઞાતિવાદી ચોકઠા ગોઠવી દીધા અને હવે હિન્દુત્વ તથા રાષ્ટ્રવાદની હવા સર્જવા પ્રયાસ શરૂ કરી દીધા છે. મુદ્ા અને રણનીતિ ભાજપનું જમા પાસુ છે. બિહારમાં નીતિશ સાથે છે. તેથી જૂના ઍજન્ડા નવા પ્રયોગરૂપે રજૂ થયા છે.
ભાજપ માહોલ ઍવો બનાવી દે છે કે, વિપક્ષે ભાજપના ઍજન્ડા પ્રમાણે ઢસડાવું પડે છે. હિન્દુત્વ- રાષ્ટ્રવાદ સ્ટ્રોîગ છે. વિપક્ષે તેને સ્પર્શ પણ ન કરાય, પણ મોટાભાગની ચૂંટણીઅોમાં વિપક્ષ જાણ્યે- અજાણ્યે હિન્દુ વિરોધી તરીકે ગોઠવાઇ જાય છે.
બિહારમાં લાલુ પરિવાર અને રાહુલ પરિવાર સાથે મળીને લડે છે. રાહુલને મળેલી અનેક નિષ્ફળતાના કારણે કોîગ્રેસ જ જાણ્યા બાદ રિપોર્ટ આપ્યો હતો કે પક્ષની હિન્દુ વિરોધી છાપ દુર કરવી પડશે. બિહારમાં હજુ કોîગ્રેસ પ્રચાર શરૂ કરે તે પહેલા જ તેજસ્વી યાદવે ઘોષણા કરી દીધી કે અમે સત્તા પર આવીશું તો વકફના સુધારા કાયદા ફગાવી દઇશું!
તેજસ્વી- રાહુલ સાથે ચૂંટણી લડે છે. તેજસ્વીઍ ઇસ્લામ મતો માટે ખુલ્લેઆમ ઘોષણા કરી નાખી છે. ભાજપે સમગ્ર ગઠબંધનને હિન્દુ વિરોધી ચીતરવાનું શરૂ કરી દીધું છે. રાહુલ અને કોîગ્રેસ આપોઆપ હિન્દુ વિરોધી તરીકે ઉભરી ગઇ ! ભાજપનો જૂનો ઍજન્ડા નવા પ્રયોગમાં પણ સેટ થઇ ગયો છે.
ભાજપની આ કલા છે વિપક્ષ ઇચ્છે કે ન ઇચ્છે તેમણે ભાજપના ઍજન્ડામાં જ ઢસડાવું પડે છે. સ્ટ્રોîગ રણનીતિ અને નક્કર નેતાગીરીના અભાવે વિપક્ષ ઢસડાતો રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
