<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

માવઠામાં રાજકીય વાવણી શરૂ!

ખેડૂતોને અન્‍યાયથી માંડીને સહાય આપવાની ઘોષણા સુધીના ખેલઃ મત ઉગાડવા પ્રયાસ

શિયાળામાં માવઠું થવાની પરંપરા રહી છે, પણ આ વર્ષે તો મેઘરાજાઍ માવઠાને બદલે ઘણાં વિસ્તારોમાં ઘોડાપૂર કાઢયા છે. ભરચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ કારણે કૃષિ ક્ષેત્રે પારાવાર નુકશાન થયું છે. અમુક વિસ્તારોમાં તો તૈયાર કૃષિ ઉત્પાદનો ફેઇલ થઇ ગયા છે.
સામાન્ય રીતે આવી સ્થિતિમાં ખેડૂતોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે, પણ વર્તમાનમાં રાજકીય પક્ષોને ખેડૂતોમાં મતદારના દર્શન થઇ રહ્ના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઅો આવી રહી છે. પક્ષો દ્વારા તૈયારી શરૂ થઇ ગઇ છે. આ સમયે માવઠામાં મતના દર્શન થવા લાગ્યા છે.
ગુજરાતમાં ચૂંટણીઅો જાઇને પડમાં આવેલી કોîગ્રેસને ખેડૂતોની ચિંતા થવા લાગી. સહાય આપવા અને સરકારે અન્યાય કર્યાના દેકારા કરવા લાગ્યા. બીજી બાજુ તાજેતરના ભારે વરસાદે સરકારને પરેશાન કરી દીધી છે. ગુજરાત સરકાર પાસે આબરુની બેલેન્સ ખૂબ અોછી હતી, તેમાં પણ કમોસમી ભારે વરસાદથી ખેડૂતોનો સ્ટ્રોîગ મુદ્્ો સર્જાઇ ગયો છે. સરકારમાં ગોઠવાઇ ગયેલા ત્રેવડ  વગરના નેતાઅો નુકસાનીના સર્વેની અને તત્કાળ સહાયની વાતો કરવા લાગ્યા છે. આ પહેલાની કૃષિ સહાય ચુકવવાની બાકી છે, તે અંગે શાસકોને શરમ પણ આવતી નથી. આવા મુદ્્ા દર્શાવે છે કે સરકાર કેટલી નિષ્ઠાવાન છે.
આ પ્રમાણે આપ, કોîગ્રેસને પણ ખેડૂતોની કંઇ પડી નથી. અત્યાર સુધી અન્યાય બાબતે મૌન રહ્ના, ચૂંટણી જાઇને મેદાનમાં આવી ગયા. માવઠામાં આ રાજકીય વાવણીની મોજ ચાલી રહી છે. દરેકને ખેડૂતોના મત લણવા છે. કોઇ પક્ષને ખેડૂતોની જ નહિ, કોઇ ક્ષેત્રની કંઇ પડી નથી. ખેડૂતોને પણ સહાયમાં રસ હોય છે. વાસ્તવિક સ્થિતિ કોઇ ઉજાગર કરતું નથી.
ઍક સમયે કૃષિક્ષેત્ર સેવાભાવથી ચાલતું, બિચારું હતું. હવે પૂર્ણપણે વ્યવસાયી છે. હવે આ ક્ષેત્રને સરકારે પોતાના ભરડામાંથી છોડી દેવાનું હોય. પાકવીમો, સહાય, ખાતર, સબસીડી વગેરે માટે આત્મનિર્ભર બનવા કૃષિક્ષેત્ર સજ્જ છે. ધંધાદારીને થતા નફા-નુકસાન માટે સરકાર જવાબદાર ન હોય.
વ્યાપારીઅોને પણ ઘણાં બાહ્ના કારણોથી નુકશાની થતી હોય છે, પણ સહાય માટે ગોકીરા કોઇ નથી કરતું. નોટબંધીથી માંડીને લોકડાઉનનાં અકલ્પનીય પરેશાની આવી હતી. ઘણાં વ્યાપારીના તો પાટિયા પણ પડી ગયા છે. છતાં તેની સરકારને તો ઠીક, ચેમ્બર અોફ કોમર્સને પણ કંઇ પડી નથી. વ્યાપારી ખુદ જ નફા-નુકશાનની  જવાબદારી ઉઠાવે છે. વ્યાપાર બની ગયેલા કૃષિક્ષેત્રને હજુ સરકાર પાસેથી સહાયની શા માટે લાલચ રહે છે...?
યાદ રાખજા, ખેડૂતોને માત્ર મતદાર તરીકે જ મહત્વ મળે છે. પાકવીમા કે સહાયથી સમૃધ્ધિ ન આવે. રાજનીતિના હાથા બનવાને બદલે ખેતીમાં નિષ્ઠા રાખો, ધરતી માતા દુઃખી થવા નહિ દે.

 

(11:36 AM IST)