<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

દેશ જાય તેલ લેવા, તું મહાન બન...

ક્રિકેટરો પાકિસ્‍તાનીઓ સાથે હાથ ન મીલાવીને મહાન બન્‍યાઃ મહિલા હોકી ખેલાડી હાથ મીલાવીને મહાન બન્‍યાઃ દેશની ખેલનીતિ હાસ્‍યાસ્‍પદ બની...

ભારત મહાન દેશ છે, પણ ભારતીયો? આપણામાં મોટાભાગના દેશની આબરુના ભોગે મહાન બની રહ્યા છે. નાલાયક પાકિસ્‍તાન સાથે ભારતે તમામ સંબંધો તોડી નાખ્‍યા છે છતાં ક્રિકેટનો ધંધો ધમધોકાર ચાલે છે, પાકિસ્‍તાન સાથે ક્રિકેટ રમનારા ભારતીય ખેલાડીઓ દેશમાં પોતાની આબરુ બચાવવા પાક. ખેલાડીઓ સાથે હાથ ન મીલાવીને પોતાનું મહાન દેશભકત તરીકે બ્રાન્‍ડિંગ કરી રહ્યા છે. ભારતીય મીડિયા પણ આ બ્રાન્‍ડિંગના ભરડામાં આવી જઇને ક્રિકેટરોને મહાન ગણાવવા લાગે છે.

હાલ મહિલા હોકી ટુર્નામેન્‍ટ ચાલે છે. આ સ્‍પર્ધામાં ભારતીય હોકી ટીમના મિડફિલ્‍ડર રોશન કજુરેએ પાકિસ્‍તાની ખેલાડીઓ સાથે હાથ મીલાવવા સહિતના સંબંધો કેળવ્‍યા હતાં. આ દોઢીએ પોતાની મહાનતા પ્રગટ કરતું નિવેદન આપ્‍યું કે, ‘પાકિસ્‍તાનીઓ આપણા દુશ્‍મન નથી, હું તેમની ખેલનિષ્‍ઠાને બિરદાવું છું.'

ક્રિકેટ અને હોકીના ખેલા વિરોધાભાસથી વૈશ્વિક સ્‍તરે ભારતની ખેલતીનિ અને રાષ્‍ટ્રીય નીતિ હાસ્‍યાસ્‍પદ બની ગઇ છે. ક્રિકેટ અને હોકી ખેલાડીઓ ખુદની મહાનતા સાબિત કરવા વિચિત્ર હરકતો - નિવેદનો કરે છે.

છેલ્લા ક્રિકેટ ટુનામેન્‍ટમાં ભારતને પાકિસ્‍તારનનો કડવો અનુભવ થઇ ગયો. કપ પાકિસ્‍તાન ધરાર લઇ ગયું. આ હરકતથી પાકિસ્‍તાનની નાલાયકી ફરીથી ઉજાગર થઇ ગઇ. આમ છતાં ભારત તેની સાથે ક્રિકેટ રમવા તૈયાર થઇ ગયું અને ભારત પાક.ના નવા મેચની તારીખ જાહેર થઇ ગઇ.

મોદી સરકાર નીતિ વિયષક બાબતમાં સ્‍ટ્રોંગ છે.  પાકિસ્‍તાન સામેની નીતિ તો અતિ આક્રમક છે. રમત-ગમ્‍મતની બાબતમાં સરકારની નીતિ હાસ્‍યાસ્‍પદ બની ગઇ છે. ખેલાડીઓ માત્ર ધંધો કરવાના ઉદેશથી રમે છે. અનેક રાજકારણીઓના પણ અંગત  હિત જોડાયેલા હોય છે. દેશ વારંવાર હાસ્‍યાસ્‍પદ બને છે છતાં મોદી સરકાર આ નીતિમાં કોઇ ફેરફાર નથી કરતી એ વિચિત્ર છે.

રોશન કજુરેનાં નિવેદનથી પાકિસ્‍તાનમાં ભારતની હેકડી ઉડાવવામાં આવે છે. ક્રિકેટરો અને રોશન જેવા મહાન ખેલાડીઓને સરહદી તનાવ વચ્‍ચે જંગમાં મોકલીને કહેવું જોઇએ કે ત્રેવડ હોય તો તમારી મહાનતા અહીં સાબિત કરો.

રોશનને પાકિસ્‍તાન દુશ્‍મન ન લાગતું હોય તો તેમને પાકિસ્‍તાનમાં મેચ ખેલવા મોકલવો જોઇએ. ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્‍વ કરે છે. વ્‍યકિતગત મહાનતાને બદલે  રાષ્‍ટ્રહિતને જ પ્રાધાન્‍ય આપવાનું હોય. મોદીજી, કંઇક કરો. 

(9:45 AM IST)