<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

વં દે માતરમ્‌

રાષ્‍ટ્રગાનનું માત્ર ગૌરવ જ નહિ, તેની ગરિમા પણ જાળવવી જરૂરીઃ તેને નાટકનો ભાગ ન બનાવો

 વંદે-માતરમ્‌...આ શબ્‍દો કાને પડતા જ ધરતી માતાને નમનનો ભાવ જાગી જાય. ભારતમાતાને વંદના કરતી આ દિવ્‍ય રચનાને ૧૫૦ વર્ષ થયા છે. મૂળ સંસ્‍કળતભાષામાં રચાયેલી વંદે-માતરમ્‌ રચનાને રાષ્‍ટ્રગાન તરીકે માનભર્યું સ્‍થાન મળ્‍યું છે. આઝાદી પૂર્વે આ રચના ગુલામીમાંથી મુક્‍ત થવા માટેની ભૂમિકામાં મહત્‍વની બની હતી. આઝાદી બાદ વંદે-માતરમ્‌ રચના વિવાદનો મુદો બની ગઇ.  આ બાબત ભારતની કરુણતા છે.

  વંદે-માતરમ્‌ રાષ્‍ટ્રગાન તરીકે પણ માંડ માંડ સ્‍વીકારાઇ હતી, આજે સાત દાયકા બાદ પણ આ રચના વિવાદી તરીકે જ જોવામાં આવે છે.  ઘણા વિચિત્ર ભારતીયો એવા છે કે જે ઉલળી-ઉલળીને વંદેમાતરમ્‌ નો વિરોધ કરે છે.  આヘર્ર્ય એ બાબતનું છે કે આવા વિચિત્રોને ભારત સાત દાયકાથી સહન કરે છે. જે દેશમાં રહો એ દેશના રાષ્‍ટ્રગાનનો બહિષ્‍કાર કરવો એ નાલાયકી ન ગણાય?  આવા તત્‍વોને રાષ્‍ટ્રનો પરચો મળવો ન જોઈએ?ે

 વંદેમાતરમ્‌ રચનાના વિરોધ- બહિષ્‍કાર સામે સંઘ - ભાજપ વગેરે જેવા સંગઠનો રચનાનું તીવ્ર સમર્થન કરે છે. આ વિરોધ- સમર્થનની પરંપરા પણ વર્ષોથી ચાલે છે. મોદીયુગ શરુ થયો ત્‍યારથી વંદેમાતરમ્‌ રચનાને વધારે મહત્‍વ મળ્‍યું, એ પણ હકીકત છે. આજે ૧૫૦ વર્ષની ઉજવણીમાં પણ સરકારની ભૂમિકા મહત્‍વની રહી છે. ભાજપ પણ આ રચનાને અગ્રીમ સ્‍થાન આપતો પક્ષ છે.  વંદે-માતરમ્‌ રચનાને ગૌરવ તરીકે ઓળખાવતો વર્ગ વધ્‍યો છે. આજે ગુજરાતમાં અધિકારી- કર્મચારી વર્ગ માટે રાષ્‍ટ્રગાનના ગાનનો વિશેષ કાર્યક્રમ યોજાયો છે.

સવાલ એ છે કે વંદેમાતરમ્‌ માત્ર ગૌરવ લેવાનો જ વિષય છે? હિન્‍દુવાદ-રાષ્‍ટ્રવાદના નામે માત્ર વંદેમાતરમ્‌ ના ગોકીરા જ કરવાના ? આ રચનાની ગરિમાનું શું?  એક માતા તરીકે ભૂમિને - ભારતમાતાને વંદના કરતી રચનાને ગરિમા કેમ નથી મળતી? આજે ગુજરાતના અધિકારીઓ રચનાનું ગાન કરીને ગૌરવ અનુભવશે, પણ જે ધરતીને શાબ્‍દિક વંદના કરી એ ભારતધરાનું અહિત કરવામાં તેઓ જરા પણ અચકાતા નથી. તંત્ર કેટલું ભ્રષ્ટ છે એ દરેક ગુજરાતીને અનુભવ છે. આ સ્‍થિતિ દેશની ધરતીનું કલંક ન ગણાય?

માત્ર અધિકારીઓ જ શા માટે, વંદેમાતરમ્‌ના સમર્થકો તથા ભાજપ જેવા રાજકીય પક્ષો પણ વંદેમાતરમ્‌ને ગૌરવ ગણાવીને તેની ગરિમા જાળવે છે ? વાસ્‍તવમાં તો ગૌરવ લેવાનું પણ નાટક ચાલતું હોય તેમ લાગે છે. આ દિવ્‍ય રચનાનો ઉપયોગ મોટાભાગે રાજકીય મજબૂતી વધારવા, મત મેળવવા માટે જ થાય છે. વંદેમાતરમ્‌ રચના રાષ્‍ટ્રવાદનો નશો વધારતું માધ્‍યમ બની ગયાનું વધારે અનુભવાય છે. વિરોધીઓને ચીડવવા તેનો વધારે ઉપયોગ થાય છે.

 વંદેમાતરમ્‌નો ધર્મના નામે વિરોધ અને રાષ્‍ટ્રવાદનો નશો ચઢાવીને રાજકીય મજબૂતી વધારવા ઉપયોગ આ બંને સ્‍થિતિ રચના કે રાષ્‍ટ્રના હિતમાં નથી. આઝાદીના સાત દાયકા બાદ પણ આ બાબત આપણને સમજાતી નથી. તે આપણે માત્ર ધરતીમાતા-ભારતમાતાને શાબ્‍દિક વંદન કરી શકીએ છીએ. તેને પૂરતી ગરિમા કે ગૌરવ આપી શકતા નથી. હાલ દશા એવી બની ગઇ છે કે વંદેમાતરમ્‌ની તરફેણ કરનારને સંઘ-મોદીના સમર્થક માનવામાં આવે છે અને બહિષ્‍કાર કરનારને સંઘ-મોદીના વિરોધી ગણવામાં આવે છે.

 વંદેમાતરમ્‌ના રચયિતા ૧૫૦ વર્ષે કદાચ ભારતીયોને વિનવતા હશે કે આ દિવ્‍ય રચના રાષ્‍ટ્રભૂમિને વંદના કરવા માટે છે, અન્‍ય સ્‍વાર્થ માટે રચનાનો શષાની જેમ ઉપયોગ ન કરો.

(11:57 AM IST)