News of Wednesday, 12th November 2025
પોલને પણ ગ્રહ નડતા હશે!
એકઝીટ પોલના તારણો કયારેક સટિક, કયારેક વીપરિતઃ સર્વે વિજ્ઞાન પર સવાલ
રાષ્ટ્રીય મીડિયામાં ત્રાસવાદના સમાચારો ત્રણ દિવસથી હાવી હતા. બિહારની ધારાસભાની ચૂંટણીના એકઝીટ પોલ આવતા ત્રાસવાદ નો મુદ્ો સાઇડમાં ધકેલાઇ ગયો અને પોલ છવાયા. મતદાન બાદ પરિણામો અંગે રોમાંચ હોય છે. પરંતુ પરિણામો પહેલા એકઝીટ પોલ આવે છે.
બિહારના એકઝીટ પોલમાં ભાજપ- નીતિશ મોરચાને મોટાભાગના પોલે બહુમતી આપી છે. લાલુ- કોંગ્રેસના મોરચાને પ્રચંડ પછડાટ જોવા મળે છે. આ અંગે જબ્બર સમીક્ષાઓ મીડિયામાં છવાયેલી છે.
એકઝીટ પોલ સર્વે વિજ્ઞાનનો ભાગ છે. એકઝીટ પોલ સત્યથી ખૂબ નજીક માનવામાં આવે છે. મતદાન થઇ ગયા બાદ મતદારનો અભિપ્રાય લેવામાં આવે છે. મતદાન પૂર્વેના સર્વે હોય તો તેમાં સેટિંગની આશંકા રહે છે. મતદાન થઇ ગયા બાદ તો એકઝીટ પોલો સર્વે કંપની અને મીડિયા જૂથની આબરૂનો સવાલ બની જાય છે.
એકઝીટ પોલને સટિક બનાવવા મીડિયા-સર્વે કંપની ખૂબ મહેનત- ખર્ચ કરે છે. પરંતુ આヘર્ય એ છે કે, આ પ્યોર સર્વે વિજ્ઞાન પણ જયોતિષ જેવી આગાહી કરે છે. કયારેક સાચા-કયારેક ખોટા! પોલને પણ ગ્રહ નડતા હશે ? સર્વે વિજ્ઞાન છે, પણ તેની આગાહી બાબા વેંગા જેવી સાબિત થઇ છે.
તાજેતરમાં થયેલી ચૂંટણીઓના પોલ પર નજર કરીએ તો તારણ એવું નીકળે છે કે એકઝીટ પોલની ગ્રહદશા સારી હોય તો પોલ સાચા પડે છે, નહિ તો તેના તારણો ખોટા પડે છે.
ઇતિહાસ તપાસો તો ર૦૧પ અને ર૦ર૦ ની બિહાર ધારાસભાની ચૂંટણીમાં એકઝીટ પોલના તારણો સંપૂર્ણ ખોટા પડયા હતા. પરિણામો સાવ વિપરીત રહ્યા હતા. આ વખતે બિહારમાં શું થશે ? આ મોટો સવાલ છે.
ર૦ર૩ માં છત્તીસગઢ ધારાસભાની ચૂંટણીમાં એકઝીટ પોલે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપી હતી. પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી હતી!
ર૦ર૪ માં લોકસભાની ચૂંટણીમાં ભાજપી મોરચાને એકઝીટ પોલે ૪૦૦ થી વધારે બેઠકો આપી હતી. માત્ર ર૯૩ મળી હતી. ર૦ર૪ માં હરિયાણા ધારાસભાની ચંૂટણીમાં એકઝીટ પોલે કોંગ્રેસને બહુમતી આપી હતી, પણ સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભર્યો હતો...!
સમગ્ર તારણએ નીકળે છે કે, એકઝીટ પોલ સર્વે વિજ્ઞાનનું ભરોસા પાત્ર પેકેજ છે, પરંતુ ભારતમાં એકઝીટ પોલ પર શ્રધ્ધા રાખનારા અંધ શ્રધ્ધાળુ ગણાય. ભારતમાં એકઝીટ પોલથી વીપરિત પરિણામો આવી શકે છે. આ દશા અંગે સર્વે સંસ્થા કે જે તે મીડિયાને શરમ પણ આવતી નથી. એકઝીટ પોલને ટીઆરપી ભરપૂર મળે છે, પરંતુ રાજકીય મનોરંજનથી વિશેષ વેલ્યુ તેની રહી નથી.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
