<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

લાલુને ‘રાહુ'નું મહાગ્રહણ

કોંગ્રેસ સાથે સાથી પક્ષો પણ ડુબવા લાગ્‍યાઃ ભાજપ-નીતિશનો સપાટો તેજસ્‍વીની દશા રાહુલ જેવી બની ગઈઃ વિપક્ષ સમાપ્‍ત

 ગ્રહણ  નડતર ગણાય, ભારતની રાજનીતિને દોઢ દાયકાથી રાહુનું તીવ્ર ગ્રહણ લાગી ગયું છે. અતિયાર સુધી આ ગ્રહણ કોંગ્રેસને જ બરબાદ કરતું હતું, હવે સાથી પક્ષોને પણ પતનના માર્ગે લઈ જાય છે. આ બાબત બિહારની રાજનીતિમાં સાબિત થઈ ગઇ છે. રાજકીય ક્ષિતિજ પર છવાયેલાં ઘેરાં વાદળો અને તેની નીચે દબાઈ રહેલા વિપક્ષી ગઠબંધનની કરુણ કહાણી નજર સામે તરવરી ઊઠે છે. ‘લાલુને 'રાહુ'નું મહાગ્રહણ' - આ શબ્‍દો માત્ર એક રાજકીય ઘટનાક્રમનું વર્ણન નથી, પરંતુ વર્ષોથી સત્તાની ધરી પર રહેલા એક શક્‍તિશાળી પ્રાદેશિક નેતાની કથળતી જતી રાજકીય સ્‍થિતિનો કટાક્ષપૂર્ણ ચિતાર છે, જ્‍યાં ‘રાહ' તરીકે કોંગ્રેસના નેતળત્‍વનું નબળું પાસું સ્‍પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

ભાજપ અને નીતિશ કુમારની જોડીએ બિહારમાં જે રાજકીય સપાટો બોલાવ્‍યો છે, તે માત્ર સત્તા પરિવર્તન પૂરતો સીમિત નથી, પરંતુ વિપક્ષી એકતાના નાજુક તાણાવાણાને ધ્‍વસ્‍ત કરનારો છે. આ સપાટાની સૌથી મોટી અસર કોંગ્રેસના સાથી પક્ષો પર જોવા મળી રહી છે, જેઓ ‘હાથ' પકડવાના પ્રયાસમાં જાણે પોતે જ ગહન રાજકીય સંકટમાં ડૂબી રહ્યા છે. કોંગ્રેસનું નેતળત્‍વ રાષ્‍ટ્રીય સ્‍તરે જે રીતે વિખેરાયેલું અને દિશાહીન દેખાય છે, તેની છાયા હવે સાથી પક્ષોને પણ અંધકાર તરફ ખેંચી રહી છે.

તેજસ્‍વી યાદવ, જેઓ યુવા અને આક્રમક નેતા તરીકે બિહારમાં રાજકીય વારસો સંભાળવા સક્ષમ મનાતા હતા, તેમની વર્તમાન દશા પણ કોંગ્રેસના મુખ્‍ય નેતા રાહુલ ગાંધી જેવી થઈ રહી છે. સતત પ્રયાસો છતાં સત્તાથી દૂર રહેવું, મજબૂત નેગેટિવ સ્‍થાપિત કરવામાં નિષ્‍ફળ જવું અને નિર્ણાયક સમયે રાજકીય વ્‍યૂહરચનામાં ગોથું ખાવું - આ લક્ષણો બંને નેતાઓમાં સમાન રીતે દેખાઈ રહ્યાં છે. રાજકારણમાં સત્તા પ્રાપ્તિનું લક્ષ્ય હોય છે, માત્ર વિરોધનું નહીં, અને આ ‘મહાગ્રહણ' દર્શાવે છે કે વિપક્ષ આજે માત્ર વિરોધના નામે એકઠા થયો છે, તેની પાસે કોઈ સશક્‍ત અને સર્વસ્‍વીકળત સકારાત્‍મક એજન્‍ડા નથી.

આ પરિસ્‍થિતિ વિપક્ષી ગઠબંધન માટે એક ગંભીર ચેતવણી છે. જ્‍યારે મુખ્‍ય વિપક્ષી નેતા ‘ટયુબલાઈટ'ની જેમ ધીમા પ્રતિભાવ આપી રહ્યા હોય અને ગઠબંધનના આધારસ્‍તંભ નેતાઓની રાજકીય કારકિર્દી પણ દાવ પર લાગી ગઈ છે.

વિપક્ષે ગંભીર બનવું પડશે.કોંગ્રેસ રાષ્‍ટ્રીય સ્‍તરે એક માત્ર વિપક્ષ છે. તેને મોભી બનવાની લાયકાત ખોઈ નાંખી છે. આ કારણે શક્‍તિશાળી પ્રાદેશિક પક્ષો પણ તાકાત હીન બનવા લાગ્‍યા છે. કોંગ્રેસે રાહુલના નેતળત્‍વ માંથી છટકવાની ક્ષમતા પણ ગુમાવી દીધી છે. સાથી પક્ષો માટે આ નિર્ણાયક સમય છે.જ્‍યાં સુધી રાહુલ જેવું નેતળત્‍વ છે ત્‍યાં સુધી ભાજપ માટે સ્‍થિતિ આસાન છે.

બિહારમાં બાજપ - નીતિશનો અકલ્‍પનીય જયજયકાર થયો તે વિપક્ષના વ્‍યાપક પતનની નિશાની છે.  મોદિત્‍વની તાકાતમા ં પ્રચંડ વધારો થયો છે.   વિજેતાને અભિનંદન, પણ ભારતને મજબૂત વિપક્ષની જરૂર છે એ હકીકત છે. (૩.૨)

 

(10:57 AM IST)