<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

વૈશ્વિક ષડયંત્રનું કેન્‍દ્ર સોૈરાષ્‍ટ્ર

હર્ષભાઇ દર્શન કરવા આવ્‍યા, પણ બગડતી સ્‍થિતિ અંગે કંઇ ન બોલ્‍યા : સોૈરાષ્‍ટ્ર આવી રહેલા અમિતભાઇ પાસે ખૂબ આશા

ગેરકાયદે દારૂથી માંડીને ગેરકાયદે શસ્‍ત્રો સોૈરાષ્‍ટ્રમાંથી ઝડપાઇ ગયા છે. ગુન્‍હાખોર પરપ્રાંતીયોથી માંડીને બાંગ્‍લાદેશીઓ પણ ઝડપાઇ રહયા છે. ગુન્‍હાખોરીના આંકમાં તીવ્ર ઉછાળો આવ્‍યો છે. આ સ્‍થિતિ દર્શાવે છે કે, સોૈરાષ્‍ટ્રની દશા રેઢિયાળ જેવી બની ગઇ છે. ગંભીર સ્‍થિતિ છતાં તંત્રમાં કોઇ વિેશેષ રણનીતિ બની નથી. ગુન્‍હાખોરીના રાષ્‍ટ્રીય નેટવર્ક બાદ સોૈરાષ્‍ટ્રમાં આંતરાષ્‍ટ્રીય નેટવર્ક- ષડયંત્ર પણ બિહામણું અટ્ટહાસ્‍ય કરવા લાગ્‍યું છે.

દ્વારિકા પંથકમાંથી નાઇજીરીયન શખ્‍સ ઝડપાયો એ સામાન્‍ય ઘટના નથી. તેને ઝડપી લીધો, તેમાં બહાદુરી પણ નથી. આવા તત્‍વો સોૈરાષ્‍ટ્રમાં સરળતાથી ઘુસી જાય એ જ શરમની બાબત છે. દેશ - વિદેશના હજુ કેટલા અપરાધીઓ સોૈરાષ્‍ટ્રમાં ઘુસેલા હશે?

કાયદો- વ્‍યવસ્‍થાની અતિ ગંભીર સ્‍થિતિ છતાં સોૈરાષ્‍ટ્રની નેતાગીરી સંપૂર્ણ મોૈન છે. આ મોૈન ખુદ ગુન્‍હાહિત થઇ ગયું છે. લોકો પરેશાન છે.  પણ કારણ વગર સહન કર્યે રાખે છે. તંત્રને હાઇએલર્ટ પર મૂકીને સોૈરાષ્‍ટ્રમાં ખૂણે-ખૂણે ઓપરેશનો ચલાવવા જેવો માહોલ છે. પણ આશ્‍ચર્ય છે કે, મોટા પદ પર બેસી ગયેલા અધિકારીઓ અને નેતાઓ સંપૂર્ણ શાંત છે.

ગુજરાત સરકારની જવાબદારી ગણાય, પણ સરકાર અને ભાજપને માત્ર સોૈરાષ્‍ટ્રવાસીઓના મતમાં જ રસ હોય તેમ લાગે છે. ઉપ મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીની મોટી જવાબદારી સંભાળતા હર્ષભાઇ સોૈરાષ્‍ટ્રમાં તાજેતરમાં જ એક મંદિરમાં દર્શને આવ્‍યા હતા. આ સમયે લાગતું હતું કે, સોૈરાષ્‍ટ્રમાં વ્‍યાપી ગયેલી ગુન્‍હાખોરી ડામવા કડક આદેશ આપશે. જો કે તેઓએ દર્શન કરીને ડાહી-ડાહી વાતો કરીને ગુન્‍હાખોરી અંગે કોઇ જ ઉચ્‍ચાર ન કર્યો.

ગુજરાતમાં મોટા અને નિર્ણાયક પદ પર ગોઠવાઇ ગયેલા લોકો જવાબદારી વહન કરવા સક્ષમ હોય તેમ લાગતું નથી. દશા વધારેમાં વધારે ખરાબ થતી જાય છે. આ સ્‍થિતિના કારણે મોદિત્‍વના પાવર પર છાંટા ઉડે છે. મોદીજી દુનિયાના શકિતશાળી નેતાઓમાંના એક ગણાય છે. પણ ખુદના રાજયમાં સાવ બોદુ તંત્ર છે. મોદીજીની આભા સામે પણ લોકો સવાલ ઉઠાવવા માંડયા છે.

ધુરંધર નેતા- દેશના ગૃહમંત્રી અને રણનીતિના માસ્‍ટર અમિતભાઇ શાહ ગુજરાતનું ગોૈરવ છે. યોગાનુયોગ તેઓ સોૈરાષ્‍ટ્રમાં ભાવનગર ખાતે આવી રહયા છે. સોૈરાષ્‍ટ્રને અમિતભાઇ પ્રત્‍યે આશા જાગી છે. ગુજરાતના ભાજપીઓને બહાદુરી - જવાબદારીના બાટલા ચઢાવીને તંત્રને પણ ત્રાટકવા આદેશ આપવો જરૂરી છે.

(12:06 PM IST)