News of Saturday, 22nd November 2025
જંગ જામશે મમતા સામે
ભાજપ એનડીએ ૨૦ રાજયોમાં સત્તામાં છે, પણ મમતા સરકારને હરાવે તો વાસ્તવમાં મહાતાકાત કહેવાય
બિહારમાં રાજનીતિ ઠરીઠામ થઇ ગઇ છે. ઇન્ડિયા મોરચાના અસ્તિત્વ સામે સવાલ સર્જાવા લાગ્યા છે. આ મોરચાનો મોભી પક્ષ કોંગ્રેસ અન્ય સાથી પક્ષો કરતા સાવ નબળો સાબિત થઇ ગયો છે. કોંગ્રેસની નેતાગીરી સામે સાથી પક્ષો જ નારાજગી વ્યકત કરવા માંડયા છે.
દેશભરની રાજનીતિમાં ભાજપનો તીવ્ર પ્રભાવ જોવા મળી રહયો છે. વીપરિત સંજોગોમાં પણ શાનદાર જીત મેળવીને ભાજપ પરચો દેખાડી રહયો છે.
બિહાર બાદ હવે રાજનીતિનું ફોકસ કોલકતા તરફ મંડાઇ રહયું છે. હવે પછીની ચૂંટણી પ. બંગાળમાં યોજાવાની છે. પ્રચંડ તાકાતવર બનેલો ભાજપ પ. બંગાળને સર કરવા છેલ્લા દશેક વર્ષથી મથી રહયો છે. ભાજપે એ રાજયમાં કાઠું પણ કાઢ્યું છે.
જો કે ભાજપી તાકાતની ખરી કસોટી પશ્ચિમ બંગાળમાં થવાની છે. ૨૦ રાજયોમાં સત્તા પાવર ધરાવતો ભાજપ મમતા બેનરજીને પરાજિત કરીને સત્તાની ખુરશી મેળવે તો ખરેખર અકલ્પની મહાસિધ્ધિ ગણાશે.
આઝાદી પૂર્વેનો ઇતિહાસ તપાસો તો પ. બંગાળ રાષ્ટ્રીય પ્રવાહોથી અલગ પ્રવાહે ચાલતું રહયું છે. દેશમાં મોદિત્વ ઉજાગર થયું એ પૂર્વે ભાજપનો શૂન્ય પ્રભાવ પ. બંગાળમાં હતો.
જો કે છેલ્લા દોઢ દાયકામાં સંઘ- ભાજપના નેતાઓ સ્વયંસેવકોએ બલીદાનો આપીને રાજકીય પ્રભાવ સ્થાપિત કર્યો છે. મમતા બેનરજી ઉપરાંત ડાબેરી પક્ષો, કોંગ્રેસનું તીવ્ર વર્ચસ્વ પ. બંગાળમાં હતું. હાલ મમતાદીદી સાથે સીધો જંગ ભાજપનો છે. ડાબેરીઓ અને કોંગ્રેસ લગભગ આઉટ ઓફ ડેઇટ થઇ ગયા છે.
ઇન્ડિયા મોરચો નબળો પડયો એ ભાજપ તરફી પાસુ છે મમતા અને કોંગ્રેસના સંબંધો પણ તંગ થઇ ગયા છે. ભાજપ સામે મમતા નામનો તીવ્ર પડકાર છે. બાંગ્લાદેશી ઘુસણખોરો મોટો મુદ્ો છે. એવું પણ માનવામાં આવે છે કે મમતાદીદી પાસે રહસ્યમય મત છે. આ મતો બાંગ્લાદેશીઓના હોવાના ધૂમ પ્રચાર થયો છે.
આ ઉપરાંત મમતાદીદી અતિ આક્રમક અને પોતાના રાજયમાં તીવ્ર પ્રભાવ ધરાવતા નેતા છે. સત્તા માટે ગમે તે હદે જવા તૈયાર રહે છે. આ સામે ભાજપ SIRનો મુદ્ો ગરમ કર્યો છે. મમતાએ મતદાર યાદી સુધારણાનો જબ્બર વિરોધ કર્યો છે અને સમીક્ષકો માને છે કે, બહિષ્કારનું એલાન પણ આપશે.
પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ અકલ્પનીય બની શકે છે. અત્યારથી જ ગરમાવો શરૂ થઇ ગયો છે. આ ચૂંટણી લોહિયાળ પણ બની શકે છે. આ ચૂંટણી માત્ર ભાજપ માટે જ નહિ ચૂંટણી પંચ માટે પણ કસોટી થઇ જશે. (૩.૨)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
