<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

શિયાળે ગરમાવોઃ રાજનૈતિક તાપણું

લોકસભાનું શિયાળુ સત્રઃ સરકાર રણનીતિપૂર્વક મેદાનમાં: વિપક્ષની દમ વગરની વિરોધ પરંપરા...

 લોકસભાનું શિયાળુ સત્ર રાજકારણની ગરમાહટ લઈને આવે છે, જ્‍યાં  સરકાર અને વિપક્ષ આમને-સામને હોય છે. આ સત્ર દેશના કાયદા ઘડતર માટે મહત્ત્વનું મંચ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે સરકારની રણનીતિ અને વિપક્ષના ‘દમ વગરના વિરોધ'ની પરંપરાનું પ્રતિબિંબ બની ગયું છે.

આ સત્રમાં સરકાર સંપૂર્ણ તૈયારી અને મજબૂત બહુમતીના બળ પર મેદાનમાં ઉતરે છે.

તેમનો મુખ્‍ય ઉદ્દેશ મહત્ત્વપૂર્ણ નવા ખરડાઓને મંજૂરી આપવાનો હોય છે, જે તેમના રાજકીય અને આર્થિક એજન્‍ડાને આગળ ધપાવે. આ ખરડાઓની ઊંડાણપૂર્વક મુલવણી કરવી, તેની લાંબા ગાળાની અસરો પર ચર્ચા કરવી અને તેમાં સુધારા સૂચવવા એ સંસદનું પાયાનું કામ છે. ઉદાહરણ તરીકે, કોઈક મહત્ત્વનો આર્થિક સુધારો ખરડો અથવા કાયદાકીય માળખામાં ફેરફાર લાવતો ખરડો રજૂ થાય, ત્‍યારે તેના દરેક પાસા પર વિસ્‍તળત ચર્ચા થવી અનિવાર્ય છે.

જોકે, મોટાભાગે જોવા મળે છે કે વિપક્ષ અસરકારક ચર્ચા કરવાને બદલે પ્રતિકારની પરંપરાગત રીતો અપનાવે છે. વિપક્ષ પાસે સરકારની નીતિઓ પર આકરા સવાલો પૂછવાની અને ખરડાની ખામીઓ ઉજાગર કરવાની સુવર્ણ તક હોય છે, પરંતુ આ તક ઘણીવાર નિરર્થક દેખાવોમાં ફેરવાઈ જાય છે.  ઘણીવાર વિપક્ષ માત્ર સૂત્રોચ્‍ચાર કરીને, ગળહના વચલા ભાગમાં ધસી જઈને અથવા વિરોધના પ્રતીક તરીકે સભાત્‍યાગ  કરીને સંતોષ માની લે છે.  આ  પ્રકારના વિરોધથી વિપક્ષ ભલે પોતાના સમર્થકોમાં એવો સંદેશ પહોંચાડી શકે કે તે  સરકારનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ આનાથી જનતાના મુદ્દાઓ પર કોઈ નક્કર પરિણામ મળતું નથી.

સરકાર પણ વિપક્ષના આ પ્રકારના વલણનો લાભ લઈને ખરડાઓ પરની ચર્ચાનો સમય ઘટાડી દે છે અને ધ્‍વનિમત  દ્વારા ઝડપથી પસાર કરાવી  દે છે. આનાથી સંસદીય પ્રક્રિયાની ગુણવત્તા ઘટે છે અને ખરડાઓનો યોગ્‍ય અભ્‍યાસ થઈ શકતો નથી. આ રાજનૈતિક તાપણું ભલે રાજકારણીઓને ગરમાવો આપે, પણ તેનાથી દેશના કાયદા ઘડતરની પ્રક્રિયા ઠંડી પડી જાય છે. લોકશાહીમાં અસરકારક અને દમદાર વિપક્ષની ભૂમિકા અત્‍યંત મહત્ત્વની છે, જે માત્ર વિરોધ પૂરતો નહીં પણ રચનાત્‍મક વિકલ્‍પો પ્રસ્‍તુત કરીને જવાબદારી નિભાવે.

 વિપક્ષનેતા રાહુલ ગાંધી સંસદમાં વિરોધ કર્યાનો વટ મારે છે, પણ આવા કાર્યક્રમોનો લોકોમાં કંઈ પ્રભાવ હોતો નથી. માત્ર રાજકીય દ્રષ્ટિકોણને બદલે વિપક્ષે રાષ્‍ટ્રીય મુદાનો ગહન અભ્‍યાસ કરીને ગળહમાં રિયલ પ્રશ્નો દ્વારા સરકારને ઘેરવી જોઈએ. કરવા ખાતર થતા વિરોધની કંઈ વેલ્‍યુ  રહી નથી.

(11:27 AM IST)