<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ખુશામતનો ઓવરડોઝઃ મમતા ફસાયા

હિન્‍દુ મતદારોને નારાજ કરવા હવે કોઇને પોસાતુ નથીઃ મમતાએ પોતાના નેતાને જ કાઢી મૂકયા

 એક સમયે રાજનીતિમાં બિનસાંપ્રદાયિકતાના  નામે હિન્‍દુ સમાજને હડધુત કરીને સત્તા મેળવવાની પરંપરા હતી. મોદી યુગનો ઉદય થયા બાદ બિનસાંપ્રદાયિકતા અલોપ થઇ રહી છે. મમતા બેનરજી મોટાભાગે લઘુમતી મતદારોના આધારે ધબકે છે. આ નેતાને પણ હવે સમજાઇ ગયું કે, હિન્‍દુ મતદારોને નારાજ કરવાથી રાજકીય સરકસ ચાલશે નહિ.

મમતા બેનરજીના ખાસમખાસ ગણાતા નેતા ધારાસભ્‍ય હુમાયુ એ લઘુમતી મતદારોની ખુશામતનો ઓવરડોઝ લઇ લેતા મમતા અને તેના પક્ષને આકરું પડી ગયું છે. હુમાયુએ ઉત્‍સાહમાં આવી જઇ ને ઘોષણા કરી દીધી કે, ટીએમેસી પક્ષ બાબરી મસ્‍જિદનું નિર્માણ કરશે... લઘુમતી મતોના ઢગલા કરવા ખુશામત પરંપરા જૂની છે. પણ હુમાયુએ ઓવરડોઝ આપી દેતા અઘરા રિએકશન આવ્‍યા છે.

પ. બંગાળમાં ભાજપને આ મુદે મોજ પડી ગઇ. મમતા હિન્‍દુ વિરોધી હોવાનો ધમધોકાર પ્રચાર શરૂ થઇ ગયો. મમતાને મુખ્‍ય સમર્થન લઘુમતી મતોનું છે, પણ હિન્‍દુ મતો વગર સત્તા મળે તેમ નથી. મમતાએ કમને અઘરું પગલું ભરવું પડયું હુમાયુને પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરી દીધો.

આ પ્રકારના ખેલ ચૂંટણી વખતે થતા જ હોય છે. ભારતમાં સોૈથી આક્રમક અને જીદી નેતા મમતા બેનરજી છે. હિન્‍દુ મતો માટે ઝૂકવું પડે એ સામાન્‍ય બાબત ન ગણાય. મોદી સરકાર સાથે સહમત હોવ કે ન હોવ, એક બાબત સ્‍વીકારવી જ પડે કે બિનસાંપ્રદાયિકતાના ઢોંગ કરનાર પક્ષોએ પણ હવે હિન્‍દુત્‍વ તરફ ઢસડાવું ફરજિયાત છે. મોદિત્‍વની તાકાતનો આ પરચો છે.

જો કે ભાજપનું હિન્‍દુત્‍વ કેટલું તકલાદી છે એ બાબત જાણવી હોય તો મોદીજીના જ ગુજરાત તરફ તટસ્‍થ નજર નાખવી પડે. ગુજરાતમાં મોદીજીએ જમાવેલી ધાક લગભગ ઓસરી ગઇ છે. મોદીજી બાદના ગુજરાતી ભાજપીઓ મુજરાબાજ જેવા બની ગયા છે. અસામાજિકોના ખુલ્લેઆમ તાંડવ સામે ભાજપનું એક પણ નેતુ વિરોધ પણ કરી શકતું નથી.

આવી સ્‍થિતિમાં સામાન્‍ય હિન્‍દુ પરિવારોની દશા અઘરી થઇ ગઇ છે. મમતા બેનરજી પાસે તક છે. પ. બંગાળમાં ભલે ચુંટણી હોય, મમતા એ ગુજરાતમાં  પર્દાફાસ યાત્રા યોજીને ભાજપના તકલાદી હિન્‍દુત્‍વને દેશ સામે  ઉજાગર કરવું જોઇએ. પヘમિ બંગાળમાં આક્રમક હિન્‍દુત્‍વના નામે રાજકીય બળ વધારવા મથતા ભાજપીઓને પગે પાણી લાવવા હોય તો મમતાએ ગુજરાતના હિન્‍દુઓની દશા પર ફોકસ કરવું જોઇએ.

(12:02 PM IST)